તમામ પ્રકારના મંગળ દોષ દૂર કરે છે વડનું મૂળ, જાણો તેને ક્યારે અને કેવી રીતે ધારણ કરવું જોઈએ

  • હિંદુ ધર્મમાં વડના ઝાડને પૂજનીય માનવામાં આવે છે. અમુક પ્રસંગોએ તેની વિશેષ પૂજા કરવામાં આવે છે. વડનું ફક્ત ઝાડ જ નહીં પરંતુ તેના મૂળનું પણ ખૂબ મહત્વ છે. એનાથી ગ્રહ શાંતિ જેવી શુભ વસ્તુઓ પણ કરી શકાય છે. આજે અમે તમને વડના ઝાડના મૂળથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. આ મૂળ ક્યારે અને કેમ રાખવામાં આવે છે તેની પણ ચર્ચા કરશુ.
  • 1. જો તમારી જન્મ કુંડળીમાં મંગળ દોષ છે તો બરગદના ઝાડના મૂળથી ઉકેલી શકો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બરગદના વૃક્ષ પર મંગળનું વર્ચસ્વ માનવામાં આવે છે. તેથી જો તમે મંગળ ગ્રહને શાંત કરવા માંગતા હો તો તમારે બરગદનું મૂળ ધારણ કરવું જોઈએ. તેનાથી મંગલ દોષ સાથે સંકળાયેલી બધી સમસ્યાઓ દૂર થશે.
  • 2. જો માંગલિક દોષના કારણે તમારા લગ્ન નથી થઈ શકતા તો બરગદના મૂળથી આ સમસ્યા ઉકેલી શકાય છે. તમે ફક્ત તેના મૂળ ધારણ કરો. આમ કરવાથી માંગલિક દોષ દૂર થશે અને જલ્દીથી તમારા લગ્ન થશે.
  • 3. જો તમે તમારા સપનાનો મહેલ બનાવવો ઇચ્છતા હોવ મકાન ખરીદવું હોય સંપત્તિમાં ભાગ લેવો હોય કે જમીન, મકાન, સંપત્તિને લગતું કોઈ પણ કામ વિના કોઈ અડચણ કરવું હોય તો બરગદના ઝાડનું મૂળ ધારણ કરો એ એક સારો ઉપાય છે. .
  • 4. બરગદના વૃક્ષનું લોકેટ ખૂબ ઉપયોગી વસ્તુ છે. તેને પહેરવાથી પ્રોપર્ટીના વ્યવસાય અને ખેતીમાં ઘણો ફાયદો થાય છે. તેમજ તેનાથી સંબંધિત અન્ય કાર્યોમાં પણ ફાયદો થાય છે.
  • 5.આ મૂળને પહેરવાથી દેવામાંથી મુક્તિ પણ મળે છે. તે કોઈ ને કોઈ રીતે તમારા માટે પૈસાનો જુગાડ કરે છે.
  • 6. તેના મૂળને પહેરવાથી મન કેન્દ્રિત રહે છે. તેનાથી તમને એક પ્રકારની માનસિક શાંતિ મળે છે. તમારા વિચારો શુદ્ધ બને છે. મનની એકાગ્રતા વધે છે.
  • બરગદના મૂળ ધારણ કરવાની રીત
  • બરગદના મૂળને બુધવારે, મંગળવારે અથવા મૃગશીરા, ચિત્રા અથવા ધનિષ્ઠ નક્ષત્રમાં જ પહેરવું જોઈએ. જ્યારે તમે તેને પહેરો તો એકવાર ગંગાજળ અને ગાયના કાચા દૂધથી ધોઈ લો. તેને તમે સફેદ કપડાંમાં બાંધીને કમરે અથવા હાથમાં બાંધી શકો છો. તેમજ તેને ચાંદીના લોકેટમાં મૂકીને પણ પહેરી શકાય છે. પહેરો તે પહેલાં તેની પૂજા કરવાનું ભૂલશો નહીં.

Post a Comment

0 Comments