કોઈ હતું વેઈટર, તો કોઈ ચોકીદાર, જાણો અક્ષય કુમારથી લઈને જ્હોન અબ્રાહમ સુધીના મોટા સ્ટાર્સની પહેલી નોકરી વિશે

  • બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં જોડાતા પહેલા વેઈટર, કુક, ટ્રાવેલ એજન્ટ, જ્વેલરી સેલ્સમેન અને માર્શલ આર્ટ શિક્ષક હતા પરંતુ આજે અક્ષયની ગણતરી સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં થાય છે.
  • નવાઝુદ્દીન સિદ્દીકીના સંઘર્ષની વાર્તાથી તમે બધા વાકેફ છો. નવાઝે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવવા માટે ચોકીદાર તરીકે પણ કામ કર્યું હતું.
  • બોલિવૂડ એક્ટર રણવીર સિંહ એક એડ એજન્સીમાં કોપીરાઇટર હતા. આજે રણવીર સિંહ તેના ક્લાસી લુક અને એક્ટિંગ માટે પ્રખ્યાત છે.
  • જ્હોન અબ્રાહમ બોલીવુડના સૌથી હેનસમ અભિનેતાઓ માંના એક છે. તેણે બે મીડિયા એજન્સીઓમાં પણ કામ કર્યું છે આ પછી તેણે મોડેલિંગમાં પ્રવેશ કર્યો અને પછી બોલિવૂડમાં.
  • જોકે શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતા પરંતુ અભિનય પહેલાં શાહિદ બેકગ્રાઉન્ડ ડાન્સ કરતા હતા. દિલ તો પાગલ અને તાલ જેવી ફિલ્મોમાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો.
  • જેકલીન ફર્નાન્ડિઝ શ્રીલંકાથી આવે છે. બોલિવૂડ પહેલા તે શ્રીલંકામાં ટીવી રિપોર્ટર હતી અને આજે જેકલીનની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં છે.
  • સાઉથના સુપરસ્ટાર રજનીકાંત શરૂઆતના દિવસોમાં બસના કંડક્ટર, કુલી હતા. જોકે અભિનયમાં પ્રવેશ કર્યા પછી તેણે ક્યારેય પણ પાછળ વળી જોયું નથી.

Post a Comment

0 Comments