કપિલ શર્માની વેનિટી વાનની સામે શાહરૂખની કાર પણ છે નિષ્ફળ, કિંમત એટલી છે કે 2-4 બંગલા ખરીદી શકો તમે

  • કપિલ શર્મા એક એવું નામ છે જેણે લાખો કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્માની ફેન ફોલોવિંગ મોટા મોટા બોલિવૂડના સ્ટાર્સ કરતા પણ વધારે છે. ફક્ત ફેન ફોલોવિંગ જ નહીં પરંતુ કપિલ શર્માની જીવનશૈલી પણ મોટી હસ્તીઓથી વધુ લક્ઝુરિયસ છે. કપિલ શર્મા પાસે ઘણી લક્ઝરી કાર છે અને આ ઉપરાંત તેની પાસે વેનિટી વાન પણ છે. જેની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. તેની કિંમત શાહરૂખ ખાન જેવા મોટા સ્ટારની વેનિટી વાન કરતા પણ વધારે છે.
  • કપિલ શર્માએ જ્યારે તેની કારકિર્દીનું શિખર પર છે ત્યારે તેને ડાઉનફોલનો પણ સામનો કર્યો છે. તેની વિશેષતા એ છે કે તે પોતાના ખરાબ સમયમાં પણ મજબૂતિથી ઉભા રહ્યા અને પછી સંપૂર્ણ ઉત્સાહ અને તે જ શૈલીથી કમબેક કર્યું.
  • કપિલ શર્માની સફર
  • કપિલનો જન્મ 2 એપ્રિલ 1981 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. કપિલ શર્મા માત્ર 23 વર્ષના હતા જ્યારે તેના પિતાનું કેન્સરથી મૃત્યુ થયું હતું. કપિલના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા અને માતા એક સામાન્ય ગૃહિણી હતા. તે સમયે તેનું ઘર રણજિત એવન્યુ ઇ બ્લોક પંજાબમાં હતું. પિતાના અવસાનથી કપિલ પર ઘર ચલાવવાની જવાબદારી આવી હતી.

  • કપિલને તેના પિતાની જગ્યાએ નોકરીની પણ ઓફર કરવામાં આવી હતી પરંતુ કપિલના સપના જુદા હતાં. આથી જ તે મુંબઈ આવ્યા. મુંબઈમાં તેણે કોમેડી શૉ લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો અને વર્ષ 2007 માં તે તેનો વિજેતા બન્યો. અને આથી તેનું જીવન બદલાઈ ગયું. આ તે સમય હતો જ્યારે તેની બહેનનાં લગ્ન થવાના હતા અને આ માટે કપિલ પાસે પૈસા નહોતા. શૉના વિજેતા બનીને તેને જે રકમ જીતી, તેનાથી તેણે તેની બહેનના લગ્ન કર્યા.

  • અને આ રીતે બન્યા કપિલ કોમેડી કિંગ
  • તે પછી તે સોની ચેનલના પ્રખ્યાત કોમેડી શો 'કોમેડી સર્કસ' માં આવ્યા. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો. કપિલ શર્માને આ શોથી ઘણી ઓળખાણ મળી. છેવટે તેનો વિજેતા પણ કપિલ શર્મા હતો. આ પછી વર્ષ 2013 માં તેણે પોતાના બેનર હેઠળ 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' લોન્ચ કર્યું. પહેલા આ શો કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થતો હતો અને હવે સોની ટીવી પર આ શો એકદમ લોકપ્રિય છે. આ રીતે જોતજોતામાં કપિલ શર્મા કપિલમાંથી કોમેડીનો રાજા બન્યો. તેનું વ્યાવસાયિક જીવન જાણીતું છે. જો આપણે તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો કપિલ ત્યાં પણ હિટ છે.
  • કપિલ શર્માની લક્ઝરી ગાડીઓ
  • તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ350 સીડીઆઈ છે જેની કિંમત આશરે 1.19 કરોડ રૂપિયા છે અને તેની પાસે વોલ્વો કાર પણ છે જેની કિંમત 1.25 કરોડ છે. પંજાબના અમૃતસરમાં કપિલ પાસે મોંઘા ફ્લેટસ, લક્ઝરી કાર તેમજ વેનિટી વાન પણ છે. તેમનો અંધેરી વેસ્ટમાં ફ્લેટ છે જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં પંજાબના અમૃતસરમાં પણ કપિલ પાસે એક બંગલો છે જેની કિંમત લગભગ 25 કરોડ છે. કેટલાક અહેવાલો અનુસાર કપિલની વાર્ષિક આવક 30 કરોડ અને તેની સંપત્તિ 282 કરોડ રૂપિયા છે.

  • જો તમે કોમેડી કિંગ કપિલ શર્માની વેનિટી વાન વિશે વાત કરો તો તે ડીસી એટલે કે દિનેશ છાબરીયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે ખૂબ જ લક્ઝરી વાન છે જેમાં લાઇટિંગ સાથે રિકલઇનિંગ ખુરશીઓ અને શાનદાર ઇન્ટીરીઅર જેવી સુવિધાઓ છે. કપિલની વેનિટી વાનની કિંમત આશરે 5.5 કરોડ રૂપિયા છે જે શાહરૂખની વાન કરતા વધારે મોંઘી છે.

Post a Comment

0 Comments