જમ્મુમાં બનાવવામાં આવશે ભવ્ય તિરૂપતિ મંદિર, રાજ્ય સરકારે ફાળવી 62 એકર જમીન

  • જમ્મુ-કાશ્મીરમાં તિરૂપતિ મંદિર ટૂંક સમયમાં બનાવવામાં આવશે અને આ મંદિર બનાવવા માટે 40 વર્ષથી લીઝ પર જમીન આપવામાં આવી છે. આ મંદિર ભવ્ય રીતે બનાવવામાં આવશે અને તેનું નિર્માણ તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ કરશે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર વહીવટી પરિષદે જમ્મુના એક ગામમાં 62.02 એકર જમીન મંદિરના નિર્માણ માટે તિરુમાલા તિરૂપતિ દેવસ્થનમને ફાળવી છે. આ જમીન તેમને 40 વર્ષના લીઝ પર આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશના તિરુમાલામાં બનેલ ભગવાન વેંકટેશ્વર મંદિરનું સંચાલન તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે અને હવે તેઓ જમ્મુ-કાશ્મીરમાં પણ એક બીજું ભવ્ય તિરૂપતિ મંદિર બનાવશે. ભગવાન વેંકટેશ્વરના મંદિર માટે તેમને આપેલી જમીન જમ્મુથી આઠ કિલોમીટર દૂર મજિન ગામની નજીક છે. રાજ્યના નાયબ રાજ્યપાલની અધ્યક્ષતાવાળી કાઉન્સિલે શ્રીનગર-પઠાણકોટ હાઇવે નજીક સિધારા બાયપાસ પર મંદિર નિર્માણ અને સંબંધિત વસ્તુઓ માટે આ જમીન તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમને ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
  • આ દરખાસ્તને મંજૂરી આપતી વખતે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેના પરિસરમાં શૈક્ષણિક અને તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
  • સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભક્તોની સુવિધા માટે આશરે 25 હેક્ટરની જમીનમાં એક કેમ્પસ, 'વેદપાઠશાળા, આધ્યાત્મિક યોગ કેન્દ્ર, એક ઓફિસ, રહેણાંક સંકુલ અને પાર્કિંગ બનાવવામાં આવશે. મંદિરના નિર્માણથી જમ્મુમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે.
  • આ બે શરતો રાખવામાં આવી છે
  • જો કે આ મંદિરના નિર્માણને લગતી કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેનું અનુસરણ તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ દ્વારા કરવું પડશે. નિર્ધારિત શરતો અનુસાર તેઓએ દર વર્ષે કેનાલ દીઠ 10 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે. જમીનનો હેતુ ફક્ત તે હેતુ માટે થઈ શકે છે જેના માટે ફાળવણી કરવામાં આવી છે.
  • નોંધપાત્ર વાત એ છે કે આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરની લાખો લોકો મુલાકાત લે છે અને દરરોજ કરોડોનો તકો આવે છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા વેંકટેશ્વરના રૂપમાં કરવામાં આવે છે.

Post a Comment

0 Comments