ઈન્ડિયા VS ઈંગ્લેન્ડ: 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થઈ જતાં ટ્વિટર પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર, જોઈને હસી નહીં રોકી શકો

  • મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે ઇંગ્લિશ ટીમને પતાની જેમ વિખેરી દીધા હતા આ મેચમાં 10 વિકેટ લઈ મેચ જીત્યા હતા.આ જીત પછી ટ્વિટર પર ચાહકો રમૂજી મીમ્સ બનાવી રહ્યા છે.
  • 2 દિવસમાં સમાપ્ત થયો ત્રીજો ટેસ્ટ મેચ
  • અમદાવાદમાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપ્યો હતો અને ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી હતી.ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ જીતી લીધી હતી.
  • અક્ષર અને અશ્વિનની ઘમાલ
  • વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાને જીતવા જ નહીં,પણ કેપ્ટન તરીકે નવો રેકોર્ડ બનાવ્યો હતો.કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ભારતીય ધરતી પર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતાવી છે.
  • આ મેચમાં અક્ષર પટેલે કુલ 11 વિકેટ લીધી હતી,જે સૌથી મોટો વળાંક સાબિત થયો હતો.તે જ સમયે,અશ્વિને શાનદાર બોલિંગ કરી અને 7 વિકેટ લીધી હતી.
  • ભારતીય સ્પિનરોએ કુલ 18 વિકેટ ઝડપી હતી.
  • આ લાંબી ફોર્મેટમાં બે દિવસમાં બીજી વખત ટેસ્ટ મેચ જીતી હતી. જૂન 2018 માં અફઘાનિસ્તાન સામેની મેચમાં બીજા દિવસે ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી હતી.બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન ટીમને ઈનિંગ્સ અને 262 રનથી હરાવી હતી
  • ઇંગ્લેન્ડના બેટ્સમેનોની ઊડી ધજજીયા
  • ભારતને જીતવા માટે 49 રન બનાવાના હતા,જે તેણે 7.4 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવ્યા હતા.રોહિત શર્મા 25 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ રહ્યો અને શુભમન ગિલે 21 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા.
  • જડવી બોલરોને ખાલી બેસવું પડ્યું
  • ટીમ ઈન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે અમદાવાદમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટમાં અંગ્રેજી બેટ્સમેનોનો કહેર બની વર્યા હતા અને મેચમાં કુલ 11 વિકેટ લીધી હતી.આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી.
  • ઇશાંત અને બુમરાહે કુલ 11 ઓવરની બોલિંગ કરી
  • અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં-ફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને કુલ 7 વિકેટ ઝડપી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે.રવિચંદ્રન અશ્વિને 77 ટેસ્ટમાં આ મોટો રેકોર્ડ બનાવ્યો છે.
  • કોઈ અંગ્રેજી બેટ્સમેન ઉભો રહી શકતો નહી
  • રોહિત શર્માએ પ્રથમ દાવમાં 66 રન બનાવ્યા હતા,જે ટીમ ઇન્ડિયા માટે ખૂબ ફાયદાકારક સાબિત થયા હતા.જો રોહિત શર્મા ન ચાલ્યો હોત તો ભારતને 33 રનની લીડ ન મળી હોત.રોહિતની બેટિંગથી બંને ટીમો વચ્ચે રનનો તફાવત ઉભો થયો.
  • ઇંગ્લેન્ડના બેટ્સમેન મેદાન પર આવતાની સાથે જ પેવેલિયન પરત ફર્યા હતા
  • આખી મેચ દરમિયાન કુલ 30 વિકેટ પડી હતી,જેમાં 28 વિકેટ સ્પિનરોના ખાતામાં ગઈ હતી.ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાન ભારત માટે કુલ 11 ઓવર ફેંકી હતી.આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ઝડપી બોલરો વિશે ઘણા બધા મીઇમ્સ શેર કરવામાં આવી રહ્યા છે.
  • બુમરાહ અને ઇશાંતને બોલિંગની તક મળી નહી
  • તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ બંને ઇનિંગ્સમાં 112 અને 81 રને આઉટ થઈ ગયું હતું અને ભારતે 10 વિકેટથી મેચ જીતી લીધી હતી.ટીમ ઈન્ડિયાની આ જીત બાદ હવે પીચ પર સવાલો ઉભા થવા લાગ્યા છે.એક તરફ ભારતના ખેલાડીઓ પીચનો બચાવ કરી રહ્યો છે,તો બીજી તરફ પૂર્વ ખેલાડીઓએ પિચની ટીકા કરી છે.

Post a Comment

0 Comments