બોલીવુડમાં ધૂમ મચાવશે કેન્દ્રીય પ્રધાનની પુત્રી, સુંદરતા એવી કે સારામાં સારી અભિનેત્રીઓ પણ લાગે ફીકી

  • બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે. આ આવેલા દિવસોમાં કેટલાક નવા કલાકાર પ્રવેશ લેતા રહે છે. તેમાં મોટાભાગે એવા કલાકારો વધારે આવે છે જેમના પરિવારનું ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ હોય છે. પરંતુ આજે અમે તમને એક સુંદર સ્ત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે રાજકીય બ્રેકગ્રાઉન્ડથી આવે છે અને ટૂંક સમયમાં જ ફિલ્મોનો ભાગ બનવા જઈ રહી છે. ખરેખર અમે અહીં કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકની પુત્રી આરૂશી નિશંક વિશે વાત કરી રહ્યા છીએ.
  • આરુષિ નિશંક ટૂંક સમયમાં જ 'તારિણી' નામની ફિલ્મથી પોતાની એક્ટિંગની શરૂઆત કરશે. તેમણે 'તારિણી' ફિલ્મ નું પોસ્ટર તાજેતરમા જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શેર કર્યું છે. આરુષિ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહી દરરોજ ચાહકો સાથે તેના ફોટા અને વિડિઓઝ શેર કરતી રહે છે.

  • તે જોવું ખૂબ રસપ્રદ રહેશે કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંક ની પુત્રી આરૂષિ નિશંક ફિલ્મોમાં કેવું પર્ફોમન્સ આપશે. તેની અભિનય ક્ષમતાને જોવા માટે ઘણા લોકો ઉત્સુક છે. જણાવી દઈએ કે આરૂશીએ પોતાની શરૂઆતની ફિલ્મ 'તારિણી' ની ઘોસણા સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરી છે. આ ફિલ્મ નૌકાદળની મહિલા અધિકારીઓની બહાદુરી પર આધારિત છે. આ એક વાસ્તવિક જીવન ઘટનાની કહાની છે.
  • ખરેખર 19 સપ્ટેમ્બર 2017 ની વાત છે. વર્તીકાં જોશી, પ્રતિભા જામવાલ, પૂ.સ્વાતિ, એસ.વિજયા, ઐશ્વર્ય અને પાયલ ગુપ્તા દ્વારા ભારતીય નૌસેના ની સેલિંગ નૌકા આઈએનએસ તારિણી પર ગોવાથી શરૂ કરવામાં આવ્યું હતું. ટીમ 19 મે, 2018 ના રોજ 21,600 નોટકીલ માઇલનું અંતર કાપ્યા પછી પરત આવી ગઈ હતી. એમને આ અભિયાનમાં આશરે 254 દિવસ લાગ્યાં હતાં. આવું કરીને 6 નૌકામહિલા અધિકારીઓએ પોતાના નામ ઇતિહાસના પાનામાં નોંધાવ્યા હતા. આ ટીમ 21 મે 2018 ના રોજ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા થઈને ગોવા આવી હતી.
  • આ કામ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યું હતું. તારિણી હોડીમાં સવાર 6 મહિલાઓના આ સાહસિક અભિયાનની ખુદ વડા પ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી. બસ હવે આ 6 મહિલાઓ પર આધારિત 'તારીણી' ફિલ્મમાં આરુષિ નિશંક કામ કરી રહી છે.
  • તમારી માહિતી માટે જણાવી દઈએ કે આરૂષિ નિશંક પહેલા મોડેલિંગની દુનિયામાં પોતાનો હાથ અજમાવી ચૂકી છે. હવે તે અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. એક અભિનેતા અને મોડેલ હોવા ઉપરાંત તે એક પ્રોફેશનલ કથક ડાન્સર પણ છે.
  • આ બધા સિવાય આરુષિ મહિલા સશક્તિકરણ, સામાજિક અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રમાં પણ સક્રિય રહે છે.

Post a Comment

0 Comments