જ્યારે આક્રમક ભીડ બેકાબૂ થઈને આ અભિનેત્રીઓ પર તૂટી પડી હતી, એના પછી થઈ એવી હરકત કે બતાવામાં પણ શરમ આવે

 • દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક સારું અને બીજું ખરાબ. તે જ રીતે બોલિવૂડમાં બોલીવુડ લાઈફ આપણને ટીવીથી ખૂબ જ તેજસ્વી અને ગ્લેમરસ દેખાય છે. બી ટાઉનના ખ્યાતનામ લોકો જેટલું વૈભવી જીવન જીવે છે તેટલી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે પણ આ હસ્તીઓ ક્યાંક જાય છે ત્યારે તેમના ફેન્સનું ટોળુ તેમને ઘેરી લે છે.
 • આ સમય દરમિયાન તેમણે ભીડમાં તેના ચાહકોની ગંદી હરકતોનો પણ સામનો કરવો પડે છે. ઘણી વખત તેમના ચાહકો ભીડનો લાભ લે છે અને તેમની સાથે કંઈક ખોટું કરે છે. આજે અમે તમને બોલીવુડની એવી જ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે ભીડમાં ફેન્સ દ્વારા કરાયેલ ગંદી હરકતોનો સામનો કર્યો છે.
 • દીપિકા પાદુકોણ
 • દીપિકા પાદુકોણ આજે ટોચની અભિનેત્રી છે. પરંતુ તે પણ આવી ઘટનાથી બચી શકી નથી. 2014 માં તેમના ચાહકોએ તેમને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન દીપિકા સુરક્ષાની મદદથી ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી. થોડા દિવસો પહેલા જ એક રેસ્ટોરન્ટમાંથી દીપિકા પાદુકોણનો એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં તે સમયે એક મહિલા દીપિકાનું પર્સ ખેંચી રહી હતી. જ્યારે તેણી પોતાની કારમાંથી બહાર નીકળી રહી હતી. જોકે દીપિકાના સિક્યુરિટીએ આવું થવા દીધું ન હતું.
 • કેટરિના કૈફ
 • આવું જ કંઈક બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ સાથે પણ બન્યું છે. એકવાર તે ભીડમાં હતી ત્યારે તેની સાથે આવી ઘટના બની હતી. તે વર્ષ 2010 ની વાત છે જ્યારે કેટરીના અચાનક ભીડથી ઘેરાય ગઈ હતી. તે સમયે તે અભિનેતા અક્ષય કુમાર દ્વારા તેને દુર્વ્યવહારથી બચાવવામાં આવી હતી. આ ઘટના અક્ષય અને કેટરીનાની ફિલ્મ તીસ માર ખાનના પ્રમોશન માટે જયરે ઘાટકોપરના આર. સિટી મોલમાં બની હતી.
 • સોનમ કપૂર
 • સોનમ કપૂર અનિલ કપૂરની પુત્રી અને બોલિવૂડની ફેશન આઇકોન પણ આ ખરાબ ઘટનાનો ભોગ બની છે. કારકીર્દિના પ્રારંભિક સમયમાં સોનમને આ કૃત્યનો ભોગ બનવું પડ્યું હતું. જ્યારે સોનમ અને ધનુષ ફિલ્મ રંઝણા માટે ચંદન સિનેમાની મુલાકાત લીધી હતી તે સમયે તેમની સાથે આવો અકસ્માત થયો હતો. સોનમ સાથે આવી હરકત જોઈને બધાને આશ્ચર્ય થયું. તે સમયે ચાહકો સોનમને જોવામાં એટલા આક્રમક બન્યા હતા. કે સિક્યુરિટી પણ તેમને રોકી શકી નહીં.
 • કરીના કપૂર ખાન
 • બોલિવૂડ એક્ટ્રેસ અને સૈફ અલીની પત્ની કરીના કપૂર ખાન પણ આવા કેસનો ભોગ બની છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે કરીના તેની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. કરીના આ દરમિયાન હલી શકતી પણ નહતી.
 • સોનાક્ષી સિંહા
 • બોલિવૂડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી સોનાક્ષી સિંહા પણ આ પ્રકારની એક્શનનો શિકાર બની છે. જ્યારે સોનાક્ષી તેની ફિલ્મ વન્સ ઓપન એ ટાઇમ ઇન મુંબઇની સફળતા માટે પ્રાર્થના કરવા અજમેર દરગાહ પહોંચી હતી ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન તેનો અક્ષય પણ હાજર હતો. આ દરમિયાન ઘણા લોકોએ સોનાક્ષીને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અક્ષયે ચારેબાજુથી હાથ ઢાંકીને સોનાક્ષીને બચાવી હતી.

Post a Comment

0 Comments