જાણો સૂર્યને સવારમાં જળ કેમ અર્પણ કરવામાં આવે છે, સ્વાસ્થય સાથે મળે છે આ ફાયદાઓ

  • જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા બતાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા વિના વ્યક્તિને સમાજમાં યોગ્ય માન અને સન્માનની પ્રાપ્તિ નથી થઈ શક્તી. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સૂર્યોદય સમયે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્યને જળ અર્પણ કરવાના એક નહીં પરંતુ ઘણા ફાયદા છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે.
  • સૂર્ય દેવતાને જળ અર્પણ કરવાની પરંપરા આજથી નહી પરંતુ ઘણા સમયથી ચાલી આવે છે. સુર્ય દેવતા પ્રત્યેક્ષ દેવતા માનવામાં આવે છે કારણ કે દરરોજ તેમના દર્શન પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે લોકો જાણીએ છીએ છેલ્લા એક વર્ષમાં કોરોના રોગચાળાને લીધે દરેક વ્યક્તિ ખૂબ પરેશાન છે. દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે તેમને કોઈ પણ પ્રકારની બીમારી ન થાય. દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
  • શાસ્ત્રોમાં પોતાને સ્વસ્થ અને નીરોગી બનાવી રાખવાનો માર્ગ બતાવ્યો છે. જો તમે દરરોજ સૂર્યદેવને સવાર સવારમાં એક લોટો જળ અર્પણ કરો તો તમે અનેક બિમારીઓ થી દૂર રહી શકો છો. આજે અમે તમને સૂર્યને જળ અર્પણ કરવાના કયા કયા ફાયદા હોય છે. અને જળ અર્પિત કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.
  • શરીર બને છે ઊર્જાવાન
  • જો તમે દરરોજ નિયમિતપણે સવારે સૂર્ય ભગવાનને એક લોટો જળ અર્પણ કરો છો તો સૂર્યના પ્રભાવથી શરીર ઊર્જાવાન બને છે. એટલું જ નહીં પરંતુ તમને સારું કામ કરવાની પ્રેરણા પણ મળે છે. સૂર્યને જળ અર્પણ કરવાથી શરીર આખો દિવસ સ્ફૂર્તિલું રહે છે જેનો ફાયદો કાર્યક્ષેત્રમાં મળે છે.
  • સૂર્યને જળ અર્પણ કરવાથી થાય છે સ્વાસ્થ્ય લાભ
  • સૂર્યને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો છો તો તેનાથી તમારુ સ્વાસ્થય સારું રહે છે. તમને જણાવી દઈએ કે સૂર્યની કિરણો શરીરમાં હાજર બેક્ટેરિયાને દૂર કરવામાં મદદગાર માનવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરે છે. દરરોજ જો એક લોટો પાણી અર્પણ કરવામાં આવે તો તેનાથી આત્મશક્તિની પ્રાપ્તિ થાય છે અને અનેક બિમારીયાઓથી વ્યક્તિ સુરક્ષિત રહે છે.
  • પ્રગતિ અને માન-સન્માન અપાવે છે સુર્ય
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને માન-સન્માનનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિને નોકરીના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ દરરોજ નિયમિતપણે સૂર્યને જળ અર્પણ જરૂર કરવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી કાર્યાલયમાં મોટા અધિકારીઓનો સહયોગ મળશે. એટલું જ નહીં પરંતુ માન અને સન્માન પણ વધશે અને ઉચ્ચ હોદ્દો મળશે.
  • કુંડળી દોષથી મળે છે છૂટકારો
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ નબળી છે તો તે વ્યક્તિએ દરરોજ સૂર્ય દેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ. આ કરવાથી સૂર્યથી થતી મુશ્કેલીઓ દૂર થાય છે.

  • જાણો સૂર્યને જળ અર્પણ કરવાનો કયો છે સાચો માર્ગ
  • સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી કરીને જાવ.
  • તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યદેવને અર્પણ કરો.
  • તમે પાણીમાં એક ચપટી રોલી અથવા લાલ ચંદન ઉમેરીને લાલ ફૂલ સાથે સૂર્યદેવને જળ અર્પણ કરો.
  • જ્યારે તમે સૂર્ય દેવને જળ અર્પણ કરી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.
  • તમે ધ્યાનમાં રાખો કે સૂર્ય દેવને જળ અર્પિત કરતી વખતે પાણીની છાંટ તમારા પગ પર ન પડવી જોઈએ.
  • તમને જણાવી દઈએ કે સૂર્યોદય થયાને એક કલાકની અંદર સૂર્યદેવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે ઇચ્છતા હોવ તો સવારે 8:00 વાગ્યા સુધી પણ જળ અર્પણ કરી શકો છો.

Post a Comment

0 Comments