સંપત્તિના મામલામાં ઘણા મોટા કલાકારો કરતા આગળ છે સિંઘમ દેવગન, રાખે છે પોતાનું પ્રાઇવેટ જેટ

 • અજય દેવગન આજે બોલિવૂડનું એક ખૂબ મોટું નામ છે. તેમના વગર આજે બોલિવૂડની કલ્પના પણ નથી કરી શકાતી. અજય દેવગને ફિલ્મ "ફૂલ અને કાંટે "થી વર્ષ 1991 માં શરૂઆત કરી હતી. ત્યાર પછીથી અજયે બોલિવૂડમાં એક થી એક ચડિયાતી વધારે મહાશાનદાર ફિલ્મ આપી છે.તેમણે શરૂઆત કર્યા પછી ક્યારેય પાછળ હટ્યા નથી.તેની સાથે બોલિવૂડના સિંઘમ પાસે પુષ્કળ સંપત્તિ પણ છે. અજય દેવગણ પાસે કિંમતી મોટરથી લઈને પોતાનું ખાનગી જેટ પણ છે. અજય 298 કરોડની સંપત્તિના માલિક છે. આજે અમે તમને અજયની સંપત્તિ અને ખ્યાતિથી પરિચય કરાવીએ છીએ.

 • માસેરાતી ક્વાટ્રોપોર્ટે
 • બોલીવુડમાં અજય દેવગન એક પહેલા સુપરસ્ટાર છે જેમની પાસે માસેરાતી ક્વાટ્રોપોર્ટે ગાડી છે . અજયે આ ગાડી વર્ષ 2008 માં ખરીદી હતી. આ ભવ્ય ગાડીની કિંમત લગભગ 1.5 કરોડ છે. આ ગાડી 4.7 લિટર વી 8 પેટ્રોલ એન્જિન છે જે 431 બીએચપી અને 490 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર સિવાય અજયના ગાડી કલેક્શનમાં રેંજ રોવર વોગ, મર્સિડીઝ એસ ક્લાસ, બીએમડબ્લ્યુ ઝેડ 4 અને જીએલ ક્લાસ, ઓડી ક્યૂ 7 અને ઓડી એ 5 સ્પોર્ટબેક જેવી ગાડી શામેલ છે. અજય ની પાસે લગભગ 10 કિંમતી ગાડીયો છે.
 • રોલ્સ રોયસ કલિનન પણ છે તેમની પાસે
 • આ શાનદાર અને ઉત્તમ ગાડી સિવાય સિંઘમ દેવગને તાજેતરમાં ભારતમાં સૌથી મોંઘી એસયુવી રોલ્સ રોયસ કલિનન ખરીદી છે જેની કિંમત આશરે 6.95 કરોડ રૂપિયા બતાવી છે. આ જબરદસ્ત ગાડીના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો આ ગાડી 6.8 લિટર વી 12 પેટ્રોલ એન્જિનથી 560 બીએચપીની વધારે પાવર અને 850 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ ગાડીમાં માં 360 ડિગ્રીનો કેમેરો પણ છે. આ કાર 5 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે વેગ પકડી શકે છે. આ કારમાં ઓલ-વ્હીલ સ્ટીઅરિંગ સિસ્ટમ, એર સસ્પેન્શન હાજર છે.
 • અજય ની પાસે 25 કરોડનું ફાર્મ હાઉસ છે
 • અજય દેવગણ પાસે પોતાનું એક મોટું ફાર્મહાઉસ પણ છે જે 28 એકર વિસ્તારમાં ફેલાયેલુ છે. હાલમાં આ ફાર્મ હાઉસની કિંમત 25 કરોડ રૂપિયા છે. તે મુંબઇના કરજત શહેરમાં સ્થિત છે. હાલમાં તેમાં શાકભાજીની ખેતી કરવામાં આવે છે.
 • લંડનમાં છે કરોડોનો શાનદાર બંગલો
 • અજય દેવગન તેની અભિનેત્રી પત્ની કાજોલ અને બાળકોની સાથે જુહુમાં સ્થિત શિવશક્તિ આલીશાન બંગલામાં રહે છે. આ સિવાય અજયની પાસે લંડનમાં પણ એક આલીશાન બંગલો છે. કેટલાક અહેવાલો અનુસાર અજય દેવગન પાસે લંડનમાં 54 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો પણ છે. તે લંડનના પાર્ક લેનમાં સ્થિત છે તેમની પાસે શાહરૂખ ખાનનો બંગલો પણ છે.
 • આ બધા સિવાય તેમની પાસે છે ખાનગી વિમાન
 • કેટલાક સમાચારો માની લેવામાં આવે તો અજય દેવગન પાસે પોતાનું એક ખાનગી જેટ પણ છે. અજય દેવગણ બોલિવૂડનો પહેલો અભિનેતા છે જે ખાનગી જેટ ના માલિક છે. અજય પાસે છ-સીટર હોકર 800 વિમાન છે. તેનો ઉપયોગ તે પ્રમોશન, શૂટિંગ અને વ્યક્તિગત કામ માટે કરે છે. કેટલાક અહેવાલો અનુસાર તેમના વિમાનની કિંમત 84 કરોડ રૂપિયા છે. અજય સિવાય શિલ્પા શેટ્ટી કુંદ્રા, પ્રિયંકા ચોપરા જોનસ, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ પણ બોલીવુડમાં ખાનગી જેટ ધરાવે છે. આ સિવાય અજયની પાસે એક અદભૂત વેનિટી વાન પણ છે. વેનિટી વાનનો ભાવ એક રહસ્ય બની ગયો છે.

Post a Comment

0 Comments