મોહમ્મદ અઝહરુદ્દીને પ્રથમ નજરમાં જ સંગીતા બિજલાનીને આપ્યું હતું દિલ, પહેલી પત્નીને છૂટાછેડા માટે આપ્યા હતા આટલા રૂપિયા

  • ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ નવો નથી. એવા ઘણા ક્રિકેટર છે જેમણે બોલીવુડની અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આજે આ લેખમાં અમે તમને 90ના પ્રખ્યાત ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે સંબંધિત સ્ટોરી જણાવીશું જેણે અભિનેત્રી સગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 14 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.
  • જો સમાચારની વાત માની લેવામાં આવે તો સંગીતાને પહેલી વાર અઝહરે 1985 ના વર્ષમાં એક એડ શૂટ દરમિયાન જોઇ હતી. અઝહરે એકવાર એક ઇન્ટરવ્યુમાં પોતાનો ઉલ્લેખ કર્યો હતો કે તેને સંગીતા ને જોતાજ પ્રેમ થઇ ગયો હતો.
  • સમાચારો અનુસાર પરિણીત અઝહરે તેની પત્ની નૌરીનને સંગીતા ખાતર છૂટાછેડા આપી દીધા હતા. એવું કહેવામાં આવે છે કે આ તે સમયના સૌથી મોંઘો છૂટાછેડા હતા જેના બદલામાં અઝહરે પહેલી પત્ની નૌરીનને એક કરોડ રૂપિયાની આપ્યા હતા.
  • સંગીતા અને અઝહરે વર્ષ 1996 માં લગ્ન કર્યા અને વર્ષ 2010 માં તેમના પણ છૂટાછેડા થઈ ગયા. તમને જણાવી દઈએ કે સંગીતા અને અઝહરને કોઈ સંતાન નથી.
  • તે જ સમયે અઝહરની પહેલી પત્ની નૌરીનથી તેને બે બાળકો આયાઝ અને અસદ હતા. તમને જણાવી દઈએ કે આયાઝનું મોત 2011 માં બાઇક રેસિંગ દરમિયાન થયું હતું.

Post a Comment

0 Comments