તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પસાર થઈ રહ્યું છે પોતાના સૌથી ખરાબ સમયમાંથી, ઘણા બધા ચહેરા એક સાથે શોમાં બદલાયા, જાણો કોણ કોણ બદલાયું

 • ટીવી જગતમાં ઘણા ઓછા એવા શો છે જેણે લાંબા સમયથી પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હોય. આમાંથી એક શો છે સબ ટીવી પર આવતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. 13 વર્ષથી આ શો સતત પ્રસારિત થઈ રહ્યો છે. તેણે ન માત્ર લોકોનું મનોરંજન કર્યું પરંતુ તેમના હૃદયમાં પણ પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. આ શોના પાત્રો પણ પ્રેક્ષકોના દિલ અને દિમાગમાં ઉતરી ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાત્રોમાંથી ઘણાએ શોને અલવિદા કહી દીધું છે અને તેમનું સ્થાન નવા ચહેરાઓએ લઈ લીધું છે.
 • તાજેતરમાં શોમાં નવી આવેલી અંજલિ ભાભીની એન્ટ્રી થઈ છે. તેમના પહેલાં પણ ઘણા ચહેરાઓ બદલાઈ ગયા છે. અમે આજે તમને તે બધા ચહેરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે જ શોમાં અત્યારે કંઇ સારું નથી ચાલી રહ્યું .અહેવાલો છે કે ઘણા કલાકારો આ શોમાંથી બ્રેક લેવા માગે છે.
 • અંજલિ મહેતા
 • અંજલિ મહેતા નામનું પાત્ર શોની શરૂઆતથી જ નેહા મહેતા નિભાવી રહી હતી. પરંતુ જ્યારે દેશમાં લોકડાઉન થયું અને તેમને ખૂલવાની સાથે જ્યારે શૂટિંગ થયું તો નેહા મહેતા ફરીથી શોમાં સામેલ ન થઈ ત્યારબાદ તેણે આ શોને અલવિદા કહી દીધું. હવે શોમાં તેમનું સ્થાન સુનૈના ફોજદારે લઈ લીધું છે.
 • દયાબેન
 • દયાબેનનું પાત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું સૌથી મહત્વપૂર્ણ પાત્ર છે. તેને આ સિરિયલની મુખ્ય અભિનેત્રી પણ કહી શકાય છે. દયાબેનનું પાત્ર દિશા વાકાણી ભજવી રહી છે. દિશા વાકાણી લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી પ્રસૂતિની રજા પર છે. ત્યારબાદથી તે હજી સુધી આ શોમાં નથી આવી. તેમને હજી સુધી કોઈએ આ શોમાં રિપ્લેસ નથી કરી.
 • રોશન સિંહ સોઢી
 • રોશન સિંહ સોઢી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એક એવું પાત્ર કે જેમણે લોકોના હૃદયમાં પોતાને માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે. રોશનસિંહ સોઢીનો રોલ કરનાર ગુરૂચરણ સિંહને તેમના જોશને કારણે માન્યતા મળી હતી. તેમને પોતાના અંગત મુદ્દાને કારણે શોને છોડી દેવો પડ્યો હવે તેની જગ્યા બલવિંદર સિંહે લઈ લીધી છે.
 • સોનુ
 • આ શોમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી મિસ્ટર ભીડેની પુત્રી સોનુની ભૂમિકા જીલ મહેતા ભજવી રહી હતી. પરંતુ આ શોમાં બે વાર સોનુ બદલાઈ ગઈ છે. સૌથી પહેલા સોનુ જીલ મહેતા તેના પછી સોનું બનીને નિધિ ભાનુશાળી આવી અને હવે પકલ સિધવાણી સોનુની ભૂમિકા નિભાવતા નજરે પડે છે.
 • ટપ્પુ
 • તારકા મહેતા કા ઉલ્ટા ચશ્માના ખૂબ પ્રખ્યાત પાત્ર ટપ્પુ એક એવો છોકરો જે હંમેશાં તોફાન કરતો રહેતો હતો. આ સાથે તેમની ટપ્પુ સેના પણ શોની જાન હતી. પરંતુ ભવ્ય ગાંધી પણ આ શોને અલવિદા કહી ચૂક્યો છે. હવે રાજ અનાદકર છેલ્લા 3 વર્ષથી આ ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે.

Post a Comment

0 Comments