ટીવીના આ પ્રખ્યાત સ્ટાર્સેએ વિદેશીઓને બનાવ્યા છે તેમના જીવનસાથી, અમુક લગ્ન કર્યા વિના રહે છે લીવ ઇનમાં

 • તમારી મનપસંદ આ અભિનેત્રીઓને ભારતીય નહીં પરંતુ વિદેશીઓ પસંદ આવ્યા છે જુઓ તેમના નામ લગ્ન વગર લિવિંગ માં જીવન જીવે છે ટીવીના આ મોટા કલાકારો અને અભિનેત્રીઓ વિદેશીઓ સાથે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સની જિંદગી તમારા અને અમારા જેવા લોકો કરતા ઘણી અલગ છે. કારણ કે તેઓ સ્ટાર છે. જ્યાંરે આપણે આપણા જીવનમાં અંગત નિર્ણયો પણ પરિવાર સાથે જ લેવા પડે છે. તે જ સમયે આ લોકો તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો જાતે લે છે અને તેમની સાથે જ આગળ વધે છે. આ લોકો લગ્ન જેવા ઉતાવળા નિર્ણય પણ લે છે. જો લગ્ન પણ ન કર્યા હોય તો શું થાયુ જો તેઓને કોઈ ગમતું હોય તો તે તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પણ શરૂ કરીદે છે.
 • આજે અમે તમને આવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની વિદેશી સાથે લગ્ન કરવા માટેની શોધ ચાલુ છે અને તે કોઈની સાથે લિવ-ઇનમાં પણ રહે છે. અથવા જેણે વિદેશી સાથે લગ્ન કર્યા છે.
 • રાહુલ મહાજન
 • રાહુલ મહાજન બિગ-બોસના પૂર્વ સ્પર્ધક રહી ગયા છે. તેનું જીવન વિરોધાભાસથી ભરેલું છે. રાહુલે 2018 માં કઝાકિસ્તાનના એક મોડેલ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. રાહુલનું આ ત્રીજું લગ્ન હતું. આ પહેલા તેણે પાઇલટ શ્વેતા સિંહ અને ડિમ્પી ગાંગુલી સાથે પણ લગ્ન કર્યા હતા.
 • વિંદુ દારા સિંહ
 • વિંદુ દારા સિંઘે બિગે બોસમાં જીત મેળવી છે. તેણે રશિયન મોડેલ દિના ઉમારોવા સાથે લગ્ન કર્યા છે. વિંદુ અને દીનો પણ એક પુત્રીના માતાપિતા છે. વિંદુ દારા સિંહે બીજા લગ્ન કર્યાં છે. પ્રથમ વખત તેણે તબ્બુની બહેન અભિનેત્રી ફરાહ સાથે લગ્ન કર્યા. પછી બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.
 • શ્રીજીતા ડે
 • શ્રીજીતા ડે પણ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણાં વર્ષોથી તેના બોયફ્રેન્ડ માઇકલને ડેટ કરી રહી છે. શ્રીજીતા અને માઇકલની સગાઈ પણ થઈ ગઈ છે અહેવાલો અનુસાર શ્રીજીતા અને માઇકલ ગયા વર્ષે લગ્ન કરવાના હતા પરંતુ લોકડાઉનને કારણે બંને લગ્ન કરી શક્યા નહીં. માઇકલ બિઝનેસ ડેવલપર છે અને હાલમાં તે મુંબઈમાં જ રહી કામ કરે છે.
 • શમા એલેક્ઝાંડર
 • શમા સિકંદર આ નામ કોણ નથી જાણતું? અભિનેત્રી શમા એલેક્ઝાંડર અમેરિકન બિઝનેસમેન બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોનને ડેટ કરી રહી છે. જો કેટલાક અહેવાલો ને માનવામાં આવે તો આ દંપતીએ સગાઈ પણ કરી લીધી છે. હવે તે જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યો છે.
 • નારાયણી શાસ્ત્રી
 • 'સાસ ભી કભી બહુ થી', 'પિયા કા ઘર', અને 'કુસુમ' જેવા શો કરી તેની અદાકારી નો કમલ બતાવી ચુકી અભિનેત્રી નારાયણી શાસ્ત્રીએ તેના બ્રિટીશ બોયફ્રેન્ડ સ્ટીવન ગ્રેવર સાથે લગ્ન કર્યા. 2015 માં તેમના લગ્ન થયા. પછી ના દોઢા વર્ષ સુધી આ અભિનેત્રીએ તેના લગ્નના સમાચારોને દુનિયાથી છુપાવ્યા હતા.
 • આશ્કા ગોરાડિયા
 • ટીવી ની અભિનેત્રી આશ્કા ગોરાડિયાએ વર્ષ 2017 માં તેના વિદેશી બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્નને પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. અશ્કાએ ગોવામાં બોયફ્રેન્ડ બ્રેન્ટ સાથે લગ્ન કર્યા. બંનેએ ગુજરાતી અને ક્રિશ્ચિયન એમ બે રિવાજો સાથે લગ્ન કર્યા હતા.
 • રઘુરામ
 • એમટીવી રોડીઝથી પ્રખ્યાત બનેલા નિર્માતા રઘુરામે તેની કેનેડિયન સિંગર ગર્લફ્રેન્ડ નતાલિયા ડી લ્યુસિઓ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા. બંનેનાં લગ્ન ગોવામાં થયાં. તેમના લગ્નનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અગાઉ રઘુરામે સુગંધા ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમણે તેમની પાસેથી છૂટાછેડા લીધા. તાજેતરમાં તે નતાલિયા ડી લ્યુસિઓ સાથે તેનું જીવન વિતાવી રહ્યા છે.

Post a Comment

0 Comments