સ્વપ્નમાં ભગવાનને જોવાથી જોડાયેલા હોય છે આ સંકેત, તેને ભૂલીને પણ ન કરો અવગણના નહીં તો

 • આપણને લોકોને જે સ્વપ્ન આવે છે તે આપણા જીવનમાં બનતી ઘટનાઓથી સંબંધિત હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં જોવામાં આવતી વસ્તુઓ કેટલીકવાર ભવિષ્યમાં બનતી ઘટનાઓનો સંકેત પણ આપે છે. તેથી જ્યારે પણ તમને કોઈ સ્વપ્ન આવે તો તેને તમે અવગણશો નહીં અને તે સ્વપ્નનો અર્થ શું છે તે સમજવાનો પ્રયાસ કરો. સ્વપ્નમાં આવતી વસ્તુઓ આપણને શું સૂચવે છે તેની જાણકારી ઘણા ઓછા લોકોને હોય છે. જેના કારણે ઘણા લોકો સ્વપ્નનો અર્થ સમજી શકતા નથી.
 • સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં જોવામાં આવતી વસ્તુઓનો સંબંધ કોઈ ને કોઈ વસ્તુ સાથે હોય છે. જેમ કે સ્વપ્નમાં જો વિમાન દેખાય તો તેને કોઈ યાત્રાનો સંકેત માનવામાં આવે છે. સ્વપ્નમાં ગાયનું દેખાવું શુભ સંકેત આપે છે અને આનો અર્થ જીવનમાં ખુશી આવવાનો છે. આ જ રીતે ઘણી વખત લોકોને ભગવાન સંબંધિત સ્વપ્ન પણ આવે છે જેનો અર્થ આ રીતે થાય છે.
 • જે લોકોને સ્વપ્નમાં ભગવાન દેખાય છે તેનો અર્થ છે કે તેમના પર ભગવાનની કૃપા હોય છે. ભગવાનને જોવાની સાથે જો સ્વપ્નમાં પ્રકાશ પણ દેખાય તો સમજો કે મુશ્કેલ સમય પસાર થઈ રહ્યો છે અને આ સારા સમયની નિશાની છે. ભગવાન તેમના દ્વારા તમને એ કહેવા માંગે છે કે તમારા જીવનમાં સારો સમય શરૂ થવાનો છે તમે ફક્ત આશા ગુમાવશો નહીં.
 • ઘણી વાર આપણે જીવનથી નિરાશ થઈ જઈએ છીએ અને આપણે સમજી શકતા નથી કે આપણે જે કરી રહ્યા છીએ તે સાચું છે કે નહીં. આવી સ્થિતિમાં જો સ્વપ્નમાં ભગવાન દેખાય. તો સમજો કે ભગવાન તમારી સાથે છે અને તે તમને ભક્તિના માર્ગે ચાલવાનો સંકલ્પ આપી રહ્યાં છે. સ્વપ્નમાં ભગવાનનું આગમન એ માર્ગ બતાવવાની નિશાની હોઈ શકે છે.
 • ભગવાનનું સ્વપ્નમાં આવવું એ જુદા જુદા અર્થો સાથે સંકળાયેલ છે અને ભગવાનના દેખાવાનો અર્થ શું છે એ પોતાના પર પણ નિર્ભર કરે છે કે તમે ભગવાનને ક્યાં જુઓ છો. જો તમને ઘણા મંદિરો દેખાય છે જેમાં ભગવાનની મૂર્તિ છે તો તેનો અર્થ છે કે તમે તમારા જીવનમાં સારો સમય પસાર કરી રહ્યાં છો. ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે.
 • જો તમે તમારી ઑફિસ કે શાળામાં ભગવાનને જોશો તો તેનો અર્થ છે કે તમને તમારા જીવનમાં પ્રગતિ મળવાની છે. તમે માત્ર સખત મહેનત કરતા રહો. ભગવાન તમારી સાથે છે.
 • જો તમને સ્વપ્નમાં ભગવાન કોઈ સલાહ આપી રહ્યા છે તો તેનો અર્થ છે કે તે તમને કહેવા માંગે છે કે તમે તમારા દિલની વાત સાંભળો અને જે તમને યોગ્ય લાગે છે તેમ તમે કરો.
 • સ્વપ્નમાં ભગવાનનું આવવું હંમેશા હકારાત્મક સંકેત હોતું નથી. જો સ્વપ્નમાં ભગવાન કંઇક વસ્તુ તમને કરવાથી રોકી રહ્યા છે તો તેનો અર્થ છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો. જે તમને આગળ જતા નુકસાન પહોંચાડી શકે છે.
 • જરૂરી નથી કે સ્વપ્નમાં તમને ભગવાન જ દેખાય. ઘણી વખત સ્વપ્નમાં ભગવાનને લગતી વસ્તુઓ પણ જોવા મળે છે.સ્વપ્નમાં શંખનું દેખાવું શુભ માનવામાં આવે છે. એ જ રીતે જ સ્વપ્નમાં સળગતી જ્યોત જોવા મળે તો તે જીવન પ્રકાશિત થવાની નિશાની છે.
 • જે લોકો સ્વપ્નમાં મા લક્ષ્મીને જુએ છે તે લોકોને ધન લાભ થાય છે અને મા ઘરમાં વાસ કરે છે. એ જ રીતે કમળનું ફૂલ સ્વપ્નમાં દેખાવું પણ આર્થિક સ્થિતિ મજબૂત હોવાનું સંકેત માનવામાં આવે છે. ખરેખર કમળના ફૂલને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો સ્વપ્નમાં માં લક્ષ્મી ગુસ્સે દેખાય અથવા સરખા નો દેખાય તો તેનો અર્થ છે કે તમને ધન લાભ મળવાનું છે.
 • સ્વપ્નમાં ગણેશ ભગવાનનું આગમન કોઈ શુભ કાર્યની નિશાની માનવામાં આવે છે. તેનો અર્થ એ પણ છે કે તમારા જલ્દી લગ્ન થવાના છે.
 • સ્વપ્નમાં ભોજન જોવાનો અર્થ છે કે મા અન્નપૂર્ણાના આશીર્વાદ તમારા પર છે અને ઘરમાં અનાજની અછત ક્યારેય નહીં આવે. તે જ અનાજ જો પડતું જોવામાં આવે તો એ સારો સંકેત નથી.
 • સ્વપ્નમાં કાળી વસ્તુનું દેખાવું શનિ ગ્રહ સાથે જોડાયેલ સંકેત આપે છે. જો તમે કોઈને કાળી વસ્તુ દાન કરી રહ્યા છો તો તેનો અર્થ છે કે તમારા પર શનિગ્રહની મહેરબાની છે. જો કોઈ તમને કાળી વસ્તુ આપે તો તે સાંઢેસાતી શરૂ થવાનું સંકેત માનવામાં આવે છે.

Post a Comment

0 Comments