માતા-પિતાને કહ્યા વગર આ કામ કરતી હતી સની લિયોની, આજે પણ તેમની યાદમાં વહાવે છે આંસુ

  • સની લિયોની: આ નામથી આખું વિશ્વ પરિચિત છે. સની લિયોની આજે કોઈ પરિચયથી મોહતાજ નથી. કારકિર્દીમાં સખત સંઘર્ષ કર્યા પછી તેમણે પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. આખી દુનિયા તેને બોલીવુડની અભિનેત્રી અને પૂર્વ એડલ્ટ સ્ટાર તરીકે જાણે છે. બોલિવૂડમાં જોડાતા પહેલા પણ સની લિયોનીની ફેન ફોલોઇંગ ખૂબ જ જોરદાર હતી.
  • સની લિયોની એ તેની સુંદરતાથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. બોલિવૂડ માં આવતા પહેલા તેણે અશ્લીલ ફિલ્મોની દુનિયા છોડી દીધી હતી પરંતુ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ તેને ખૂબ પ્રખ્યાત બનાવી હતી. જો કે પછીથી આ અંધારી દુનિયાથી બહાર નીકળીને સની લિયોની એ બોલિવૂડની જાકમજોળ દુનિયામાં જવાનું નક્કી કર્યું.
  • બેશક સની લિયોની બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે પરંતુ અશ્લીલ ફિલ્મોની દુનિયાથી લઈને તેના બોલિવૂડ સુધીના સમયગાળામાં ખૂબ જ સંઘર્ષ રહ્યો છે. બોલિવૂડમાં આવવા માટે તેણે ખુબ મહેનત કરવી પડી. પહેલેથી જ પ્રખ્યાત હોવા છતાં તેમના માટે હિન્દી સિનેમામાં પોતાને સ્થાપિત અને સાબિત કરવું કોઈ સરળ કાર્ય નહોતું.
  • સનીએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, કારકિર્દીના શરૂઆતના દિવસો દરમિયાન તેને તેના માતાપિતા વિશે ઘણી ચિંતા હતી. તે હંમેશાં તેને યાદ કરે છે. સનીનું એવું માનવું છે કે તેના માતાપિતાએ તેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જણાવી દઈએ કે સની લિયોનીનું અસલી નામ કરનજીત કૌર વ્હોરા છે. તેનો જન્મ 13 મે 1981 ના રોજ કેનેડાના સરનીયામાં થયો હતો.
  • સનીના કહેવા પ્રમાણે ઘણા સમય પહેલા તેના માતાપિતા કેલિફોર્નિયા જઈને રહેવા મંડ્યા હતા. સનીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે તેમાં નિષ્ફળ ગઈ. આ પાછળનું કારણ તેમને પોતાની લંબાઈ ઓછી હોવાનું જણાવ્યું હતું. પરંતુ સની પૈસા કમાવીને તેના માતાપિતાને ખુશ રાખવા માંગતી હતી. એવામાં સની લિયોને ગંદા ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું.
  • સની લિયોન ખૂબ જ ટૂંકા સમયમાં જ અશ્લીલ ફિલ્મોની દુનિયામાં છવાઈ ગઈ. તે પોતાના માતા પિતાથી છુપાઈને આ ગંદા કામ કરતી હતી. વર્ષ 2010 માં તેમણે ગજબ ખ્યાતિ મેળવી અને મેક્સિમ મેગેઝિન દ્વારા તેમને 12 પોર્ન સ્ટાર્સમાં સ્થાન આપ્યું. જ્યારે તેના પરિવારના સભ્યો સુધી આ વાત પોહચી તો તે અભિનેત્રીથી ખૂબ ગુસ્સે થયા. બહારથી જ્યારે તેના પરિવારના સભ્યોને આ વિષે જાણ થઈ ત્યારે સનીને પણ ખરાબ લાગ્યું. કારણ કે તે પોતે પોતાના આ કામ વિશે ઘરના સભ્યોને કહેવા માંગતી હતી. પરંતુ આ કિસ્સાને લઈને હજુ પણ સની લિયોનીના મનમાં એક કંપ છે. તે આને લઈને તેના માતાપિતાને યાદ કરે છે.
  • બિગ બોસથી પણ થઈ હતી પ્રખ્યાત…
  • બોલિવૂડની સાથે જ સની લિયોનીને ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસથી પણ પ્રસિધ્ધી મળી ગઈ હતી. જણાવી દઈએ કે સની બિગ બોસની 5 મી સીઝનનો હિસ્સો રહી ચૂકી છે. તે બિગ બોસનો હિંસ્સો બનેલી પહેલી પોર્ન સ્ટાર બની ચૂકી છે. સની લિયોની એક પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની ઓળખાણ ઇન્ડો-કનાડિયન, અમેરિકન અભિનેત્રી સાથે જ વ્યવસાયી તરીકે પણ થાય છે.
  • જીસ્મ 2 થી શરૂ થયું બોલિવૂડ કરિયર…
  • સની લિયોનીની બોલિવૂડ કરિયરની શરૂઆત વર્ષ 2012 માં થઈ હતી. પૂજા ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જિસ્મ 2' માં તે જોવા મળી હતી.પરંતુ શરૂઆતના દિવસોમાં તેને સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના બ્રેકગ્રાઉન્ડને ભારતીય પ્રેક્ષકો અને લોકો સ્વીકારવાની તરફેણમાં ન હતા. પરંતુ સમય જતાં તે ભારતીયોના દિલમાં પોતાનું જલવો ફેલાવવામાં સફળ રહી. તેની 8 વર્ષની બોલિવૂડ કરિયરમાં અત્યાર સુધી સની લિયોની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Post a Comment

0 Comments