આ તારીખે લાગી રહ્યું છે 2021 નું પ્રથમ સૂર્યગ્રહણ, ક્યાં ક્યાં દેખાશે, સુતક કાળ છે કે નહીં? જાણો

  • ટૂંક જ સમયમાં આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. તારીખ બહુ દૂર નથી. તારીખ છે 10 અને મહિનો છે જૂન. આ દિવસે થશે 2021 નું પ્રથમ સૂર્યગ્રહણ. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે હવે દરેક જણને આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની રાહ છે. ચાલો આપણે તમને આ સૂર્યગ્રહણ વિશે વિગતવાર માહિતી આપીએ.
  • તમને જણાવી દઇએ કે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ થશે. તાજેતરમાં 26 મેના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થય ગયું છે જ્યારે હવે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. જ્યોતિષીઓના કહેવા મુજબ આ બધા ગ્રહણોની સીધી અને આડકતરી રીતે અસર લોકો પર જોવા મળશે.
  • ક્યાં ક્યાં દેખાશે 2021 નું પ્રથમ સૂર્યગ્રહણ?
  • વર્ષ 2021 નું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂને થશે. જાણવા મળ્યું છે કે આ સૂર્યગ્રહણ ભારતની સાથે કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ જોઇ શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે.
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 જૂનના રોજ જે સૂર્યગ્રહણ થશે તે ભારતમાં બરાબર જોવા મળશે અને આ સ્થિતિમાં સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. જણાવી એ કે સામાન્ય રીતે જ્યારે પણ કોઈ સૂર્ય ગ્રહ માન્ય થાય છે ત્યારે સૂતક કાળની શરૂઆત ગ્રહણના 12 કલાક પહેલા જ થઇ જાય છે. આ સમયગાળા દરમિયાન યજ્ઞ વિધિઓ જવા કોઈ શુભ કામ કરવામાં આવતા નથી. જ્યારે સુતક કાળ દરમિયાન મંદિરોના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે અને ગ્રહણ સમાપ્ત થયા પછી જ દરવાજા ખોલવામાં આવે છે.
  • 4 ડિસેમ્બર થશે 2021નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ …
  • પ્રથમ સૂર્ય ગ્રહના લગભગ 6 મહિના પછી વર્ષનું બીજું સૂર્યગ્રહણ થશે. બીજું સૂર્યગ્રહણ વર્ષના અંતિમ મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં ચોથી તારીખે થશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોઇ શકાશે. ત્યારે પ્રથમ સૂર્યગ્રહણ જોનારા ભારતીયો બીજું સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં.
  • બીજું ચંદ્રગ્રહણ ક્યારે?
  • તમને આ વર્ષના સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ બંને વિશેની માહિતી મળી ગઈ છે જ્યારે વર્ષના બીજા ચંદ્રગ્રહણની વાત કરીએ તો તે નવેમ્બર મહિનામાં હશે. વર્ષ 2021 નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના રોજ થશે. જે ઉત્તર યુરોપ, અમેરિકા, પેસિફિક મહાસાગર અને ઓસ્ટ્રેલિયા તેમ જ ભારતમાં પણ જોઇ શકાશે.

Post a Comment

0 Comments