મુકેશ અંબાણીના દીકરાઓથી સાવ જુદા છે અનિલ અંબાણીના પુત્ર, લાઈમલાઈટથી દૂર જીવે છે આવી જિંદગી

  • ધીરુભાઇ અંબાણી અને કોકિલાબેનને બે પુત્રો છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એક તરફ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક અને સફળ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે તો બીજી તરફ અનિલ અંબાણી આજકાલ તેમના આર્થિક સંકટને લઇને ચર્ચામાં છે. અનિલ અંબાણીએ વર્ષ 1991 માં બોલિવૂડ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે બાળકો થયા. મોટો પુત્ર જય અનમોલ અને નાનો પુત્ર જય અંશુલ.
  • મુકેશ અંબાણી અને તેના બાળકો ઘણીવાર લાઈમ લાઈટમાં રહે છે. તેથી જ દરેક તેમને જાણે છે. પરંતુ અનિલ અંબાણીના બંને દીકરાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે અનિલ અંબાણીના બંને દીકરાઓને લગતી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
  • વિદેશમાં અભ્યાસ: અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલનો શરૂઆતનો અભ્યાસ જોન કેનન સ્કૂલ મુંબઈમાંથી કર્યો હતો. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે યુ.કે. જતાં રહ્યા હતા .અહીં તેણે વારવિક બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી મેળવી. તે જ સમયે અનિલના નાના છોકરા અંશુલે બીજનેસ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ લીધો છે. આ કોર્સ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાથી કર્યો છે.
  • મોટા દીકરાને લાઈમલાઈટ પસંદ નથી: અનિલ અંબાણીનો મોટો પુત્ર જય અનમોલ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કેમેરામાં આવવું ગમતું નથી. ખરેખર તે શરમાળ સ્વભાવના છે. તેઓ અન્ય લોકો સામે ખુલતા નથી. તે પરિવારને ખૂબ પસંદ કરે છે. તેમની સાથે સમય પસાર કરવો ગમે છે.
  • દાદી અને કાકા સાથે સંબંધ: પોતાના કાકા મુકેશ અંબાણી સાથે જય અનમોલના સારા સબંધો છે. આ સિવાય તે તેની દાદી કોકિલાબેનની ખૂબ નજીકની હોવાનું કહેવાય છે. આટલું જ નહીં તેમના પિતરાઇ ભાઈ આકાશ, ઈશા અને અનંત સાથે પણ સારા સંબંધો છે. એકંદરે અનિલ અંબાણીનો મોટો દીકરો એક પારિવારિક માણસ છે.
  • નાનો દીકરો પાર્ટી કરવાનું પસંદ કરે છે: અનિલ અંબાણીનો નાનો પુત્ર જય અંશુલ તેમના મોટા ભાઇથી એકદમ વિરુદ્ધ છે. તેને તેના કઝિન સાથે પાર્ટી કરવાનું પસંદ છે. તેમ છતાં તે ધાર્મિક વૃત્તિનો માનવી પણ છે. તેથી તેને ભગવાનમાં પણ ખૂબ રસ છે.
  • લક્ઝરી લાઇફ સ્ટાઈલ: જ્યારે લાઈફસ્ટાઈલની વાત આવે છે અનમોલ અને અંશુલ બંનેને લક્ઝરી કારનો શોખ છે. તેમના સંગ્રહમાં રોલ્સ રોયસ ફેન્ટમથી લઈને લેમ્બોર્ગિની, ગેલાર્ડો સુધીની કાર જોવા મળે છે. આટલું જ નહીં અંશુલને વિમાન સંગ્રહનો પણ શોખ છે.
  • મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર અંશુલ પાસે બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ પ્લેનથી લઈને બેલ 412 હેલિકોપ્ટર, ફાલ્કન 2000 અને ફાલ્કન 7 એક્સ જેટ સુધીના પ્રાઈવેટ જેટ છે. તેઓ હંમેશા આના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે તેમણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ કામ કર્યું છે.

Post a Comment

0 Comments