ફક્ત સલમાન ખાન જ નહીં આ 7 પ્રખ્યાત અભિનેતા પણ છે હજી કુંવારા, કોઈની ઉંમર 46 છે તો કોઈની 48 વર્ષ

 • હિન્દી સિનેમામાં ફિલ્મ સ્ટાર્સના અફેરની ચર્ચા થવી સામાન્ય છે. બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમના એક કરતા વધારે અફેર હોવા છતાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ સ્ટાર્સે ક્યારેય લગ્ન કર્યા નથી. આજે આ લેખમાં અમે તમને બોલિવૂડના એવાજ કેટલાક કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની ઉંમર 44 વર્ષથી વધુ છે પરંતુ તેઓએ હજુ સુધી લગ્નનો લાડુ ચાખ્યો નથી.
 • ઉદય ચોપરા…
 • ઉદય ચોપરા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. તે ધૂમ અને મોહબ્બતે જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ઉદય ચોપડા જાણીતી અભિનેત્રી રાની મુખર્જીના દેવર છે. ઉદય અત્યારે 48 વર્ષનો છે અને છતાં પણ તે હજી કુંવારો છે. તેમનું નામ સૌ પ્રથમ તનીષા મુખર્જી સાથે લેવામાં આવ્યું હતું જોકે તેમના બંનેના સંબંધો ખૂબ જલ્દી સમાપ્ત થઈ ગયા હતા. આ પછી તેનું નામ નરગિસ ફકરી સાથે જોડાયુ હતું. પરંતુ ટૂંક સમયમાં આ જોડી પણ અલગ થઈ ગઈ.
 • અક્ષય ખન્ના…
 • જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હજી બેચલર છે. 46 વર્ષીય અક્ષય ખન્નાએ પણ હજી લગ્ન કર્યા નથી. તે એક વખત 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરને તેની દુલ્હન બનાવવા માંગતો હતો પરંતુ આવું થઈ શક્યું નહીં. બાદમાં અક્ષયનું નામ બોલીવુડની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક એશ્વર્યા રાય બચ્ચન સાથે પણ જોડાયુ હતું. જો કે કંઇ થયું નથી. આ સાથે જ તારા શર્મા, રિયા સેન અને નેહા સાથે અક્ષયના લિન્કઅપ થયાના સમાચાર પણ આવ્યા છે.
 • રણદીપ હૂડા…
 • પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ જીતનાર અભિનેતા રણદીપ હૂડા પણ લગ્ન કરવા માંગતા નથી. 44 વર્ષીય રણદીપનું નામ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે જોડાયુ હતું. તેમનો નીતુચંદ્ર સાથે ત્રણ વર્ષ સુધી સંબંધ પણ હતો. તે જ સમયે અદિતિ રાવ હૈદરી અને રણદીપનું નામ પણ સાથે લેવામાં આવ્યુ છે જોકે રણદીપ હજી બેચલર છે.
 • અભય દેઓલ…
 • દેઓલ પરિવાર સાથે સંબંધ ધરાવતા અભય દેઓલ 44 વર્ષના છે અને લાગે છે કે તેમને લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. અભય દેઓલે પહેલા ઘણા વર્ષો પ્રીતિ દેસાઇને ડેટ કરી હતી. જ્યારે બંનેનો 4 વર્ષ પછી આ સંબંધ સમાપ્ત થયો ત્યારે અભય સેલિબ્રિટી મેનેજર અને કલાકાર સરીના મમીકની નજીક આવી ગયો. મળતી માહિતી મુજબ હાલમાં બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે અભય કોની સાથે અને ક્યારે લગ્ન કરે છે.
 • સંજીવ કુમાર…
 • ભૂતપૂર્વ અભિનેતા સંજીવ કુમારે ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. સુપરહિટ ફિલ્મ 'શોલે' માં ઠાકુરની ભૂમિકા ભજવનાર સંજીવ કુમાર આજીવન બેચલર હતા. સંજીવકુમારે હેમા માલિનીને દિલ આપી ચુક્યા હતા અને તેમને પોતાનો પ્રેમ પ્રસ્તાવ પણ મુક્યો હતો પરંતુ હેમાએ સંજીવના પ્રેમ પ્રસ્તાવને નકારી દીધો હતો. આવી સ્થિતિમાં સંજીવ કુમારે બેચલર રહેવાનું નક્કી કર્યું હતું. તેમનું નામ મૌશુમિ ચેટરજી અને સુલક્ષણ પંડિત સાથે પણ જોડાયું હતું.
 • ડીનો મોરિયા…
 • ડીનો તેના દેખાવને કારણે એક સમયમાં ખુબ પ્રખ્યાત થઈ ગયો હતો. તેનું નામ અભિનેત્રી બિપાશા બાસુ તેમજ ઘણી છોકરીઓ સાથે જોડાયું છે. જોકે તે 45 વર્ષની ઉંમરે પણ બેચલર છે.
 • સલમાન ખાન…
 • સલમાન ખાનને કુંવારનો કેપ્ટાન કહેવામાં આવે તો કોઈને આશ્ચર્ય થશે નહીં. લગભગ સલમાન ખાન સાથેના દરેક સ્ટારે લગ્ન કરી લીધા છે અને બાળકો પણ છે પરંતુ 55 વર્ષની ઉંમરે પણ સલમાન ખાન બેચલર છે. સોમી અલી, સંગીતા બિજલાની, એશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ તેની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે પરંતુ સલમાને કોઈ સાથે લગ્ન કર્યા ન હતા. ઘણીવાર સલમાનની કમજોરી ચર્ચાનો વિષય બની રહે છે. મળતી માહિતી મુજબ સલમાન ઘણા દિવસોથી વિદેશી સુંદરી ઈયોલિયા વેન્તુરને ડેટ કરી રહ્યો છે. પરંતુ ચાહકોએ હવે એવી આશા છોડી દીધી છે કે સલમાન ખાન લગ્ન કરશે.

Post a Comment

0 Comments