વિના છૂટાછેડાએ એક બીજાથી અલગ થઈ ગયા બોલીવુડના આ સ્ટાર્સ, બસ નામના જ રહી ગયા પતિ-પત્ની

 • બોલિવૂડમાં એવા ઘણા યુગલો છે જે એક સમયે ફેન્સમાં પ્રિય હતા પરંતુ જ્યારે આ યુગલો વચ્ચે અણબનાવ થઈ ગયો ત્યારે બધું બદલાઈ ગયું. પાછળથી કંઈક એવું બન્યું કે આ જોડીનાં રસ્તા અલગ થઈ ગયા. તેમ છતાં તેઓએ ક્યારેય છૂટાછેડા લીધા નથી. આજે તમે બોલીવુડના આવા 6 યુગલો વિશે જણાવી રહ્યાં છે જેઓ છૂટાછેડા લીધા વિના છૂટા થઈ ગયા છે.
 • સોહેલ ખાન - સીમા ખાન…
 • અભિનેતા સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ ખાન 1998 માં ઘરેથી ભાગી ગયો અને સીમા ખાન સાથે લગ્ન કરી લીધા. નવેમ્બર 2020 માં કરણ જોહરની વેબસીરીઝ 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલીવુડ વાઇવ્સ'એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સીમા અને સોહેલ વચ્ચે કંઇ સારું ચાલતું નથી. સોહેલ અને સીમા સાથે રહેતા નથી અને બંને છૂટાછેડા વિના અલગ મકાનમાં રહે છે. જો કે તે બહાર આવ્યું નથી કે તેમના અલગ થવા પાછળનું કારણ શું છે.
 • શ્વેતા તિવારી - અભિનવ કોહલી…
 • શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સુંદર અભિનેત્રી છે. અભિનવ કોહલી શ્વેતા તિવારીનો બીજો પતિ છે. શ્વેતા પણ છૂટાછેડા લીધા વિના તેના બીજા પતિથી અલગ થઈ ગઈ છે. બંનેને એક બીજાનો ચહેરો જોવું પણ પસંદ નથી. પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા નથી. વર્ષ 2019 માં શ્વેતાએ અભિનવ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા અને તે સતત આવું જ કરતી રહી છે. બંને વર્ષ 2019 થી અલગ રહે છે.
 • મહિમા ચૌધરી - બોબી મુખર્જી…
 • ફિલ્મ 'પરદેસ' થી રાતોરાત સ્ટાર બનેલી મહિમા ચૌધરી તેના અભિનય અને સુંદરતાની સાથે-સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી છે. વર્ષ 2006 માં મહિમા ચૌધરીએ આર્કિટેક્ટ ઉદ્યોગપતિ બોબી મુખરજી સાથે છૂપી રીતે લગ્ન કર્યા. લગ્નના થોડા વર્ષો પછી સંબંધ તૂટવા લાગ્યા અને બંને વર્ષ 2013 થી અલગ રહેવા લાગ્યા. મહિમા અને બોબી પણ ક્યારેય છૂટાછેડા લીધા નથી. મહિમા ચૌધરી એક પુત્રી આર્યનાની માતા છે.
 • રણધીર કપૂર - બબીતા…
 • બોલિવૂડની બે મોટી અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂરના માતાપિતા રણધીર કપૂર અને બબીતા ​​પણ વર્ષોથી અલગ રહે છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા રણધીર કપૂરે વર્ષ 1971 માં અભિનેત્રી બબીતા ​​સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે રણધીરનું દારૂનું વ્યસન અને તેની કારકિર્દી પ્રત્યેની બેદરકારી આ સંબંધ ટકી શક્યો નહિ. 1988 થી બંને અલગ રહે છે. બંનેએ છૂટાછેડા લીધા નથી. જો કે બંને ઘણી વાર સાથે પણ જોવા મળે છે. તાજેતરમાં રણધીર બબીતાનો જન્મદિવસ ઉજવવામાં પણ સામેલ થયો હતો.
 • રાખી - ગુલઝાર…
 • રાખી તેના સમયની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી રહી છે. રાખીએ કુલ બે લગ્ન કર્યા છે અને તેના બંને લગ્ન નિષ્ફળ ગયા છે. તેણે પ્રથમ લગ્ન વર્ષ 1963 માં અજોય બિસ્વાસ સાથે કર્યા હતા જયારે તેની ઉમર માત્ર 15-16 વર્ષ જ હતી. બે વર્ષમાં જ બંનેના વર્ષ 1965 માં છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ રાખીએ વર્ષ 1973 માં બીજા પ્રખ્યાત લેખક ગુલઝાર સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી બંને છૂટા પડ્યા. બંને આજકાલ અલગ રહે છે. જોકે તેને અને ગુલઝારે ક્યારેય છૂટાછેડા લીધા નથી.
 • રાજેશ ખન્ના - ડિમ્પલ કાપડિયા…
 • હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર ગણાતા રાજેશ ખન્ના ફક્ત 15-16 વર્ષની ડિમ્પલ કાપડિયા પાર દિલ ગુમાવી બેઠા હતા. 31 વર્ષિય રાજેશ ખન્નાએ વર્ષ 1973 માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કાપડિયા અને 'કાકા' બે પુત્રી ટ્વિંકલ અને રિંક ખન્નાના માતાપિતા બન્યા. ચાહકોને રાજેશ ખન્ના અને ડિમ્પલની જોડી ખૂબ ગમતી હતી જોકે લગ્નના થોડા વર્ષો બાદ બંનેના મતભેદ વધવા લાગ્યા હતા. હકીકતમાં લગ્નના થોડા વર્ષો પછી જ્યારે ડિમ્પલે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું ત્યારે કાકાએ તેને નકારી કાઢી અને આને કારણે બંનેના માર્ગ અલગ થઈ ગયા. આ દંપતીએ પણ ક્યારેય છૂટાછેડા લીધા નથી. પરંતુ બંને અલગ રહ્યા હતા.

Post a Comment

0 Comments