જો ઇચ્છતા હોય સુખ અને શાંતિથી ભરેલું જીવન, તો આ 6 જગ્યાએ પહેરીને ન જાઓ જૂતા અને ચપ્પલ

  • હિન્દુ ધર્મમાં પવિત્ર સ્થળોએ પગરખાં અથવા ચપ્પલ પહેરવાનું વર્જિત માનવામાં આવે છે અને આ જ કારણ છે જ્યારે પણ આપણે કોઈ પવિત્ર સ્થાને જઈએ છીએ. તો સૌથી પહેલા આપણાં જૂતા અને ચંપલ કાઢીએ છીએ અને ત્યાર પછી જ પ્રવેશ કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્રમાં પવિત્ર સ્થાનો ઉપરાંત આવા ઘણા સ્થળોનો ઉલ્લેખ છે. જયા ચપ્પલ પહેરીને જવાથી દોષ લાગે છે. તેથી જ્યારે પણ તમે નીચે જણાવેલ સ્થાન પર જાઓ ત્યારે તમારા પગરખાં અને ચપ્પલ ઉતારો અને ખુલ્લા પગે જ અહી પ્રવેશ કરો.
  • આ સ્થળોએ પહેરશો નહીં પગરખાં અને ચંપલ
  • તિજોરીની નજીક
  • તિજોરી ખોલતી વખતે તમારા પગરખાં અને ચંપલને કાઢી નાખો. ક્યારેય પણ તેને પહેરીને તિજોરી ખોલો નહીં અથવા તિજોરી પાસે ન જશો. શાસ્ત્રો અનુસાર તિજોરીની અંદર ધનની દેવી લક્ષ્મી બિરાજમાન રહે છે. આવી સ્થિતિમાં ચપ્પલ અને પગરખાં પહેરીને તિજોરી પાસે જઈએ તો મા ગુસ્સે થાય છે અને ઘરમાં પૈસાની અછત થવા લાગે છે. તેથી તિજોરીમાં કંઈપણ વસ્તુ મુક્ત કે કાઢતા પહેલાં તમારા પગરખાં અને ચંપલને કાઢી નાખો. જેથી આર્થિક તંગીનો સામનો કરવો ન પડે.
  • પવિત્ર નદી
  • જ્યારે પણ કોઈ પવિત્ર નદી પર જાઓ છો ત્યારે પગરખાં અને ચપ્પલ ઉતારીને જ જાઓ કહેવામાં આવે છે કે જે લોકો પવિત્ર નદીની નજીક પગરખાં ચપ્પલ પહેરીને જાય છે. તેમના જીવનમાંથી સુખ અને શાંતિ દૂર થાય છે. ઘરમાં હંમેશા ઝઘડાનું વાતાવરણ રહે છે. તેથી તમે આ ભૂલ ન કરો અને આ વસ્તુની કાળજી લો.
  • પૂજા ઘર અથવા મંદિર
  • મંદિર ભગવાનનું ઘર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેય જૂતા અને ચપ્પલ પહેરીને મંદિરમાં પ્રવેશવું ન જોઈએ. માનવામાં આવે છે કે જૂતા અને ચપ્પલ પહેરીને તેની અંદર પ્રવેશ કરવાથી ભગવાન અને દેવીઓ નારાજ થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ શરૂ થાય છે.
  • ધાર્મિક ગ્રંથ
  • જ્યારે પણ તમે કોઈ ધાર્મિક ગ્રંથને સ્પર્શ કરો તો એ વાતનું ધ્યાન રાખો કે તમારા પગમાં પગરખાં અને ચપ્પલ હોય નહી. પગરખાં અને ચપ્પલ પહેરીને ધાર્મિક પુસ્તક ઉપાડવાનું પાપ સમાન માનવામાં આવે છે. તેવી જ રીતે હમેંશા ખુલ્લા પગે જ ભગવાનની મૂર્તિને સ્પર્શ કરો.
  • ભંડાર ઘરમાં
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય પણ ભંડાર ઘરમાં પગરખાં અને ચપ્પલ પહેરીને ન જાવ. ખરેખર ભંડાર ઘરમાં અનાજ સ્ટોર રાખવામાં આવે છે અને આવી સ્થિતિમાં જો તમે પગરખાં અથવા ચપ્પલ પહેરીને અહીં જાવ તેથી અન્નપૂર્ણા મા ગુસ્સે થાય છે. અન્નપૂર્ણા માતાની નારાજગીને લીધે ઘરમાં અનાજની અછત આવે છે. તેથી જ્યારે પણ તમે ભંડાર ઘરમાં પ્રવેશ કરો ત્યારે પગરખાં અને ચંપલ બહાર જ ઉતારશો.
  • ભંડાર ઘર સિવાય રસોડામાં પણ હંમેશાં ઉઘાડા પગે જવું જોઈએ. રસોડામાં ચપ્પલ અને પગરખાં પહેરવાથી વાસ્તુ દોષ થાય છે અને પરિવારનું સ્વાસ્થ્ય નબળું રહે છે.

Post a Comment

0 Comments