નેહા કક્કરે ઋષિકેશની વાદીઓથી શેર કરી તેની સુંદર તસવીરો, નદીની વચ્ચે સ્ટાઇલિશ અંદાજમાં આવી નજર

  • નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તે તેના ફોટા શેર કરતી રહે છે. હવે તેણે રૃષિકેશની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે જેમાં તેનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
  • આ તસવીરોમાં નેહા નદીની વચ્ચે ઉભી જોવા મળી રહી છે. તે પણ ખૂબ સ્ટાઇલિશ અંદાજમાં છે. અને સાથે આ ફોટોમાં એક મોટો પર્વત પણ દેખાય રહ્યો છે.
  • આ તસવીરોમાં નેહાએ એફ સોલ્ડર થાઇ સ્લીટ ડ્રેસ પહેર્યો છે અને ખુલ્લા વાળથી તેની આંખો પર સ્ટાઇલિશ ગ્લાસીસ વડે કહેર વરસાવી રહી છે.
  • નેહાનો માત્ર લુક સ્ટાઇલિશ જ નથી પરંતુ તે ખૂબ જ જોરદાર પોઝ આપતી પણ જોવા મળી રહી છે. ત્યારે નેહાએ આ જગ્યા થી સંબંધિત એક વિશેષ વાત પણ શેર કરી છે.
  • આ થ્રોબેક તસવીરો શેર કરતી વખતે નેહાએ જણાવ્યું છે કે આ તે જ શહેરની તસવીરો છે જ્યાં તેનો જન્મ થયો હતો અને તે ખરેખર નસીબદાર છે. આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
  • તમને જણાવી દઈએ કે નેહા ઇન્સ્ટાગ્રામ પર એકમાત્ર સૌથી વધુ ફોલો કરવામાં આવેલ ભારતીય ગાયિકા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને 53.8 મિલિયન લોકો ફોલો કરે છે.

Post a Comment

0 Comments