શિલ્પા શેટ્ટીનું સ્વપ્ન હતું દરિયા કિનારે હોય ઘર, રાજકુંદ્રાએ 100 કરોડનો બંગલો કરી દીધો ગિફ્ટ

 • શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે. તેની દરેક ફિલ્મો હિટ રહેતી હતી. તે તેના સમયની સફળ અભિનેત્રીઓમાંની એક હતી. આ સમય દરમિયાન તે ખેલાડી કુમાર અક્ષય કુમાર સાથે રિલેશનમાં પણ હતી. અક્ષય સાથેના બ્રેકઅપ બાદ તે એકલી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં તેમના જીવનમાં રાજ કુંદ્રા એન્ટ્રી થાય હતી. રાજ કુંદ્રા સાથેની તેમની મિત્રતા ખૂબ જ ગાઢ હતી અને પછી બંનેના લગ્ન થયાં.
 • અભિનેત્રીને રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા બાદથી વૈભવી જીવનશૈલીનો શોખ છે. હવે તેને તેની જીવનશૈલી માટે ઓળખવામાં આવે છે. વાત તેમના મોંઘા શોખની હોય અથવા તો યોગની હોય. આ સાથે શિલ્પાને એક વૈભવી અને સુંદર ઘર પણ ખુબ પસંદ છે.
 • માત્ર મુંબઈમાં જ નહીં શિલ્પા અને રાજ કુંદ્રાના દુબઇ, લંડન અને કેનેડામાં પણ ખૂબ વૈભવી બંગલાઓ છે. આ મોટાભાગના બંગલો રાજે લીધા છે અને તેને શિલ્પાને ગિફ્ટ કર્યા છે.
 • આજે આપણે શિલ્પાના બંગલા વિશે વાત કરીશું જે એક સમયે શિલ્પાનું સ્વપ્ન ઘર હતું.
 • તે બંગલો બોલીવુડના સૌથી મોંઘા સેલિબ્રિટી ઘરોની સૂચિમાં શામેલ છે. આ ઘર શિલ્પાનું બીચ વાળું ઘર છે.

 • મતલબ આ ઘરનું નામ કિનારા છે. શિલ્પા અને રાજનું આ ઘર તેની લક્ઝરી સુવિધા માટે જાણીતું છે. ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે શરૂઆતથી જ શિલ્પા દરિયા કિનારે બનેલા મકાનમાં રહેવા માંગતી હતી.
 • એક એવું ઘર કે જેમાં મોટો સ્વિમિંગ પૂલ હોય બાગ બગીચા અને ખૂબ મોટા ઓરડાઓ હોય. લગ્ન પછી શિલ્પાના આ સપનાને પૂરુ કરવા માટે તેમના પતિ રાજ કુંદ્રાએ તેને આ કિનારા બંગલો ભેટ આપ્યો હતો.

 • કેટલાક અહેવાલો મુજબ આ આલીશાન બંગલાની કિંમત 90 થી 100 કરોડની વચ્ચે છે. આ બંનેનું ઘર મુંબઇના સૌથી મોંઘા અને વીઆઇપી વિસ્તાર જુહુમાં છે. આ ઘર દેખાવ અને સુવિધાઓમાં કોઈ પણ રાજા-મહારાજાના મહેલથી ઓછું નથી.
 • આ ઘરની દિવાલોથી ઝુમ્મર, સોફા, પેઇન્ટિંગ્સ, હસ્તકલાઓ અને ગ્લાસ ફુવારાઓની ગોઠવણી સુધી આ વાત બતાવે છે કે રાજે ઘરની સજાવટમાં ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેથી તે તેની પત્ની શિલ્પાને ખુશ રાખી શકે.
 • એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એનિમલ પ્રિન્ટની ખૂબ મોટી ફેન છે. જ્યારે રાજે આ મકાન ખરીદ્યું હતું ત્યારે આ ઘરની ઇન્ટરીગ ડિઝાઇન રિતિક રોશનની એક્સ વાઇફ સુઝાન ખાને કરી હતી.
 • આ સિવાય પણ શિલ્પા પોતાના ઘરમાં પોતાના પ્રમાણે સજાવટ કરતી રહે છે. તે વિદેશથી સજાવટની વસ્તુઓ લાવે છે. તમને તેના મકાનમાં ઘણી કિંમતી સજાવટનો સમાન પણ મળશે.
 • શિલ્પાના ઘરે આધુનિક અને ટ્રેડિશનલનું પરફેક્ટ મેચ જોવા મળે છે. શિલ્પાનું ઘર જેટલું વૈભવી અને સુંદર છે તેટલું જ શાનદાર છે તેનું કિચન.
 • આ સાથે આ અભિનેત્રીએ પોતાના ઘરે એક ખાનગી જીમ પણ બનાવ્યુ છે. અહીં તે તેના પતિ સાથે વર્કઆઉટ કરે છે.
 • શિલ્પાના આ ઘરના બગીચામાંથી વિશાળ અરબી સમુદ્રનું અદભૂત દૃશ્ય જોવા મળે છે. આ ગાર્ડન એરિયામાં શિલ્પા પ્રકૃતિની વચ્ચે યોગ અને ધ્યાન કરતી રહે છે.
 • આ બગીચામાં ઘણા પ્રકારના શાકભાજી અને ફળો પણ વાવેલ છે.

Post a Comment

0 Comments