આ ડિરેક્ટરના કારણે માધુરીથી એશ્વર્યા સુધીની 6 અભિનેત્રીઓ સ્ટાર્સ બનવામાં રહી હતી સફળ

  • બોલિવૂડના પ્રસિદ્ધ અને સફળ ડિરેક્ટરમાં સુભાષ ઘઇનું નામ આગવી રીતે લેવામાં આવે છે. સુભાષ ઘઇએ બોલિવૂડની એકથી વધુ સુપરહિટ ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું છે અને આ દરમિયાન તેમણે ઘણી અભિનેત્રીઓનું કરિયર બનાવ્યું છે.
  • 80 અને 90 ના દાયકામાં સુભાષ ઘાઇએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી અને તેણે ઘણી અભિનેત્રીઓને રાતોરાત સ્ટાર્સ બનાવી. આજે આ લેખમાં અમે તમને એવી 6 અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જેને સુભાષ ઘઈ દ્વારા સ્ટાર બનાવવામાં આવી છે.
  • રીના રોય…
  • રીના રોય તેના સમયની સુંદર અભિનેત્રી રહી ચુકી છે. રીના રોય સુભાષ ઘઇની બે સુપરહિટ ફિલ્મ વિશ્વનાથ અને 'કાલિચરણ'માં જોવા મળી છે. 1976 માં સુભાષે તેની પહેલી ફિલ્મ 'કાલિચરણ' બનાવી. આ ફિલ્મ હિટ બની હતી અને શત્રુઘ્ન સિંહા ની સાથે રીના રોય પણ સ્ટાર બની હતી. તે જ સમયે 1978 માં શત્રુઘન અને રીનાની જોડી ફરી એક સાથે આવી હતી અને એ ફિલ્મ પણ સુપરહિટ હતી.
  • મીનાક્ષી શેષાદ્રી…
  • 80 અને 90 ના દાયકામાં ટોપની સ્ટાર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીને સ્ટાર બનાવવામાં પણ સુભાષ ઘઇનો હાથ છે. મીનાક્ષીએ 1983 માં 'પેઇન્ટર બાબુ'થી ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તે સુભાષ ઇની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'હિરો'માંથી સ્ટાર બની હતી. ફિલ્મમાં મીનાક્ષી સાથે જેકી શ્રોફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી મીનાક્ષીએ ઘણી હિટ ફિલ્મો આપી છે.
  • માધુરી દીક્ષિત…
  • માધુરી દીક્ષિતે તેની દરેક અદાથી ચાહકોનું દિલ જીતી લીધું છે. પછી ભલે વાત નૃત્યની હોય કે અભિનય હોય અથવા તો સુંદરતા ની હોય. માધુરી દીક્ષિતને સ્ટાર બનાવવામાં સુભાષ ઘઇનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. અલબત્ત માધુરીએ તેઝાબ ફિલ્મથી જ પોતાનું સ્થાન બનાવ્યું હતું જોકે માધુરીએ રામ લખન અને ખલનાયક જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપીને તહલકો મચાવીઓ હતો. આ ફિલ્મોનું નિર્દેશન સુભાષ ઘઇએ કર્યું હતું.
  • મનીષા કોઈરાલા…
  • અત્યારે ફિલ્મ જગતથી દૂર મનીષા કોઈરાલાએ પણ બોલિવૂડમાં ઘણું કામ કર્યું છે. સુભાષ ઘઇએ મનીષાને તેની ફિલ્મ 'સૌદાગર' માટે સાઇન કરી હતી અને આ ફિલ્મ હિટ બની હતી. ત્યારે મનીષા પણ રાતોરાત સ્ટારનું બિરુદ મેળવવામાં સફળ રહી હતી. આ ફિલ્મની સફળતા પછી તે ઇલુ-ઇલુ ગર્લ તરીકે ઓળખાવા લાગી. મનીષાએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
  • મહિમા ચૌધરી…
  • મહિમા ચૌધરીએ એક સમયે તેની સુંદરતા અને અભિનયથી લાખો કરોડો દિલોને પોતાના દિવાના કરી ચુકી છે. મહિમા ચૌધરી બોલિવૂડમાં તેની શરૂઆતથી જ ચર્ચામાં આવી હતી. મહિમા ચૌધરીએ તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત ફિલ્મ 'પરદેસ' થી કરી હતી. આ ફિલ્મ 8 ઓગસ્ટ 1997 માં રિલીઝ થઈ હતી. સુભાષ ઘઇના દિગ્દર્શિતઆ ફિલ્મમાં મહિમા સાથે અભિનેતા શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે લગભગ 3000 છોકરીઓને નકારી કાઢ્યા પછી સુભાષ ઘઇએ ફિલ્મ 'પરદેસ' માટે મહિમા ચૌધરીની પસંદગી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને મહિમાને તેનાથી મોટી ઓળખ મળી હતી. આ ફિલ્મ હિટ બનતાની સાથે જ મહિમા ને ઘણી બધી ફિલ્મોની ઓફર આવી.
  • એશ્વર્યા રાય બચ્ચન…
  • હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીમાંની એક એશ્વર્યા રાય બચ્ચનને સંજય લીલા ભણસાલીની 1999 ની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ થી ઓળખ મળવા લાગી હતી. પરંતુ એ જ વર્ષે આવેલી સુભાષ ઘઇની ફિલ્મ તાલે એશ્વર્યાને ખાસ ઓળખ આપી હતી. આ ફિલ્મથી એશ્વર્યાએ ખૂબ સારી વાહવાહ લૂંટી હતી. આ ફિલ્મ એશ્વર્યાની એક મહાન ફિલ્મ માનવામાં આવે છે. એશ્વર્યાની સાથે અક્ષય ખન્ના અને અનિલ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Post a Comment

0 Comments