યુવરાજસિંહના એપાર્ટમેન્ટમાથી દેખાય છે અરબી સમુદ્રના અદ્ભુત દૃશ્યો, જાણો કેટલી છે ઘરની કિંમત

  • ભારતને બે વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો દેશના સમૃદ્ધ ક્રિકેટરોની યાદીમાં સમાવેશ થાય છે. યુવરાજસિંઘ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી યુવા ખેલાડીઓને ટીપ્સ આપવાનું ચૂકતા નથી. યુવરાજ સિંહ તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે મુંબઇના વરલીમાં ઓમકાર 1973 ટાવર્સમાં રહે છે.
  • એપાર્ટમેન્ટ 29 મા માળ પર છે
  • યુવરાજ સિંહ અને હેઝલ કીચે નવેમ્બર 2016 માં લગ્ન કર્યાં હતાં. આ દંપતી 29 મા માળે 16,000 સ્ક્વેરફૂટના એક એપાર્ટમેન્ટમાં રહે છે. એપાર્ટમેન્ટ અરબી સમુદ્રનું ઉત્તમ દૃશ્ય પ્રદાન કરે છે.
  • શાનદાર લિવિંગ રૂમ
  • એક ન્યુઝ મેગેઝિન અનુસાર યુવરાજસિંહે વર્ષ 2013 માં આ ભવ્ય એપાર્ટમેન્ટ 64 કરોડમાં ખરીદ્યો હતો. યુવરાજસિંહના મકાનમાં એક ભવ્ય લિવિંગ રૂમ, વર્લ્ડ ક્લાસ મોનોક્રોમ કિચન અને રહેવા માટે સુંદર રૂમ છે.
  • બેડરૂમમાં સુંદર લાઇટ્સ
  • તાજેતરમાં યુવરાજસિંહે તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના વાળ કાપાવી રહ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેડરૂમની ઝલક પણ બતાવી હતી. યુવરાજ સિંહના બેડરૂમમાં મંદ લાઇટ હતી અને ઓરડો ખૂબ જ સુંદર હતો.
  • બાલ્કનીમાં છે કેમેરો
  • યુવરાજ સિંહના રૂમમાં બેડની સાથે ઘણા સોફા છે. તેનો રૂમ બાલ્કનીની સાથે જોડાયેલ છે.

Post a Comment

0 Comments