ક્યારેય સાથે કામ નહીં કરી શકે બોલિવૂડના આ મોટા સ્ટાર્સ, ખૂબ જ અલગ અને ખાસ છે કારણ

 • ફિલ્મના પડદે ઘણી એવી જોડીઓ છે જેને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને તેને વારંવાર જોવા ચાહકોને ખૂબ ગમે છે. પરંતુ બીજી બાજુ એવા સ્ટાર્સ પણ ઇન્ડસ્ટ્રીમાં છે જે એકબીજા સાથે કામ ન કરવાની કસમો ખાઈને બેઠા છે. આજે એવા જ કેટલાક સ્ટાર્સ વિશે અમે તમને તેની પાછળના કારણ વિષે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ…
 • અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા
 • હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર એવા અભિનેતામાં શામિલ છે જેનું દિલ લગ્ન પછી પણ બીજી હસીના પર આવી ગયું હતું. અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા વચ્ચે નિકટતા સાથે કામ કરતી વખતે વધી હતી. પરણિત અક્ષય કુમારે સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા પર પોતાનું દિલ ગુમાવ્યું હતું. બંનેના સબંધમાં દરાર એ સમયે આવી જ્યારે બંનેના અફેરના સમાચાર ટ્વિંકલ ખન્નાને મળ્યા. આને કારણે અક્ષય પર પ્રિયંકા સાથે ટ્વિંકલે ફરીથી કામ ન કરવાનો પ્રતિબંધ મૂક્યો.
 • સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન
 • સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનનો સંબંધ એક સમયે ખૂબ ચર્ચામાં રહ્યો છે. બંનેની જોડી ચાહકોને વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં જોવા મળી હતી. આ ફિલ્મ દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા હતા. તે ત્રણ વર્ષ પછી વર્ષ 2002 માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
 • અજય દેવગન અને કંગના રનૌત
 • અજય દેવગણનું નામ પણ પરણિત હોવા છતાં કોઈ બીજી અભીનેત્રી ને પ્રેમ કરનાર અભિનેતાઓમાં શામેલ છે. અજય દેવગણનું નામ ઘણી અભીનેત્રીઓ સથે જોડાયેલું છે તેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રાનૌતનું નામ પણ શામિલ છે. 4 ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે કંગના અને અજય દેવગણ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને ત્યાર પછી આ સમાચાર કાજોલ સુધી પહોંચ્યા તો તેણે પોતાના પતિ અજય દેવગણને કંગના સાથે કામ ન કરવાનો અલ્ટીમેટમ આપ્યો હતો.
 • રિતિક રોશન અને કરીના કપૂર ખાન
 • સુપરસ્ટાર રિતિક રોશન અને કરીના કપૂર ખાને બોલીવુડમાં એક જ સમયે પગ મૂક્યો હતો. જો કરીનાએ એક ભૂલ ન કરી હોત તો બંનેની શરૂઆત એક જ ફિલ્મથી હોત. ખરેખર રિતિકની પહેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' સૌ પ્રથમ કરિના દ્વારા સાઇન કરવામાં આવી હતી જોકે તેણે થોડા દિવસોના શૂટિંગ પછી ફિલ્મ છોડી દીધું હતું. એવામાં રિતિકે કરીના સાથે કદી કામ નહીં કરવાની કસમ લીધી હતી. પરંતુ આગળ જતા બંને એક સાથે ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં જોવા મળ્યા હતા. જોકે આ પછી બંનેએ ક્યારેય સાથે કામ ન કર્યું.
 • શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા
 • અક્ષય કુમાર અને અજય દેવગનની જેમ જ શાહરૂખ ખાનનું દિલ પણ પરણિત હોવા છતાં પણ બીજી હસીના પર આવી ગયું હતું. સાથે કામ કરતી વખતે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા નજીક આવવા લાગ્યા હતા. ડોન ફિલ્મ દરમિયાન બંને વચ્ચે કાઈક પાકતું હતું. ખરેખર પોતાના પરિવારને જોઈ શાહરૂખ પાછળ હટી ગયો અને પછી બંને સ્ટાર્સે સાથે કામ ન કર્યું.
 • અમિતાભ બચ્ચન અને રેખા
 • મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને સદાબહાર અભિનેત્રી રેખાએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને છેલ્લે ફિલ્મ પડદા પર સાથે વર્ષ 1981 માં આવેલી ફિલ્મ 'સિલસિલા'માં જોવા મળ્યાં હતાં. પરણિત હોવા છતાં બિગ બી રેખાના પ્રેમમાં પડ્યા હતા. આ સંબંધની ખબર જ્યારે જયા બચ્ચનને મળી ત્યારે તેણે સમજદારીપૂર્વક કામ કારીને આ મામલો સંભાળ્યો. 1981 પછીથી અત્યાર સુધી રેખા અને બિગ બીએ સાથે મળીને કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી.
 • રણબીર કપૂર અને સોનાક્ષી સિંહા
 • રણબીર કપૂરનું માનવું છે કે સોનાક્ષી તેના લુકને કારણે ઉંમરમાં તેનાથી મોટી લાગે છે. એવામાં રણબીર સોનાક્ષી સાથે પોતાની જોડી નથી બનાવા માંગતો.

Post a Comment

0 Comments