આ કબૂતર સામે નોંધાઈ એફઆઈઆર, પંજાબમાં બહાર આવ્યો આ અજીબોગરીબ કિસ્સો જાણો

  • શું તમે ક્યારેય કબૂતર ઉપર એફઆઈઆર નોંધાવાઈ હોય તેવું સાંભળ્યું છે? જો નહીં તો તમને ખાતરી થશે નહીં તે જાણ્યા પછી કે આવી જ વિચિત્ર ઘટના બહાર આવી છે. ઘટના પંજાબની છે. અહીં એક શંકાસ્પદ કબૂતર ઝડપાયુ હતું. તેને પકડ્યા બાદ પંજાબ પોલીસે તેના પર એફઆઈઆર નોંધી. હકીકતમાં આ ઘટના એવી હતી કે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કબૂતર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. તે દરમિયાન એક કોન્સ્ટેબલ તેની પાસે બી.ઓ.પી રોરંવાલા પાસે ફરજ પર હતો ત્યારે એક કબૂતર તેની પાસે આવ્યુ હતું. જ્યારે કોન્સ્ટેબલે તેની તરફ ધ્યાનથી જોયું તો કાગળનો ટુકડો તેના પગ બાંધેલો હતો.
  • કોન્સ્ટેબલની વાત માણીયે તો તેણે આ શંકાસ્પદ કબૂતર જોયું અને તરત જ તેને પકડી લીધું. કબૂતરને પકડ્યા પછી તેણે પોસ્ટ કમાન્ડર ઓમપાલ સિંહને ઘટનાની જાણકારી આપી. ઘટનાને જોતા ટીમે તપાસ શરૂ કરી હતી.
  • તપાસ દરમિયાન કબૂતરના પગમાં બાંધેલો કાગળ પણ ખોલ્યો હતો. જ્યારે કાગળ ખોલ્યો ત્યારે તેમાં એક શંકાસ્પદ નંબર લખાયો હતો. આ નંબર શું હતો? કયા હેતુ માટે તેને કબૂતરના પગ પર મોકલવામાં આવ્યો હતો? તેના વિશે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે અમૃતસરના કહાગઢ પોલીસ સ્ટેશનમાં કબૂતરની ઉપર કેસ નોંધવામાં આવ્યો છે.
  • અહેવાલ મુજબ કબૂતર કાળા અને સફેદ રંગનું છે. તે 17 એપ્રિલની સાંજે પકડાયુ હતું. આ દરમિયાન કોન્સ્ટેબલ નીરજ કુમાર બીઓપી રોરનવાલા પાસે ફરજ બજાવતા હતા. અચાનક આ કબૂતર ક્યાંકથી આવ્યુ અને તેના ખભા પર બેસી ગયું.
  • તમને જણાવી દઈએ કે આ કેમ્પથી પાકિસ્તાનની ચોકીનું અંતર ફક્ત 500 મીટર છે. આ પહેલા પણ બોર્ડર પર આવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. ગયા વર્ષે 2020 માં આવો જ એક કેસ જમ્મુ-કાશ્મીરના કઠુઆથી બહાર આવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનની જાસૂસી બદલ કબૂતરની પણ અટકાયત કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments