PICS: કરણ જોહરનું ઘર કોઈ 5 સ્ટાર હોટલથી નથી કમ, દરેક ફિલ્મ સ્ટાર માટે બની જાય ​​છે 'પાર્ટી નો અડ્ડો'

  • ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યુસર કરણ જોહર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હેડલાઇન્સ બનાવતા રહે છે. કરણ બોલીવુડની પસંદીદા હસ્તીઓમાંથી એક છે. તે મોટા ભાગે મોટા સ્ટાર્સ સાથે પાર્ટી કરતો જોવા મળે છે. તે તેના વૈભવી ઘરમાં મોટા સ્ટાર્સ સાથે મહેફિલ બનાવે છે અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે. ચાલો આજે તમને બતાવીએ કરણ જોહરના લક્ઝુરિયસ હાઉસ વિશે જે સ્ટાર્સની પસંદીદા પાર્ટી સ્પોટ છે.
  • તમને જણાવી દઈએ કે કરણ જોહરનું ઘર મુંબઇના બાંદ્રામાં કાર્ટર રોડ પર આવેલું છે. ઘર ખૂબ પોશ વિસ્તારમાં આવેલું છે. કરણ તેની માતા અને બંને બાળકો સાથે અહી રહે છે. કરણનું ઘર 8,000 સ્ક્વેર ફુટમાં બનેલ પેન્ટહાઉસ છે જે બહુમાળી બિલ્ડિંગના 12 મા માળે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે.
  • રસપ્રદ વાત એ છે કે કરણના ઘરને ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. ગૌરી ખાને કરણના ઘરને એક એવો લુક આપ્યો છે જે તેના વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે. ઘર તેમના બંને બાળકો માટે પણ ખાસ બનાવવામાં આવ્યું છે. બાળકોનો રૂમ કરણનું પ્રિય સ્થળ છે. પોતાના ભવ્ય મકાનમાં કરણે તેના પિતા યશ જોહરની ઘણી તસવીરો પણ લાગાવેલી છે.
  • કરનની પાર્ટી સ્પોટ વિશે વાત કરી તો તે તેના ઘરનો છત વિસ્તાર છે. કરણ તેના ઘરની છત પર શાનદાર પાર્ટીનું હોસ્ટ કરે છે આ ટેરેસ ગૌરી ખાને સેલિબ્રિટી ચેટ શોના સેટની જેમ ડિઝાઇન કરી છે. છત પર લાઇટિંગ હોવાને કારણે આ વિસ્તાર રાત્રે પણ જગમગતો રહે છે. લાઉન્જ વિસ્તાર પણ ખૂબ આરામદાયક છે. ત્યાં વિવિધ પ્રકારના સોફા પર કાળા, પીળા અને સફેદ રંગના ઓશિકા મૂકવામાં આવેલ છે. મધ્યમાં લાકડાનું ટેબલ મૂકવામાં આવ્યું છે. છત પરના પ્લાન્ટ એરિઆને કારણે બધુ ખૂબ જ કુદરતી લાગે છે.
  • તો કરણના સ્ટાઇલિશ મહેલ જેવા મકાનમાં પણ ઘણા પ્રકારનાં આરસપહાળ પણ છે અને વિવિધ પ્રકારના મોંઘા આર્ટ પીસ પણ જોવા મળે છે. આપણે કરણને ઘણીવાર સ્ટાઇલિશ અવતારમાં જોતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં કરણનો ડ્રેસિંગ એરિયા પણ ખૂબ લક્ઝરી છે. તેનો વોર્ડરોબ ડિઝાઇનર ડ્રેસથી ભરેલો છે.
  • તેમના લિવિંગ રૂમની વાત કરીએ તો તેમાં બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં ડિઝાઇન થયેલ છે આ રૂમ એકદમ મોટો છે અને 5 સ્ટાર હોટલ જેવો લાગે છે. ઘરમાં ખૂબ મોટી વિંડોઝ દ્વારા પ્રકાશ અને હવાનો સંચાર થાય છે. રૂમમાં દરરોજ તાજા ફૂલો રાખવામાં આવે છે. તેનો કૂતરો નોબુ પણ કરણના ઘરે રહે છે અને તેના માટે પણ એક અલગ જગ્યા બનાવવામાં આવી છે.

Post a Comment

0 Comments