કપિલ શર્માથી લઈને સુનિલ ગ્રોવર સુધી, જાણો પ્રખ્યાત કોમેડિયનના જીવનસાથી વિશે જુવો તસ્વીરો

  • કપિલ શર્માએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કોમેડીની નવી વ્યાખ્યા બનાવી છે. કપિલ તેની કોમેડી સાથે મિત્રતા નિભાવવા માટે પણ જાણીતો છે. આ જ કારણ છે કે કપિલની પ્રારંભિક ટીમ હજી પણ તેની સાથે છે. જ્યારે ઘણા કલાકારો તેમના અંગત જીવનના લીધે અલગ થઈ ગયા છે. આજે કપિલના મિત્રોના જીવન સાથી પર ચર્ચા કરીએ છીએ.
  • કપિલ શર્માએ તેની મિત્ર ગિન્ની સાથે લગ્ન કર્યા. રિપોર્ટ્સ અનુસાર કપિલના મુશ્કેલ સમયમાં ગિન્નીએ ઘણો સપોર્ટ આપ્યો હતો આ દરમિયાન બંને નજીક આવી ગયા હતા.
  • કપિલ શર્માના બેસ્ટ ફ્રેન્ડ્સની યાદીમાં સુનીલ ગ્રોવરનું નામ પણ શામેલ છે. હાલમાં બંને વચ્ચે ઝગડો થયાના સમાચાર હતા પરંતુ કપિલે સમય જતાં બધુ સુધારી દીધું હતું અને આજે બંને ફરી સારા મિત્રો છે. સુનિલે ઈન્ટિરિયર ડિઝાઇનર આરતી સાથે લગ્ન કર્યા છે.
  • કોમેડિયન કૃષ્ણા અભિષેક તેના ડાન્સ અને કોમેડી સમય માટે પ્રખ્યાત છે. કૃષ્ણાએ મોડલ અને એક્ટર કશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા છે. બંનેને રાયન અને ક્રિશાંગ નામના બે બાળકો છે.
  • ભારતી સિંહ અને કપિલ શર્મા બંને અમૃતસરથી આવે છે. બંનેની મિત્રતા પણ કોઈથી છુપાયેલી નથી. કપિલના શોમાં ભારતી સિંહને 'કમ્મો બુઆ' ના પાત્રમાં જોવા મળી છે. ભારતીસિંહે લેખક અને કોમેડિયન હર્ષ સાથે લગ્ન કર્યા છે.
  • કપિલ શર્માના બાળપણના મિત્ર ચંદન પ્રભાકરે નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા છે. બંનેને એક પુત્રી છે. ચંદનની પત્ની નંદિની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ છે.
  • ધ કપિલ શર્મા શોમાં પલકની ભૂમિકા નિભાવનાર કિકુ શારદાના લગ્ન પ્રિયંકા શારદા સાથે થયા છે. બંનેએ નચ બલિયે સિઝન 6 માં ભાગ લીધો હતો. કિકુ અને પ્રિયંકાને બે બાળકો છે.
  • કોમેડિયન અલી અજગરે સિદ્દિકા સાથે લગ્ન કર્યા છે. અલીની પત્ની મીડિયાથી દૂર રહે છે. જ્યારે અલી પોતાની એક્ટિંગથી ખુબ પ્રખ્યાત બન્યા છે.

Post a Comment

0 Comments