છૂટાછેડા લીધા વિના જ અલગ થઇ ગઈ આ જોડીઓ, એક સુપરસ્ટારે તો 16 વર્ષની છોકરી સાથે કર્યા હતા લગ્ન

 • બોલિવૂડ સ્ટાર્સ તેમની પ્રોફેશનલ લાઇફ તેમજ તેમની પર્સનલ લાઇફ વિશે હંમેશા હેડલાઇન્સ બનાવતા રહે છે. હિન્દી સિનેમામાં આવા ઘણા સ્ટાર્સ આવ્યા છે જેઓ પત્ની કે પતિથી છૂટાછેડા લીધા વિના અલગ થઈ ગયા છે. આ સૂચિમાં અનેક મોટી હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો અમે તમને એવા 5 બોલીવુડ કપલ્સ વિશે જણાવીએ છીએ જેઓ છૂટાછેડા લીધા વિના અલગ થઇ ગયા છે.
 • રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા…
 • હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની જોડી એક સમયે ખૂબ જ લોકપ્રિય હતી. ચાહકોને 'કાકા' અને ડિમ્પલની જોડી ખૂબ ગમતી. બંનેની વચ્ચે લગભગ 15 વર્ષનું અંતર હતું આ હોવા છતાં દંપતીને ખૂબ પ્રેમ મળ્યો. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન વર્ષ 1973 માં થયા હતા. લગ્ન દરમિયાન કાકા 31 વર્ષના હતા જ્યારે ડિમ્પલ 16 વર્ષની હતી. જો કે આ જોડી લાંબો સમય ટકી શકી નહીં. વર્ષ 1984 માં,ડિમ્પલે કાકાથી અલગ રહેવાનું શરૂ કર્યું પરંતુ આ દંપતીએ ક્યારેય છૂટાછેડા લીધા નહીં. નોંધપાત્ર વાત એ છે કે રાજેશ ખન્નાએ જુલાઈ 2012 માં આ દુનિયાને અલવિદા કહી દીધૂ હતું.
 • રાખી અને ગુલઝાર…
 • રાખી તેના સમયની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી રહી છે. તેમના સમયમાં રાખી મુખ્ય ભૂમિકા ભજવતી હતી જ્યારે પાછળથી તે પણ સાઈડ રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. રાખીનાં લગ્ન પ્રખ્યાત લેખક અને દિગ્દર્શક ગુલઝાર સાથે થયાં હતાં. 1973 માં બંનેએ સાત ફેરા લીધા હતા જોકે રાખી અને ગુલઝારના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને લગ્નના એક વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા પરંતુ રાખી અને ગુલઝારે ક્યારેય છૂટાછેડા લીધાં નહીં. તમને જણાવી કે રાખી અને ગુલઝારને એક પુત્રી છે જેનું નામ મેઘના ગુલઝાર છે. નોંધનીય છે કે ગુલઝાર પહેલા રાખીએ વર્ષ 1963 માં અજોય બિસ્વ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન ફક્ત 2 વર્ષ સુધી ચાલ્યા હતા.
 • નાના પાટેકર અને નીલકંતી પાટેકર…
 • હિન્દી સિનેમાના દીગ્દજ અભિનેતાઓમાં નાના પાટેકરનું નામ પણ શામેલ છે. નાના પાટેકરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. નાનાનું પ્રદર્શન, અવાજ અને ડાઈલોગ જોરદાર છે. નાનાએ નીલકંતી પાટેકર સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષ 1978 માં સાત ફેરા કર્યા હતા. બંને પહેલીવાર એક થિયેટરમાં મળ્યા હતા અને થોડા સમય પછી બંનેના લગ્ન થઈ ગયા હતા જોકે હવે બંને સાથે રહેતા નથી પરંતુ આ દંપતીનો પણ છૂટાછેડા નથી. તમને જણાવી દઈએ કે નાના અને નીલકંતીને મલ્હાર પાટેકર નામનો એક પુત્ર છે.
 • સંગીતા બીજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીન…
 • સંગીતા બિજલાની 80 અને 90 ના દાયકાની ખૂબ જ સુંદર અભિનેત્રી રહી છે. તેણે તેની સુંદરતા અને તેની પર્સનલ લાઇફથી તેના અભિનય કરતાં વધુ હેડલાઇન્સ બનાવી છે. અભિનેતા સલમાન ખાન સાથે સંગીતા બિજલાનીનું લાબું અફેર ચાલ્યું છે. સંગીતાનું દિલ વિવાહિત ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન પર સલમાન સાથે બ્રેકઅપ પછી આવ્યું. તે જ સમયે પરિણીત મોહમ્મદે પણ સંગીતાને તેનું દિલ આપ્યું. આ માટે તેણે પત્ની સાથે તલાક પણ કર્યા અને મોહમ્મદે વર્ષ 1996 માં સંગીતા સાથે લગ્ન કર્યા. પરંતુ 14 વર્ષ બાદ બંને 2010 માં છૂટાછેડા લીધા વિના છૂટા થઈ ગયા. તમને જણાવી દઈએ કે સંગીતા અને મોહમ્મદ અઝહરુદ્દીનને કોઈ સંતાન નથી.
 • પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા…
 • 2014 માં અભિનેતા પુલકિત સમ્રાટે સલમાન ખાનની બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા. જો કે બંનેએ એક વર્ષમાં જ પોતાના સંબંધનો અંત લાવી દીધો હતો. વર્ષ 2015 માં પુલકિત અને શ્વેતા છૂટા થયા. દંપતીએ ગોવામાં સાત ફેરા કર્યા હતા અને લગ્નના બીજા વર્ષે બંને છૂટા પડ્યા હતા જોકે પુલકિત અને શ્વેતાએ છૂટાછેડા લીધા ન હતા.

Post a Comment

0 Comments