હિન્દુ ધર્મને માને છે હોલીવુડના આ જાણીતા કલાકારો, આ ખૂબસૂરત અભિનેત્રી તો નવરાત્રીનું વ્રત પણ રાખે છે

  • હિન્દુ ધર્મને વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. વળી હિન્દુ ધર્મ એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. દુનિયાભરમાં હિન્દુ ધર્મમાં માનનારા સંખ્યાબંધ લોકો છે. હોલીવુડના કેટલાક પ્રખ્યાત સીતારાઓ પણ હિન્દુ ધર્મમાં વધારે રસ ધરાવે છે. ચાલો તમને એવા કેટલાક હોલીવુડ સ્ટાર્સ વિશે જણાવીએ જેઓ હિન્દુ ધર્મને અનુસરે છે.
  • જુલિયા રોબર્ટ્સ…
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે હોલીવુડની જાણીતી અભિનેત્રી જુલિયા રોબર્ટ્સે 2010 માં હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો. તેણે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કર્યો હતો. આ વાત તેણે પોતે જ જાહેર કરી હતી. તે હિન્દુ ધર્મ પ્રમાણે જ કામ કરે છે અને તેને હિન્દુ ધર્મમાં ગાંઢ રુચિ છે.
  • નવરાત્રીમાં તે માતાની પૂજા કરે છે અને તેના ઘરે કળશની સ્થાપના કરી ને નવ દિવસ સુધી વ્રત રાખે છે.
  • રસેલ બ્રાન્ડ…
  • રસેલ બ્રાન્ડ એક બ્રિટીશ અભિનેતા છે. તે બ્રિટન અને અમેરિકામાં ઇસ્કોન સંસ્થા સાથે સંકળાયેલ છે. તમને જણાવી દઈએ કે રસેલ બ્રાંડે પણ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. તેમણે ભારતની મુલાકાત દરમિયાન 2010 માં રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વમાં પ્રખ્યાત ગાયિકા કેટી પેરી સાથે હિન્દુ પરંપરા અને રીત રિવાજોની સાથે લગ્ન કર્યા હતા.
  • બ્રાન્ડ મંદિરો માં પણ ભગવાન શ્રી કૃષ્ણના ભજન ગાતા જોવા મળે છે. રસેલે કહ્યું છે કે હિન્દુ ધર્મ માણસના આત્માને મુક્તિનો માર્ગ બતાવે છે.
  • હ્યુ જેકમેન…
  • હ્યુ જેકમેને કહ્યું છે કે તેઓ હિન્દુઓના આદિ ગુરુ શંકરાચાર્ય અને મહેશ યોગીથી ખૂબ જ આકર્ષિત અને પ્રભાવિત છે. તમને જણાવી દઈએ કે હ્યુ જેકમેન ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલ છે જો કે આ દિવસોમાં તે હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા અને ઉપનિષદમાં શાંતિ માટેનો માર્ગ શોધી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તેની રુચિ વધી છે.
  • રોબર્ટ ડાઉની જુનિયર…
  • હોલીવુડના પ્રખ્યાત અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો પરંતુ તેમને હિન્દુ ધર્મમાં પણ ગાઢ રુચિ છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી ખૂબ આકર્ષિત અને પ્રભાવિત પણ છે. તમને જણાવી દઈએ કે તે ઇસ્કોન સાથે પણ સંકળાયેલ છે અને પોતાને રોબર્ટ ડાઉની જુનિયર તેને કહે છે 'જુબુ'. તમને જણાવી દઈએ કે રોબર્ટ ડાઉની જુનિયર આર્યન મેનની ભૂમિકાથી ખુબ પ્રખ્યાત થઈ ગયા છે.
  • માઇલી સાયરસ…
  • માઇલી સાયરસ હોલીવુડની દુનિયાના પ્રખ્યાત ગાયક છે. તે હિંદુ ધર્મનું પાલન કરે છે. તમને જણાવી દઈએ કે માઇલી સાયરસ તેના ઘરે લક્ષ્મી પૂજા પણ કરાવી ચુકી છે. તે હંમેશાં હિન્દુ ધર્મમાં રંગેલી રહે છે. તેને તેના કાંડા પર ઓમનું ટેટૂ પણ બનાવ્યુ છે. તેઓ હિન્દુ ધર્મથી ખૂબ આકર્ષિત અને પ્રભાવિત છે. હિન્દુ ધર્મમાં તેમની ગાઢ શ્રદ્ધા જોવા મળે છે.
  • કિમ્બરલી વ્યટ…
  • કિમ્બર્લી વ્યટ અમેરિકાની એક લોકપ્રિય સિંગર છે. અને તે ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે. કિમ્બરલી પણ હિન્દુ ધર્મથી ખુબ પ્રભાવિત છે. તેને તેના ગળા પર સંસ્કૃત ભાષા માં એક શ્લોકનું ટેટૂ પણ બનાવ્યુ છે. તેના ગળા પર "લોક સમર્થ સુખીનો ભવંતુ" લખેલું છે. હિન્દીમાં આ શ્લોકનો અર્થ એ થાય છે કે વિશ્વમાં મોજુદ બધા લોકોને ખુશ રહેવા દો.

Post a Comment

0 Comments