મીડિયામાં ઊડી રહેલી ખબરો પર જસપ્રિત બુમરાહે લગાવ્યું સીલ, આ પ્રેજન્ટર સાથે લીધા સાત ફેરા

  • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું નામ ઘણા સમયથી હેડલાઇન્સમાં હતું. મીડિયામાં તેનું નામ તેની રમત માટે નહી પરંતુ તેના દિલની રમતને કારણે બનેલું હતું. ખરેખર છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલો આવ્યા હતા કે જસપ્રીત આ અભિનેત્રી સાથે જોવા મળ્યા અથવા ક્યારેક આ અભિનેત્રી સાથે લગ્ન કરશે. આવા પ્રકારની તમામ ખબરો ઊડી રહી હતી. 
  • આ સિવાય જસપ્રીત બુમરાહે બીસીસીઆઈથી ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીજની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રજા માંગી હતી. આ સાથે જ સમાચાર આવી રહ્યા હતા કે જસપ્રિતે કેટલાક અંગત કારણોસર આ રજા માંગી હતી. આ સાથે જ આ સમાચાર પણ મીડિયામાં આવવા લાગ્યા કે જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. તમને જણાવી દઇએ કે જસપ્રીત બુમરાહે હજી સુધી પોતે આ ખબરો પર કંઈ પણ બોલ્યા નથી.
  • પરંતુ આવી રહેલી ખબરોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જસપ્રીત બુમરાહ આ સપ્તાહના અંતે સ્પોર્ટ પ્રેજન્ટર સંજના ગણેશન સાથે લગ્ન કરવાના છે. આ વાતની પુષ્ટિ એટલે કરવામાં આવી રહી છે કારણ કે બીસીસીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં આ વાતની પુષ્ટિ આપી છે કે ભારતના સ્પીડ બોલર જસપ્રિત બુમરાહ તેના અંગત કારણોસર રજા લીધી છે.  
  • બીસીસીઆઈના નિવેદન મુજબ ઝડપી બોલર બુમરાહે બીસીસીઆઈથી ચોથી ટેસ્ટ મેચ પહેલા અંગત કારણોસર આ રજાની માંગણી કરી હતી. આ પછી જસપ્રીત બુમરાહને રજા આપવામાં આવી હતી. એટલા માટે એક મહત્વપૂર્ણ ખેલાડી હોવા છતાં પણ તે ચોથી ટેસ્ટ મેચમાં નોતા જોવા મળ્યા. કેટલાક સમાચારને માનીએ તો જસપ્રિત બુમરાહે આ રજાઓ  સંજના ગણેશન સાથે લગ્ન કરવા માટે લીધી છે. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે જસપ્રિત બુમરાહ 14-15 માર્ચ દરમિયાન સંજના ગણેશન સાથે ગોવામાં લગ્ન કરવાના છે.
  • આ મામલામા અન્ય ખબરોની માનીએ તો સંજના ગણેશન અને ભારતીય ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહના લગ્નની તૈયારીઓ જોરો-શોરો પર છે. દેશમાં એકવાર ફરીથી ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે આ લગ્નમાં ફક્ત થોડા સિલેક્ટેડ લોકો જ સામેલ થશે. સંજના ગણેશન વિશે વાત કરીએ તો તે એક જાણીતી સ્પોર્ટ પ્રેજંટર છે જે સ્ટાર સ્પોર્ટ્સ, બીસીસીઆઈ, આઈસીસી અને આઈપીએલના કાર્યક્રમો રજૂ કરતી જોવા મળી છે.
  • તમને જણાવી દઈએ કે આ પહેલા જસપ્રીત બુમરાહનું નામ દક્ષિણ ભારતીય અભિનેત્રી અનુપમા પરમેશ્વરન સાથે જોડાયેલું હતું. આ સાથે જ એવા સમાચાર પણ મળ્યા હતા કે બંને એકબીજાને લગભગ 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે. બાદમાં અભિનેત્રી અનુપમા પરમેશ્વરનની માતાએ આ અહેવાલોને નકારી દીધા હતા. હવે આ સમાચારો પણ કયા સુધી સાચા સાબિત થાય છે એ તો સમય જ બતાવશે. 
  • ભારતીય ટીમ જસપ્રિત બુમરાહ વગર પણ ઇંગ્લેન્ડથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ જીતી લીધી છે. આ મેચમાં ભારતના સ્પિનરે શાનદાર રમત બતાવી ટીમને જીત અપાવી. આમાં અશ્વિન અને અક્ષર પટેલે મહત્વની ભૂમિકા ભજવી. અશ્વિનને આ સિરીઝ માટે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments