ઘણી મોટી અભિનેત્રીઓ કરાવી ચૂકી છે પ્લાસ્ટિક સર્જરી, જાણો કઈ અભિનેત્રીએ કયા અંગની કરાવી છે પ્લાસ્ટિક સર્જરી

  • બોલિવૂડમાં જળવાઈ રહેવા માટે અભિનેત્રીઓએ પોતાની સુંદરતા જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. અભિનેત્રીઓ તેમની ફિગર, હોઠ, બ્રેસ્ટ અને જો લાઇનને વધુ સારી રીતે બતાવવા માટે તેમની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. શસ્ત્રક્રિયા બાદ ઘણી અભિનેત્રીઓનો ચહેરો બગડ્યો અને તે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ જ્યારે કેટલાકનો ચહેરો સુંદર થઇ ગયો અને તે આજ સુધી ઇન્ડસ્ટ્રીમાં જળવાઈ રહી છે. અહીં અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેના પર તેઓએ શું કહ્યું હતું.
  • સૌ પ્રથમ આપણે બોલિવૂડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણ વિશે વાત કરીશું. દીપિકા પાદુકોણ જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે તે આજની જેમ લાગતી નહોતી. દીપિકાએ સ્કિન લાઈટનિંગ સર્જરી કરાવી. તેમણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને આપવામાં આવેલી સૌથી ખરાબ સલાહ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની હતી.
  • બોમ્બે વેલ્વેટ ફિલ્મના પ્રમોશન સમયે અનુષ્કા શર્માના હોઠની ચર્ચા થઈ હતી. 2014 માં જ્યારે અનુષ્કા કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં પહોંચી હતી ત્યારે તેને લઈને ઘણા પ્રકારના સમાચાર આવ્યા હતા. આ પછી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે તેણીએ આ ફિલ્મ માટે ટેમ્પરરી લિપ ઈન્હેસિંગ સાધન અને મેકઅપ તકનીકનો ઉપયોગ કર્યો હતો. જોકે પછી અનુષ્કા શર્માએ વોગ સાથેની મુલાકાતમાં કબૂલાત કરી હતી કે તેણે 'લિપ જોબ' કર્યું છે. અનુષ્કાએ વોગને કહ્યું 'મેં કશું છુપાવ્યું નથી. જ્યારે હું મારા લિપ જોબ વિશે વાત કરતો ત્યારે લોકોએ મને હિંમતવાન કહેતા. પરંતુ મેં જે પણ કર્યું તે મારી ફિલ્મ બોમ્બે વેલ્વેટનાં પાત્ર માટે કર્યું હતું. ''
  • કરીના કપૂર ખાને તેના સ્નાયુઓને મજબૂત કરવા અને કરચલીઓ દૂર કરવા માટે બોટોક્સનું ઇન્જેક્શન લગાવ્યું હતું. બાદમાં તેણે આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.
  • એક્ટ્રેસ આયેશા ટાકિયાની પ્લાસ્ટિક સર્જરી ખોટી પડ્યા બાદ તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. તેના હોઠ પર શસ્ત્રક્રિયા કરાઈ હતી અને બોટોક્સના ઇન્જેક્શન અપાયા હતા. આ વાતનો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો અને કહ્યું હતું કે તેણે કોઈ ખોટું કર્યું નથી તેમ છતાં તેને ટ્રોલ થવું પડ્યું. શસ્ત્રક્રિયા પછી તેના હોઠ સોજી ગયા, ગાલ ફુલાઈ ગયા અને આંખો મોટી થઇ ગઈ હતી.
  • અભિનેત્રી કોઈના મિત્રાએ નાકની શસ્ત્રક્રિયા કરાવી હતી પરંતુ તેની સારવાર યોગ્ય રીતે થઈ શકી ન હતી અને તેના હાડકાં સોજવા માંડ્યા હતા. ડોકટરોએ પણ હાથ ઉચા કરી દીધા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં નાકની શસ્ત્રક્રિયાનો ભયંકર અનુભવ શેર કર્યો.

Post a Comment

0 Comments