હવે રીઅલ લાઇફમાં દુલ્હનના ડ્રેસમાં જોવા મળશે મૌની રોય, દુબઈના આ ઉદ્યોગપતિ સાથે કરશે લગ્ન?

  • ટીવીથી બોલિવૂડમાં આવેલી અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં હેડલાઇન્સમાં રહે છે ક્યારેક તેની બોલ્ડ તસ્વીરોને લઈને તો ક્યારેક પોતાના ડાન્સને લઈને. આમાં કોઈ શક નથી કે મૌનીએ ખૂબ જ મહેનતથી આ સફર નક્કી કરી છે. ઘણા વર્ષોની મહેનત બાદ તે બોલિવૂડમાં આવી શકી છે. ટીવી પર આવતો એકતા કપૂરનો સૌથી પ્રખ્યાત શો નાગિન મૌની માટેનો સૌથી મોટો વળાંક હતો. અહીંથી મૌનીને ઘરે ઘરે માન્યતા મળી હતી.
  • આ દિવસોમાં મૌનીના લગ્નના સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સિલસીલામાં થોડા દિવસો પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી મૌની રોય તેના દુબઈ સ્થિત બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. અહેવાલો અનુસાર દરેક વખતે થોડાક સમયના અંતરે મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારને મળવા પહોંચે છે. સુરજ નાંબિયાર દુબઈનો એક બેંકર છે જેની સાથે મૌની રોયના લગ્નના સમાચાર ઊડ્યાં છે.
  • મૌની રોયને વારંવાર દુબઈથી આવતા જતાં જોઈને તેમના ચાહકો પણ પરેશાન છે કે છેલ્લે મૌની લગ્ન ક્યારે કરશે. તે દરમિયાન એક એવા સમાચાર બહાર આવ્યા છે જેનાથી મૌનીના ચાહકોની ખુશી નો કોઈ પાર જ નથી. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર થોડા દિવસો પહેલા જ મૌનીની મા એ સૂરજ નામ્બિયારના પરિવારને મળી હતી. એકદમ બરાબર વાંચો છો. થોડા દિવસો પહેલા એક મોટા અંગ્રેજી સમાચાર પત્રના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૌની રોયની મા થોડા સમય પહેલા જ મંદિરા બેદીના ઘરે ગઈ હતી. મંદિરા બેદીના ઘરે જ આ બંને લવ બર્ડ્સ ના માતા-પિતા મળ્યા હતાં.
  • આ લગ્નની વાત કરવા માટે મૌની રૉયના ભાઈ પણ સામેલ હતા. સમાચારો અનુસાર આ મુલાકાત બાદ મૌની રોયના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આપણને તસ્વીરોમાં મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નના કાર્ડ્સ જોવા મળશે. થોડા દિવસો પહેલા આ સુંદર અદાકારએ પોતાના ભાવિ પતિ સૂરજ નામ્બિયારના માતાપિતા સાથે પોતાની એક તસ્વીર પણ શેર કરી હતી.
  • આ તસ્વીર માં જે મૌનીએ લખ્યું હતું તે આ સંબંધ પર વધુ પાક્કૂ સીલ આપે છે. મૌની રોયે આ તસ્વીરમાં સૂરજ નામ્બિયારના માતા-પિતાને મમ્મી પપ્પા કહ્યાં હતા. આ પહેલા પણ મૌની રોયે પોતાની મા અને ભાઈ સાથે એક સુંદર તસ્વીર શેર કરી હતી. તે તસ્વીરોમાં મૌની તેની માતા સાથે આરામ કરતી જોવા મળી હતી. હવે મૌનીના ફેન્સ પણ તેમના લગ્નના સમાચારોની રાહ જોઇ રહ્યા છે.
  • તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર મૌની રોયનો જલવા હંમેશાં રહે છે મૌની રોય દર થોડા દિવસે તેના બોલ્ડ ફોટા અને વીડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. ફરી એકવાર મૌની રોયે તેના ફેન્સને ગિફ્ટ આપી છે. આશા છે કે તે જલ્દીથી બધાને તેના લગ્નના સમાચાર આપશે.

Post a Comment

0 Comments