આ બોલિવૂડ ફિલ્મોને લઈને ખૂબ થયો હતો ધમાલ, એકનો મામલો તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો

  • હિન્દી સિનેમાની 107 વર્ષની યાત્રામાં અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો બની છે. છેલ્લા વર્ષોમાં બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો બની છે જેના કારણે પણ ઘણા તોફાનો સર્જાયા હતા અને ઘણો વિવાદ પણ સર્જાયો હતો. આજે આ લેખમાં અમે તમને બોલિવૂડની આવી 5 જેટલી ફિલ્મો વિશે જણાવવા જઇ રહ્યા છો. એક ફિલ્મ અંગેનો વિવાદ એટલો વધી ગયો હતો કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
  • પીકે…
  • 2014 માં અભિનેતા આમિર ખાન અને અનુષ્કા શર્માની આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ અંગે ઘણા વિવાદ થયા હતા. અનેક ધાર્મિક સંગઠનોએ ફિલ્મના પોસ્ટરો પણ બાળી દીધા હતા. લોકોએ સ્પષ્ટપણે આ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ફિલ્મે ઘણી સફળતા મેળવી હતી.
  • પદ્માવત…
  • આ ફિલ્મ પર પણ ઘણો વિવાદ થયો હતો. આના કારણે ફિલ્મની રિલીઝ ડેટ પણ ઘણી વખત બદલવી પડી હતી. રાણી પદ્મિનીને લગતી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ પદ્માવતનો દેશવ્યાપી વિરોધ થયો. વિવાદ એટલો વધી ગયો હતો કે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મનું નામ પણ બદલી દેવામાં આવ્યું હતું. તો વળી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે સુપરહિટ સાબિત થઈ.
  • ધ ડર્ટી પિક્ચર…
  • ડર્ટી પિક્ચરમાં બોલ્ડનેસ અને હોટનેસનો ડોઝ હતો. ફિલ્મના વિવાદની શરૂઆત તેના પોસ્ટરથી થઈ હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત હતી. સિલ્ક સ્મિતાના ભાઈએ ફિલ્મના ડિરેક્ટર વિરુદ્ધ કોર્ટ નોટિસ મોકલી હતી જેનાથી આ ફિલ્મ વિવાદોમાં ઘેરાય ગઈ હતી.
  • બ્લેક ફ્રાઈડે…
  • વર્ષ 2004 માં આવેલી આ ફિલ્મ અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી હતી. ફિલ્મ 'બ્લેક ફ્રાઇડે' હુસેન ઝૈદીના 'બ્લેક ફ્રાઇડે: ધ ટ્રુ સ્ટોરી ઓફ બોમ્બે બોમ્બ બ્લાસ્ટ' પુસ્તક પર આધારિત હતી. તેની વાર્તા 1993 ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટને લગતી હતી. ફિલ્મમાં નિર્માતાઓએ વિસ્ફોટો અને ત્યારબાદની પોલીસ તપાસને આગળ ધપાતી ઘટનાઓને સ્થાન આપ્યું હતું. આ ફિલ્મ પર વિવાદ પણ જોવા મળ્યો હતો.
  • ઓહ માય ગોડ...
  • આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ધાર્મિક માન્યતાઓ અને તેની સાચી સ્થિતિ પ્રસ્તુત કરવા માટે ચોક્કસપણે પસંદ કરવામાં આવી હતી પરંતુ બીજી બાજુ આ ફિલ્મમાં હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments