આ છે ભારતના 7 સૌથી ધનિક ક્રિકેટર્સ, તેમ છતાં તેઓએ કરવી પડે છે સરકારી નોકરી, જાણો કેમ?

 • ભારતના ક્રિકેટર અને ક્રિકેટ એસોસિએશનને વિશ્વનું સૌથી ધનિક માનવામાં આવે છે. ક્રિકેટની જેટલી લોકપ્રિયતા આપણા દેશમા છે તે લગભગ કોઈક જ દેશમાં જોવા મળે છે. આ જ કારણ છે કે ક્રિકેટરો પાસે પણ ખૂબ પૈસા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી સંપત્તિ હોવા છતાં કેટલાક ક્રિકેટરો સરકારી નોકરી પણ કરે છે. ખરેખર તે તેના જુસ્સાને કારણે સરકારી વિભાગ સાથે જોડાયેલ છે. ચાલો વાત કરીએ આવા જ ખેલાડીઓ વિશે.
 • મહેન્દ્રસિંહ ધોની
 • ટીમ ઈન્ડિયાના પૂર્વ અને સૌથી સફળ કેપ્ટન એમ.એસ. ધોની તેની સમજદારી અને રમત માટે જાણીતા છે. 2015 માં ધોનીને ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. ધોની ભારતીય સૈન્યના સૈનિકો સાથે સમય પણ વિતાવે છે અને આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના ફોટા ખૂબ વાયરલ થયા છે.

 • સચિન તેંડુલકર
 • ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ક્રિકેટ જગતના ભગવાન માનવામાં આવે છે. જણાવી દઈએ કે સચિનને તેની સફળતા માટે ભારતીય વાયુ સેના દ્વારા સન્માનિત કરવામાં અવ્યા હતા અને વર્ષ 2010 માં સચિનને ​​ભારતીય વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા.
 • હરભજનસિંહ
 • ભારતીય ટીમના ફોરમર સ્પિન બોલરોમાં હરભજનનું વિશેષ સ્થાન છે. રસપ્રદ વાત એ છે કે હરભજને ટેસ્ટમાં 700 થી વધુ વિકેટ લીધી છે અને તેને આ યોગદાન માટે પંજાબ પોલીસમાં ડીએસપી પદથી નવાજવામાં આવ્યા હતા.
 • કપિલ દેવ
 • દિગ્ગજ ખેલાડી કપિલ દેવ ભારતના એ કેપ્ટન હતા જેમણે ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો. તેને 2008 માં ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલના પદની જવાબદારી સોંપવામાં આવી. આ ઉપરાંત તેમના સન્માનમાં 2019 માં કપિલ દેવને હરિયાણા સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ નિમણૂક કર્યા હતા.

 • ઉમેશ યાદવ
 • ઉમેશ યાદવે ભારતીય ટીમને ઝડપી બોલર તરીકે ઘણી સિધ્ધિઓ હાંસલ કરાવી છે. ઉમેશ પોલીસ અને સેનામાં નોકરી કરવા માંગતા હતા. પરંતુ તેને સરકારી નોકરી 2017 ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પછી મળી. તેમને ભારતીય રિઝર્વ બેંકમાં સહાયક મેનેજરનું પદ આપવામાં આવ્યું હતું.
 • જોગિન્દર શર્મા
 • ભારતીય ટીમના બોલર જોગીન્દર શર્મા તેની કુશળતા માટે જાણીતા છે. ભલે ઘણા લાંબા સમયથી તેને ટીમમાં સ્થાન ન મળ્યું હોવા છતાં હવે જોગિંદર હરિયાણા પોલીસમાં ડીસીપીના પદ પર મુકાયા છે.
 • યુઝવેન્દ્ર ચહલ
 • ચહલ બાકીના કરતા ઘણા નાના ખેલાડી છે. તે મર્યાદિત ઓવરમાં જડપી સ્પિનર ​​તરીકે તે દરેકની પ્રથમ પસંદગી છે. ક્રિકેટરની મહેનતને કારણે ચહલને ઇન્કમ ટેક્સ વિભાગમાં નિરીક્ષક પદની જવાબદારી સોંપવામાં આવી છે.

Post a Comment

0 Comments