ફિલ્મના શૂટિંગ દરમિયાન જ ગર્ભવતી બની ગઈ આ અભિનેત્રીઓ, એક ને તો છોડવી પડી હતી ફિલ્મ

  • બોલિવૂડમાં રંગીન પાડતા પાછળ ઘણા કાળા સત્ય છુપાયેલ હોય છે. આવી સત્યતાઓ અને વાર્તાઓ જેની દરેકને ખબર હોતી નથી. ફક્ત થોડા લોકો ને જ તેમની ખબર હોય છે જેની બધા ને જાણ થતી નથી. આવી ઘણી વસ્તુઓ છે જે સેટથી શરૂ થાય છે અને ત્યાં જ દબાવવામાં આવે છે. આ બાબતો વિશે ફક્ત અમુકને જ ખબર હોય છે. ત્યાંથી આ સમાચાર આપણી પાસે આવે છે.
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે શૂટિંગ દરમિયાન બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ ગર્ભવતી થઈ જતી હોય છે એટલું જ નહીં આ કલાકારોએ તેમની ગર્ભવતી હાલતમાં પણ તેમની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ લિસ્ટમાં ઘણી મોટી અભિનેત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યા રાય પણ આ યાદીમાં શામેલ છે. એશે તેના લગ્ન અને સેટ પર તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. એશ ફિલ્મ દરમિયાન ગર્ભવતી હતી જેના કારણે તેણે તે ફિલ્મ પણ છોડી હતી. ત્યાર બાદ આ ફિલ્મમાં કરીનાએ ફરીથી અભિનય કર્યો હતો.
  • જયા બચ્ચન
  • બોલીવુડની સૌથી અદભૂત ફિલ્મ્સમાંની એક 'શોલે' માં જયા બચ્ચને જબરદસ્ત ભૂમિકા ભજવી હતી. જયા બચ્ચન આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઈ હતી. જયા બચ્ચનની બેબી બમ્પ પણ આ ફિલ્મના શૂટિંગના એક સીનમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ આ ફિલ્મમાં કોઈ તેને પકડી શક્યું ન હતું.
  • જુહી ચાવલા
  • જૂહી ચાવલાને બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખવામાં આવે છે. 'ઝાંકર બીટ્સ' ફિલ્મના શૂટિંગ દરમિયાન જુહી ગર્ભવતી થઈ હતી. આ ફિલ્મમાં તે સગર્ભા સ્ત્રીની ભૂમિકા પણ નિભાવી રહી હતી જેથી લોકો તેમની સત્યતા જાણી શક્યા નહીં. જો કે જુહીની આ ફિલ્મ વધારે ચાલી શકી ન હતી તેથી લોકોનું તેમના પર દયાન દીધું નહતું.
  • શ્રીદેવી
  • આવું જ કંઇક શ્રીદેવી સાથે થયું. ફિલ્મ 'જુદાઇ' ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી ગર્ભવતી બની હતી. તે સમયે તે અભિનેત્રી જાન્હવી કપૂરને જન્મ આપવા જઇ રહી હતી. તે સમયે તેની ગર્ભાવસ્થાના સમાચારની જાણ થતાં જ મીડિયાએ ભારે હોબાળો મચાવ્યો હતો. હકીકતમાં જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેનું બોની કપૂર સાથે અફેર ચાલુ હતું બંનેના તે સમયે લગ્ન પણ થયા ન હતા. ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા પછી જ બંનેએ તે જ વર્ષે લગ્ન કર્યા.
  • કાજોલ
  • એક્ટ્રેસ કાજોલ વર્ષ 2010 માં બીજી વખત ગર્ભવતી બની હતી. તે સમયે કાજોલ કરણ જોહરની ફિલ્મ 'વી આર ફેમિલી'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. કાજોલને આ વિશેની જાણ થતાંની સાથે જ ફિલ્મના એક ગીતમાં શૂટિંગ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી કરણ જોહરને કાજોલ માટે ડાન્સ કોરિયોગ્રાફર પાસે થી સરળ સ્ટેપ કરાવીયા હતા જેથી તેને કોઈ મુશ્કેલી ન થાય. આ ફિલ્મના રિલીઝ થયાના ત્રણ દિવસ પછી કાજોલે યુગને જન્મ આપ્યો.

Post a Comment

0 Comments