5 હજાર કરોડના વૈભવી મકાનમાં રહે છે દેવામાં ડૂબેલ અનિલ અંબાણી, 60 લાખ આવે છે વીજ બિલ

  • અનિલ અંબાણી પર હાલમાં કરોડો રૂપિયાનું દેવું છે અને તે લંડનની અદાલતમાં પણ કેસનો સામનો કરી રહ્યો છે. અનિલ અંબાણીએ ઘણી ચીની બેંકમાંથી લોન લીધી હતી અને હવે તે આ લોન ભરપાઈ કરવામાં અસમર્થ છે. એક અહેવાલ મુજબ ચીનની એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેન્ક અને ચાઇના ડેવલપમેન્ટ બેન્ક પાસે અનિલ અંબાણીનું લગભગ 716 મિલિયન એટલે કે આશરે 5,276 કરોડનું દેવું બાકી છે અને આ જ લોન માટે આ બેંકો દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. લંડન કોર્ટે તેમને દેણુ ચુકવવા જૂન સુધીનો સમય આપ્યો હતો. પરંતુ તેઓ આમાં નિષ્ફળ ગયા. તેઓએ કોર્ટને કહ્યું છે કે તેમની પાસે કંઈ બચ્યું નથી અને તેઓ ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનિલ અંબાણી જે ઘરમાં રહે છે તેની કિંમત 5 હજાર કરોડથી વધુ છે. હા તેમના ઘરની કિંમત તેમના પરના દેવાથી વધારે છે.

  • અનિલ અંબાણીનું આ ઘર મુંબઇમાં છે અને આ મકાનમાં ફક્ત ચાર લોકો રહે છે. જે અનિલ, ટીના મુનિમ, તેમના બે સંતાનો અનમોલ અને અંશુલ અંબાણી છે.
  • ધીરૂભાઇ અંબાણી ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ આ મકાન ખૂબ જ વૈભવી રીતે બનાવ્યું છે. 2018 માં નાણાકીય સેવાઓ કંપની આઇઆઇએફએલએ તેના ઘરને ભારતના સૌથી મોંઘા મકાનોની સૂચિમાં બીજા ક્રમે મૂક્યું. જ્યારે તેમના ભાઇ મુકેશ અંબાણીના ઘરને આ યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
  • અનિલ અંબાણીના મકાનમાં જે સજાવટ મૂકવામાં આવી છે તેની કિંમત કરોડો છે. તેણે વિદેશથી આવેલા આંતરીક ડિઝાઇનરો સાથે પોતાનું ઘર સજ્જ કર્યું છે.
  • તેણે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં પોતાનો બંગલો બનાવ્યો છે. અનિલ અંબાણીનું ઘર એબોડ 1600 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને આ મકાનમાં જીમ, સ્વિમિંગ પૂલ સહિતની ઘણી સુવિધાઓ છે.
  • તેણે પોતાના ઘરની છત પર હેલિપેડ પણ બનાવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તે આ ઘરને ઉંચું બનાવવા માંગતા હતા. પરંતુ તેઓને આમ કરવા માટે અધિકારીઓની મંજૂરી મળી નથી.
  • તેના મકાનમાં ઘણા બધા હોલ છે અને તે ખૂબ જ સુંદર રીતે સજ્જ છે. અનિલ અંબાણીના આ ઘરની જાળવણીનો ખર્ચ પણ ઘણો વધારે છે. આ મકાનમાં તેમની પાસે ડઝનેક સ્ટાફ છે. જેમને દર મહિને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે.
  • કહેવાય છે કે તેના ઘરનું વીજળીનું બિલ 60 લાખ રૂપિયા સુધી આવે છે. તો જ્યારે તેના ઘરના ખર્ચનો મુદ્દો કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે તેણે કોર્ટને કહ્યું હતું કે તેની પત્ની તેના ઘરનો ખર્ચ ઉઠાવી રહી છે.

Post a Comment

0 Comments