જો આ શરત સ્વીકારી હોત શિલ્પા શેટ્ટીએ તો આજે અભિનેતા અક્ષય કુમારના બાળકોની માતા બની ગઈ હોત, વાંચો

  • અક્ષય કુમારનું નામ બોલિવૂડની ઘણી છોકરીઓ સાથે જોડાયેલું છે. તેમાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન તેમજ ઘણા નામ શામેલ છે. પરંતુ તે બધાના દિલમાં પ્રેમનો પ્રકાશ ફેલાવનાર અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. અક્ષયના લગ્નને 19 વર્ષ વીતી ગયા છે. આજ સુધી આ બંને વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ અથવા જઘડા થયાના સમાચાર નથી આવ્યા.
  • આ બંનેની કેમિસ્ટ્રીનો કોઈ જવાબ નથી. વિચિત્ર સેન્સ ઓફ હ્યુમર ધરાવનર ટ્વિંકલ ઘણી વાર અક્ષયની મજા લેતી જોવા મળે છે. આ બંનેના ઘરમાં ફક્ત ટ્વિંકલની જ મનમાની ચાલે છે. લગ્ન પછી ભલે અક્ષય કુમાર સીધે સાદો અને પત્નીના હિસાબે ચાલતા વ્યક્તિ બની ગયો હોય પરંતુ એક સમય એવો પણ હતો કે છોકરીઓ તેની પાછળ પાગલ હતી. અક્ષયના રોમાંસની વાતો પણ ત્યારે સામાન્ય હતી.
  • અક્ષયનું નામ તે સમયની બે સૌથી મોટી અભિનેત્રીઓ રવિના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથે ફક્ત સંકળાયેલું જ નહોતું પરંતુ તેમના રોમાંસની કથાઓ બધે જ પ્રખ્યાત હતી. ખિલાડી કુમારે રવીનાનું દિલ શિલ્પાના માટે જ્યારે શિલ્પાનું દિલ અક્ષયે તેની પત્ની ટ્વિંકલ માટે તોડ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય તેની ગર્લફ્રેન્ડની સામે એક વિચિત્ર શરત મૂકતો હતો. શિલ્પા તે શરત સ્વીકારવા સંમત ન થઈ જ્યારે તેની પત્ની ટ્વિંકલે તે શરત સ્વીકારી હતી.
  • ફક્ત આ શરતને કારણે અક્ષય કુમારે શિલ્પા શેટ્ટીનું દિલ તોડ્યું અને ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યાં. અજય દેવગન સાથેના બ્રેકઅપ પછી રવીનાનું દિલ અક્ષય પર આવી ગયું હતું અને તેની સાથે લગ્ન પણ કરવાની હતી. પરંતુ આ દરમિયાન અક્ષયે શિલ્પા માટે રવીનાનું દિલ તોડ્યું. 'મેં ખિલાડી તુ અનાડી' દરમિયાન અક્ષય અને શિલ્પા એકબીજાની નજીક આવવા લાગ્યા હતા.
  • આ પછી ફિલ્મ જાનવર દરમિયાન તે બંનેમાં પ્રેમ વધવા લાગ્યો. અક્ષય શિલ્પા શેટ્ટીના જીવનમાં આવનાર પહેલી વ્યક્તિ હતી. બંનેના પ્રેમની કહાની દરેક ગલીમાં ગૂંજતી હતી. રવિનાની જેમ શિલ્પા શેટ્ટી પણ અક્ષય સાથે લગ્ન કરવાનું સપનું જોતી હતી. આ દરમિયાન અક્ષયના જીવનમાં ટ્વિંકલ ખન્ના પણ પહોંચી ગઈ. કહેવાય છે કે અક્ષય શિલ્પા શેટ્ટી અને ટ્વિંકલ બંનેને એક જ સમયે ડેટ કરી રહ્યો હતો.
  • આ દરમિયાન અક્ષયે શિલ્પા શેટ્ટી સાથે બ્રેકઅપ કર્યું અને રાતોરાત રાજેશ ખન્નાની મોટી પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન પછી શિલ્પા અક્ષય પર ભડકી ગઈ. તેણે મીડિયા સામે અક્ષય વિરુદ્ધ ઘણાં નિવેદનો આપ્યા હતા. ખબરો અનુસાર અક્ષયે શિલ્પાની સામે એક શરત મૂકી હતી કે લગ્ન બાદ તેણે બોલિવૂડ છોડીને ઘરની જવાબદારી લેવાની રહેશે. આ શરત ટ્વિંકલે સ્વીકારી અને અક્ષયે તેની સાથે લગ્ન કરી લીધાં.
  • શિલ્પાએ અક્ષયથી અલગ થયા પછી તેની વિરુદ્ધ ઘણું કહ્યું હતું. શિલ્પા શેટ્ટી અક્ષય પર એટલી ગુસ્સે હતી કે તે ઘણા દિવસો સુધી અક્ષયનો ચહેરો પણ જોવા નહોતી માંગતી. આજે અક્ષય ટ્વિંકલ સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યો છે.

Post a Comment

0 Comments