સૌરવ ગાંગુલીની સાથે જોડાઈ ચૂક્યું છે આ અભિનેત્રીનું નામ, દાદાની પત્નીએ ગુસ્સામાં ભર્યું હતું આ પગલું

  • ક્રિકેટ અને બોલિવૂડનું જૂનું બંધન છે. નવાબ પટૌડીથી લઈને વિરાટ કોહલી, ઝહીર ખાન, યુવરાજ સિંહ અને હરભજન સિંઘ. ઘણા એવા ક્રિકેટરો છે જેમણે તેમના સમયની સૌથી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. આજે આ લેખમાં અમે તમને આવા જ એક ક્રિકેટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ તેમના સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી નગ્મા સાથે સંકળાયેલું છે.
  • અમે ક્રિકેટર સૌરભ ગાંગુલીની વાત કરી રહ્યા છીએ જેના અભિનેત્રી નગ્મા સાથેના અફેરની ચર્ચા 2000 માં પૂરજોશમાં હતી. મીડિયા અહેવાલો અનુસાર 2003 માં દાદાનું પર્ફોમન્સ ખુબ કથળી ગયું હતું.
  • એવું કહેવામાં આવતું હતું કે દાદાના નબળા પર્ફોમન્સનું કારણ નગમા સિવાય બીજું કંઈ નહોતું. એવા અહેવાલો હતા કે અભિનેત્રી નગ્મા ક્રિકેટર સૌરભ ગાંગુલી સાથે લગ્ન કરવા માંગતી હતી.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે સૌરભ ગાંગુલીની પત્ની ડોના રોયને સૌરભ અને નગ્માના અફેરની ખબર પડી ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ.
  • હદ તો ત્યારે થઇ ગઈ હતી જ્યારે ડોનાએ એક વખત ગુસ્સે થઈ અને નગ્મા પર હાથ ઉપાડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ક્રિકેટમાં બગડતા પ્રદર્શન અને ઘરમાં વધતા વિખવાદને કારણે દાદા અને નગ્મા વચ્ચે બ્રેકઅપ થયું હતું.

Post a Comment

0 Comments