મહાકાલને ગરમીથી બચાવવા કરવામાં આવ્યો અનોખો ઉપાય, શિવલિંગ ઉપર બાંધવામાં આવી 11 નદીઓની જલધારા

  • બાબા મહાકાલને ગરમી ન લાગે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાબા ઉપર ઠંડા પાણીની ધારા વહેતી કરવામાં આવી છે. ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલ મંદિરના પંડિતો અને પૂજારીઓએ શિવલિંગ સુધી ઠંડુ પાણી લાવવા આ વ્યવસ્થા કરી છે. તેઓએ શિવલિંગ ઉપર મટકીઓ બાંધી દીઘી છે. જેમાંથી સતત લિંગ પર પાણી પડે છે. દર વર્ષે આ મટીકીઓ વૈશાખા કૃષ્ણ પ્રતિપાદ સાથે લગાવવામાં આવે છે. જે જયેષ્ઠ શુક્લ પૂર્ણિમા સુધી બંધાયેલ રહે છે. આ મટકીઓમાં દરરોજ નવુ પાણી ભરવામાં આવે છે.
  • મંદિરના પુજારીઓના જણાવ્યા મુજબ વૈશાખા અને જ્યેષ્ઠ મહિનાની તીવ્ર ગરમીથી ભગવાન મહાકાલેશ્વરને બચાવવા આ બધું કરવામાં આવ્યું છે. દર વર્ષે 11 મટકી શિવલિંગની ઉપર બાંધવામાં આવે છે. આ માટલીઓમાં ઠંડુ પાણી ભરવામાં આવે છે. જે શિવલિંગ પર થોડું પડે છે. આ મટકીઓ માંથી ભગવાન મહાકાલ ઉપર સવારની ભસ્મ આરતીથી સાંજની પૂજા પહેલા સુધી ઠંડા પાણીનો પ્રવાહ વહે છે.
  • પુજારીઓના જણાવ્યા અનુસાર આ સમયે ઘણી ગરમી હોય છે અને પારો આશરે 41 ડિગ્રીની આસપાસ રહે છે. આવી સ્થિતિમાં બાબા મહાકાલને તાપથી બચાવવા માટે બે મહિના પાણી તેમના પર પડે છે. જેથી તે તાપથી બચી શકે. ચાંદીના કળશના પ્રવાહ ઉપરાંત માટીની 11 માટલીઓમાંથી આ પ્રવાહ વહે છે. આ મટીકીઓ ઉપર ગંગા, યમુના, ગોદાવરી સહિતની અન્ય નદીઓના નામ લખાયેલા છે.
  • અત્યારે ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આ સમય દરમિયાન મધ્યપ્રદેશમાં ખુબજ ગરમીનો અનુભવ થાય છે. ઉનાળાની સીઝન 2 મહિના સુધી ચાલે છે અને આ સમયગાળા દરમિયાન પારો 40 થી વધુ રહે છે. આવી સ્થિતિમાં ભગવાનને ગરમીનો અનુભવ ન થાય તેથી આ અનોખી રીત શોધી કાઢવામાં આવી છે.

Post a Comment

0 Comments