જુઓ મિથુનની ઉટીવાળી ફાઇવ સ્ટાર હોટલની તસ્વીરો, ખૂબસુરતી જોઇને થઈ જશો આશ્ચર્યચકિત

 • હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. એક વાર ફરીથી મિથુને સક્રિય રાજકારણમાં પગ મૂક્યો છે. 7 માર્ચે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પીએમ મોદીની રેલીના મંચ પર મીથુન ચક્રવર્તી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કૈલાસ વિજયવર્ગીય અને દિલીપ ઘોષે તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું
 • મિથુન ચક્રવર્તી અગાઉ ટીએમસીના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. વર્ષ 2016 માં તેમણે પાર્ટી અને પદ પરથી રાજીનામું આપ્યું હતું. જણાવી દઈએ કે મિથુન હિન્દી સિનેમાના એવા સ્ટારમાં શામિલ છે જે ઘણી લક્ઝરી લાઇફ જીવે છે. મિથુનની સંપત્તિ 258 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે અભિનેતાની પાસે ઘણાં શહેરોમાં મોટી હોટલો પણ છે. તે મોનાર્ક ગ્રુપ ઓફ હોટેલ્સના માલિક છે. આજે આ લેખમાં અમે તમને મિથુન ની ઉટી હોટલની અંદરની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ આ હોટલની સૈર…
 • તમિલનાડુના ઉટીમાં મિથુન ની આ ફાઇવ સ્ટાર હોટલ બનેલી છે. મિથુન મૈસુર અને દક્ષિણના ઘણા શહેરોમાં ઘણી લક્ઝરી હોટલોના માલિક છે. જ્યારે મુંબઇ તેમજ અન્ય સ્થળોએ પણ તેમના ભવ્ય મકાનો બનેલા છે.
 • ઉટીની હોટલ વિશે વાત કરીએ તો આ હોટલ ખૂબ જ સુંદર છે. માહિતી મુજબ હોટલ મોનાર્કમાં 59 રૂમ, 4 લક્ઝરી ફર્નિશ્ડ સ્વીટ્સ, હેલ્થ ફિટનેસ સેન્ટર, ઇન્ડોર સ્વિમિંગ પૂલની વિશેષ સુવિધા છે. ઘણી વખત મિથુન અહીં રજાઓ માણતા જોવા મળ્યા છે. માહિતી મુજબ પોતાના પુત્રો સાથે મળીને મિથુન હોટલનો વ્યવસાય સંભાળે છે.
 • અભિનેતા મિથુન ચક્રવર્તીની મોનાર્ક સફારી પાર્ક મસીનાગુરીમાં 16 બંગલા, 14 જોડી મચાન, 4 સ્ટાન્ડર્ડ રૂમ, મલ્ટિક્વિઝિન રેસ્ટોરન્ટ્સ, ચિલ્ડ્રન્સ પ્લે ગ્રાઉન્ડ, ઘોડેસવારી અને જીપથી જંગલ મુસાફરી જેવી સુવિધા ઉપલબ્ધ છે
 • કહેવામાં આવે છે કે ઉટી મિથુનના હૃદયની ખૂબ નજીક છે. તેની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ આ શહેરમાં થયું છે. આ કારણોસર મિથુને અહીં તેની હોટલ બનાવવી યોગ્ય માન્યું. મુંબઈની ભાગ દોડવાળી જિંદગીથી દૂર ઘણીવાર તે આ સૂકુંનવાળી જગ્યાએ દેખાય છે.
 • મિથુન ચક્રવર્તી મુંબઇના મડ આઇલેન્ડમાં રહે છે. તેની પાસે મુંબઈમાં બે લક્ઝરી બંગલા છે. જે કોઈ હોટલની જેમ સુંદર લાગે છે.
 • તેમનો એક બંગલો મુંબઇના બાંદ્રામાં છે.
 • મિથુનની પાસે છે 76 કૂતરા…
 • મિથુન ને કૂતરાનો ખૂબ શોખ છે. તમે આ જાણીને ખૂબ આશ્ચર્ય થશો કે તેમની પાસે એક અથવા બે નહીં પણ 76 કૂતરા છે. આ કૂતરા દિવસ દરમિયાન બાંધવામાં આવે છે જ્યારે રાત્રે તેમને ખોલવામાં આવે છે. આ બધા કૂતરાઓ મિથુન દાના ઘરની સુરક્ષા કરે છે.
 • જણાવી દઈએ કે મિથુન દાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1976 માં થઈ હતી. તેમની પહેલી ફિલ્મ મૃગયા હતી જે સુપરહિટ રહી હતી. પ્રથમ જ ફિલ્મ માટે મિથુન દાને શ્રેષ્ઠ અભિનેતા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મિથુને 45 વર્ષના ફિલ્મી કરિયરમાં 'વારદાત', 'અવિનાશ', 'જાલ ', 'ડિસ્કો ડાન્સર', 'ભ્રષ્ટાચાર', 'ઘર એક મંદિર', 'વતન કે રાખવાલે', 'હમ સે બઢકર કૌન','ચરણો કી સૌગંધ ',' હમસે હૈ જમાના ',' બોક્સર ',' બાજી ',' કસમ પેદા કરને વાલે કી ',' પ્યાર ઝુકતા નહીં ',' કરિશ્મા કુદરત કા ',' સ્વર્ગ સે સુન્દર '.જેવી હિટ ફિલ્મો આપી છે.

 • ખરાબ સમયથી પણ થયા રૂબરૂ…
 • મિથુનની ફિલ્મી કરિયરમાં વર્ષ 1993 થી લઈને 1998 સુધીનો સમય ખૂબ જ ખરાબ રહ્યો. ખરેખરઆ વર્ષોમાં મિથુનની એક પછી એક સતત 33 ફિલ્મો ફ્લોપ થઈ હતી. પરંતુ તેમ છતાં મિથુનનો સ્ટારડમ અકબંધ રહ્યો.

Post a Comment

0 Comments