ઘરની આ વસ્તુઓથી વધે છે નકારાત્મકતા ભૂલીથી પણ ના રાખો તમારા બેડરૂમમાં, નહિતર

 • કોઈપણ માનવી માટે દુનિયાનું સૌથી શાંતિવાળું કોઈ સ્થાન હોય તો તે છે તેમના પોતાના ઘરનો બેડરૂમ જ્યાં તે આરામ કરે છે. આ બેડરૂમમાં તે દુનિયાના તમામ ટેન્શન અને તણાવને ભૂલી જાય છે. અહીં તે હળવા થઈને પોતાના જીવન વિશે વિચારે છે. સાંજે થાકીને હારીને ઘરે આવીને અહી જ આરામ કરે છે. પરંતુ ઘણી વખત એવું પણ થાય છે કે આ બેડરૂમમાં જ તમને શાંતિ નથી મળતી.
 • જે બેડરૂમમાં આરામ કરવા અને શાંતિથી રહેવા માટે તમે લાખો રૂપિયા ખર્ચ્યા છે. તે જ બેડરૂમમાં તમને સકારાત્મકતા નથી મળતી. ત્યાં તમને નકારાત્મક એનર્જી અવવા માંડે છે. ઘરે આવીને પણ શાંતી અને સુકુન નથી મળતું . તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે ..? અમે તમારા આ જ પ્રશ્નોના જવાબ આપવાના છીએ. બેડરૂમમાં ઘણી વાર રાખેલી ચીજોને લીધે તમારા ઘરમાં નકારાત્મકતા આવવા માંડે છે. આપણે અજાણતાં જ આ વસ્તુઓને બેડરૂમમાં રાખી દઈએ છીએ.
 • આ અજાણતાં કરેલી ભૂલ આપણું ભવિષ્ય ખરાબ કરવા માંડે છે. તેમની એટલી ખરાબ અસર આપણા જીવન પર પડે છે કે આપણું દાંપત્ય જીવન અને પ્રગતિ પણ પ્રભાવિત થવા માંડે છે. આ ભૂલોને આપણે સરળતાથી ઓળખી પણ નથી શકતા. આ રીતે આપણે દિવસ રાત તણાવમાં રહીએ છીએ. પરિણામે આપણે કેટલાક ખોટા પગલા લઈએ છીએ.
 • બૂટ
 • આપણાં ઘરના બેડરૂમમાં ભૂલથી પણ પગરખાં અને ચંપલ રાખવા નહીં. તેમાંથી નીકળતી નકારાત્મક સ્પંદનો આપણા જીવન પર ખૂબ અસર પાડે છે અને જીવનમાં તણાવ બની રહે છે. મનુષ્ય જાણી જોઈ ને પણ ખુશ નથી રહી શકતો. તેથી તમે તમારા પગરખાં અને ચંપલને બેડરૂમની બહાર જ રાખો.
 • બીજા નંબર પર છે સાવરણી
 • વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે તમારા બેડરૂમમાં સાવરણી ક્યારેય પણ ન રાખો. માનવામાં આવે છે કે તેના કારણે આપણા લગ્ન જીવનમાં વિખવાદ આવી શકે છે તેનાથી ખુશીઓમાં ખલન પડે છે. યાદ રાખો સાવરણી જ્યાં પણ રાખો એવી જગ્યાએ રાખો જ્યાંથી કોઈ બહારની વ્યક્તિને ધ્યાનમાં ન આવે .
 • ફાટેલા કપડાં પણ કરે છે પરેશાન
 • જો તમારા કબાર્ટ માં અથવા બેડરૂમમાં ફાટેલા કપડાં છે તો તેને તરત જ બેડરૂમની બહાર કાઢો કારણ કે તેની નકારાત્મક અસર સીધી આપણાં ધન પર પડે છે. તેનાથી આપણા ઘરની બરકત ધીરે ધીરે વિલીન થવા લાગે છે. તમે ગરીબ થવા માંડો છો. એટલા માટે આ વાતનું પણ ઘણું ધ્યાન રાખો.
 • બંધ ઘડિયાળો
 • તમારા ઘરમાં બંધ ઘડિયાળો ક્યારેય ન રાખશો. બંધ ઘડિયાળોને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. બેડરૂમમાં કોઈ પણ પ્રકારની ઘડિયાળ જેવી કે કાંડા ઘડિયાળ અથવા દિવાલ ઘડિયાળ બંધ પડી છે તો તરત જ તેને બહાર મુકી દો. બંધ ઘડિયાળની નકારાત્મક અસર આપણી પ્રગતિ પર પડે છે.
 • આ વસ્તુઓ પણ શામેલ છે
 • આ બધી બતાવેલી બાબતો સિવાય તમે ક્યારેય તમારા રૂમમાં ધૂળ, ગંદકી, ખાલી ડબ્બા, ડબ્બી, કારોળિયાની જાળ, જૂના કોસ્મેટિક્સ, ડબ્બાઓ, પોતા, તૂટેલા કાચ, ક્રોકરી, પાળતુ પ્રાણી, બગડેલા ઓછાડ, ઓશીકું, તૂટેલા અને અવાજ નીકળતા પંખા પણ ન હોવા જોઈએ. તે બધાથી તમે આળસનો શિકાર બનો છો.

Post a Comment

0 Comments