જે લોકોના હાથમાં હોય આ નિશાન, તેના ભાગ્યમાં લખેલો હોય છે આ યોગ

  • મનુષ્યના શરીરની રચનાના આધારે તેનું ભવિષ્ય નક્કી કરી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના આકાર અને શરીરમાં એવા કેટલાક નિશાન હાજર છે. જે વ્યક્તિના જીવન વિશે ઘણું બધુ કહે છે. તમારા જીવનમાં રાજયોગ એટલે રાજા જેવા કોઈ યોગ છે કે નહીં તેના વિષે પણ સરળતાથી જાણી શકાય છે.

  • જે લોકોની હથેળીની વચ્ચે ઘોડો એટલે કે અશ્વ, ઘડો, ઝાડ, સ્તંભ જેવુ ચિહ્ન છે. તેમના ભાગ્યમાં ઘણી સંપત્તિ છે અને આવા લોકોના જીવનમાં રાજયોગ છે. આ લોકો ખૂબ જ ધનિક હોય છે.

  • સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોનું માથું વિશાળ અને મોટું હોય, આંખો સુંદર હોય, માથું ગોળાકાર હોય અને હાથ લાંબા હોય, તો તેમનું નસીબ પણ ખૂબ સારું હોય છે અને તે રાજસુખનો આનંદ માણે છે.

  • જે લોકોના હાથમાં ધનુષ્ય, ચક્ર, માળા, કમળ, ધ્વજ, ત્રિશૂલ અને રથ હોય તે લોકોના જીવનમાં ક્યારેય પૈસાની અછત હોતી નથી. આવા લોકો પર હંમેશાં મા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.
  • હાથમાં જો માછલી, છાત્રા, અંકુશ, સરોવર અથવા હાથી જેવું નિશાન હોય તો જીવન આનંદથી ભરેલું રહે છે. આવા લોકોને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જે લોકોના હાથમાં સૂર્ય રેખા મસ્તક રેખાથી મળે છે. મસ્તક રેખા સ્પષ્ટ અને સીધી હોય અથવા ગુરુ પર્વત તરફ વળીને ચતુર્ભુજ બનાવે. આવા લોકો રાજ કરે છે અને મંત્રી પદનો આનંદ માણે છે આ સિવાય વ્યક્તિના હાથમાં શનિ પર્વત પર ત્રિશૂળની નિશાની હોય તો તે પણ એકદમ ભાગ્યશાળી માનવામાં આવે છે.
  • જે સ્ત્રીઓના હોઠ પર તલ હોય છે, તેઓ ખૂબ નસીબદાર માનવામાં છે. આવી સ્ત્રીઓને જીવનમાં તે બધી ખુશી મળે છે જે તેઓ પ્રાપ્ત કરવા માગે છે.

Post a Comment

0 Comments