વાસ્તુ ટીપ્સ: ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ક્યારેય નથી થતી પૈસાની તંગી

  • જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહે તો વાસ્તુથી સંબંધિત આ નિયમોનું પાલન કરો.
  • ઘણા લોકો વિચારે છે કે વાસ્તુ શાસ્ત્રનો અર્થ દિશા જ્ઞાન એટલે કે કઈ વસ્તુને કઈ દિશામાં રાખવી જોઈએ તેના વિશે જ છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે જો વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ વસ્તુઓ જો યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તમારા જીવનમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. બીજી બાજુ જો વાસ્તુના નિયમોની અવગણના કરવામાં આવે તો ઘણી વખતે પૈસાની ખોટ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે ઘરમાં કઈ વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને બરકત બની રહે છે.
  • ઘડો અથવા જગને ઉત્તર દિશામાં રાખો
  • જો પાણીથી ભરેલું ઘડો અથવા જગ ઘરની ઉત્તર દિશામાં રાખવામાં આવે તો તમારા ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નહીં આવે. પરંતુ હંમેશાં ધ્યાનમાં રાખો કે ઘડામાં પાણી હોવું જોઈએ અને ઘડો ક્યારેય પણ ખાલી ન રહેવો જોઈએ.
  • મંદિરમાં મોરના પીંછા રાખો
  • ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછા પ્રિય છે અને તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા તેમજ બરકત આવે છે. તેથી જો તમે તમારા પૂજા ગૃહમાં મોરનાં પીંછા મુકો છો તો તે તમારા માટે વધારે શુભ અને લાભદાયક બની શકે છે.
  • ધાતુની માછલી અથવા કાચબો
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ધાતુથી બનેલ માછલી અથવા કાચબાને રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરની બધી પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. ઘરે લક્ષ્મીનું આગમન થતાં બરકત જાતે જ આવવા લાગે છે.
  • ઘરે રાખો ગણેશજીની મૂર્તિ
  • તમારા પૂજાગૃહમાં ગણેશની મૂર્તિ અથવા પ્રતિમા અવશ્ય હશે. પરંતુ જો તમે તમારા ઘરે નૃત્ય કરતા ગણપતિની મૂર્તિ અથવા તસવીર રાખો તો તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલ પર નૃત્ય કરતા ગણેશજીનો ફોટો રાખો. આનથી પણ ઘરમાં બરકત લાવે છે.
  • ઘરમાં રાખો શ્રીયંત્રને
  • વાસ્તુ શાસ્ત્રમાં શ્રીયંત્ર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ઘરે શ્રીયંત્રની પૂજા કરવાથી પણ ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. શ્રીયંત્ર જીવનને લગતી બધી સમસ્યાઓ હલ કરવામાં પણ મદદ કરે છે.

Post a Comment

0 Comments