ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તૂટ્યો કોરોનાનો કહેર, 24 કલાકમાં થયું આ 4 સ્ટાર્સનું મૃત્યુ

  • કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ કરતા વધુ જોખમી માનવામાં આવે છે. દરરોજ લાખો લોકો આ વાયરસની પકડમાં આવી રહ્યા છે. તો વળી દરરોજ હજારો મૃત્યુ પણ થઈ રહ્યાં છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ કોરોનાના કહેરથી બચી શકી નથી. અહીંથી પણ ખરાબ સમાચાર આવતા રહે છે. હવે ફક્ત છેલ્લા 24 કલાક જ લો. આ સમય દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 4 સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું છે.
  • લાગે છે કે આ સમય કોરોના કાળ બનીને આવ્યો છે. તે એક પછી એક લોકોને ગળી રહ્યો છે. કેટલાક તેમના પિતાને ગુમાવી રહ્યા છે અને કેટલાક માતાને ગુમાવી રહ્યા છે. હવે યુવાન વયના લોકો પણ આ વાયરસથી મરી રહ્યા છે. અહીં એક જ દિવસમાં અનેક મોત થયા છે. કારણ એ છે કે લોકોએ તેમના પ્રિયજનોને દફનાવવા અથવા બાળવા માટે સ્મશાનમાં રાહ જોવી પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ફિલ્મ ઉદ્યોગના આ ચાર લોકોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેમણે છેલ્લા 24 કલાકમાં જગતને અલવિદા કહી દીધું છે.
  • પાંડુ: સાઉથની ફિલ્મ્સના જાણીતા અભિનેતા પાંડુનું નિધન કોરોના સંક્રમણને કારણે થયું છે. તેમની ઉંમર 74 હતી. તેમના ગયા પછી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતા મનોબલાએ પણ તેમના નિધનની પુષ્ટિ કરી છે.
  • શ્રીપ્રદા: વિનોદ ખન્ના, ગુલશન ગ્રોવર, ગોવિંદા સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરનાર શ્રીપ્રદા હવે આ દુનિયામાં નથી. કોવિડ -19 ને કારણે તેનું અવસાન થયું છે. તેમના મૃત્યુની પુષ્ટિ સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી અમિત બહલે આપી છે.
  • અભિલાષા પાટિલ: સુશાંત સિંહ રાજપૂતની છીછોરેમાં કામ કરનાર અભિલાષા પાટિલનું પણ કોરોનાને કારણે અવસાન થયું છે. તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે વારાણસી ગઈ હતી. જ્યારે તે ત્યાંથી પરત ફરી ત્યારે તે કોરોના સઁક્રમિત થઇ હતી. તેની સારવાર ચાલી રહી હતી પરંતુ કોરોનાની લડાઇમાં જીત મેળવી શકી નહિ અને તેને દમ તોડી દીધો હતો.
  • અજય શર્મા: 'લુડો', 'જગ્ગા જાસુસ', 'બર્ફી', 'કાઇ પો છે', 'યે જવાની હૈ દીવાની' જેવી મોટી ફિલ્મોના એડિટર ફિલ્મ સંપાદક અજય શર્મા હવે આ દુનિયામાં પણ નથી રહ્યા. તેનું મૃત્યુ કોરોનાને કારણે થયું હતું.
  • તમે જોયું કે આ વાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. અહીં કોની સાથે કયારે શું થાય છે તે કંઇ કહી શકાય નહીં. તેથી તે વધુ સારું છે કે તમે સાવધ રહો અને ઘરની બહાર ન નીકળો.

Post a Comment

0 Comments