ડવેન જોનશને 208 કરોડ રૂપિયામાં ખરીદ્યું નવું મકાન, જેમાં છ બેડરૂમ અને ટેનિસ કોર્ટનો પણ છે સમાવેશ, જુઓ ઘરની અંદરની તસવીરો

  • અભિનેતા અને ડબ્લ્યુડબ્લ્યુઇ ચેમ્પિયન ડવેન જોનશને એટલે કે ધ રોકે તાજેતરમાં 27.8 મિલિયન ડોલર એટલે કે 208 કરોડ રૂપિયામાં નવું મકાન ખરીદ્યું.
  • આ મકાન તેણે લોસ એન્જલસમાં બેવરેલી હિલ્સમાં ખરીદ્યું છે.
  • આ મકાન 7630 ચોરસ ફૂટનું છે જેમાં છ બેડરૂમ, ટેનિસ કોર્ટ અને બેઝબોલ ડાયમંડ પણ છે.
  • ડ્વેન જહોનસનનુ આ મકાન બેવરલી હિલ્સની ઉંચાઇએ છે અને તેણે તેને એક્ટર પોલ રીઝર પાસેથી ખરીદ્યુ છે.
  • અગાઉ આ મકાનનો માલિક એલેક્સ વાન હેલેન હતો.
  • મકાનમાં 2500 સ્ક્વેર ફીટનું ગેસ્ટ હાઉસ છે અને તે 3.6 એકરમાં ફેલાયેલ છે.
  • ડેવનના આ મકાનમાં વર્લ્ડ ક્લાસ જીમ, ફુલ સાઇઝ ટેનિસ કોર્ટ, બેઝબોલ ડાયમંડ પણ છે.
  • આ ઉપરાંત મકાનમાં ડઝનેક ઓલિવ ટ્રી, એક એલિવેટર, મૂવી થિયેટર, મ્યુઝિક સ્ટુડિયો અને ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ પણ છે.
  • તમને જણાવી દઇએ કે ધ રોક ફોર્બ્સની સૂચિમાં વિશ્વમાં સૌથી વધુ ફી લેનાર એક્ટર છે. તે એક ફિલ્મ માટે લગભગ 90 મિલિયન ડોલર ફી લે છે.

Post a Comment

0 Comments