ભારત વિરુદ્ધ વન ડે સિરીઝ માટે ઇંગ્લેન્ડ ટીમની જાહેરાત, જોફ્રા આર્ચર બહાર

  • ઈંગ્લેન્ડે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વનડે સિરીઝ માટે ઇંગ્લેન્ડએ તેમની ટીમની ઘોષણા કરી છે. વન ડે સિરીઝ પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર જોફ્રા આર્ચરને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરી દેવાયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની પહેલી મેચ 23 માર્ચે પુણેમાં રમાશે. ભારતે ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 3-1થી અને ટી 20 શ્રેણીમાં 3-2થી પરાજિત કર્યું હતું. 

  • ઈંગ્લેન્ડની ટીમ વન ડે સિરીઝ માટે - ઇયોન મોર્ગન (કેપ્ટન), જોની બેરસ્ટો, મોઈન અલી, સેમ બિલિંગ્સ, જોસ બટલર, બેન સ્ટોક્સ, સેમ કુરેન, ટોમ કુરેન, લીમ લિવિંગસ્ટોન, મેટ પાર્કિન્સન, જેસન રોય, રીસ ટોપલે, આદિલ રાશિદ, માર્ક વુડ. કવર તરીકે ડેવિડ મલાન, ક્રિસ જોર્ડન અને જેક બોલને લેવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ ઇચ્છશે કે વન ડે સિરીઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવા અને જીત સાથે પ્રવાસની સમાપ્તિ કરે.
  • બીજી તરફ, ભારતના દ્રષ્ટિકોણથી, આ શ્રેણી તેમના માટે અત્યાર સુધી ખૂબ જ સફળ રહી છે. ઇંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતે વાપસી કરી હતી. ત્યારબાદ ભારતે આગામી ત્રણ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ પ્રવેશ કર્યો હતો. જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડનો સામનો કરશે.


  • ટી -20 શ્રેણીમાં પણ ભારતે પ્રથમ અને ત્રીજી ટી -20 હારી હતી. આ પછી, ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી શ્રેણી પોતાના નામે કરી હતી. શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 36 રને હરાવ્યું હતું. વિરાટ કોહલીએ અણનમ 80 અને રોહિત શર્માએ 64 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 68 અને જોસ બટલરે 52 રન બનાવ્યા. પુણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમ વનડે સિરીઝ માટે બાયો બબલ બનાવવામાં આવશે. 23, 26 અને 28 માર્ચના રોજ ત્રણ મેચની વનડે સિરીઝની ત્રણેય મેચ આ સ્ટેડિયમમાં રમાશે.

Post a Comment

0 Comments