જાણો કેમ પૂજા કરતી વખતે ગણેશજીને અર્પણ કરવામાં આવે છે દૂર્વા, વાંચો તેને લગતી પૌરાણિક કથા

  • ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમની ઉપાસના કરવાથી જીવનના તમામ દુ:ખો સમાપ્ત થાય છે અને ધનસંપત્તિ જીવનમાં કાયમ રહે છે. ભગવાન ગણેશની ઉપાસના માટે બુધવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે અને તેમની પૂજા કરતાં સમયે તેમને દુર્વા ઘાસ ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જો પૂજા સમયે તેમને દૂર્વા ઘાસ ચઢાવવામાં નો આવે તો પૂજા સફળ નથી થતી અને અધૂરી માનવામાં આવે છે. એટલે તમે જ્યારે પણ ગણપતિજીની પૂજા કરો. તેમને દૂર્વા નું ઘાસ ચોક્કસપણે પ્રદાન કરો. આ ઘાસ અર્પણ કરવાથી ફક્ત તમારી પૂજા સફળ થશે નહીં પરંતુ તમારી દરેક મનોકામના પણ ગણેશજી પૂર્ણ કરશે.
  • ગણેશજીની ઉપાસનામાં દુર્વા ઘાસનું શું મહત્વ છે તેની સાથે એક કથા જોડાયેલી છે. જે નીચે મુજબ છે. દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો અસુર હતો. જે સ્વર્ગ અને પૃથ્વીના તમામ લોકોને પરેશાન કરતો હતો. આ અસુર ઋષિ-મુનિઓને ઘણો ત્રાસ આપતો હતો અને જીવતા ગળી જતો હતો. તેવી જ રીતે આ અસુરે સ્વર્ગ લોકમાં પણ આતંક મચાવી દીધો હતો. આ અસુરથી કંટાળીને દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવી દેવતા અને ઋષિ-મુનિ મહાદેવ પાસે ગયા અને તેમની મદદ માંગી. શિવજીએ બધા દેવી-દેવતાઓ અને ઋષિમુનિઓની પ્રાર્થના સાંભળીને તેમને કહ્યું કે અનલાસરનો અંત માત્ર ગણપતિ જ કરી શકે છે.
  • જે પછી બધા દેવતાઓ ગણેશજી પાસે ગયા અને તેમને તેમની સમસ્યા જણાવી. દેવતાઓની સમસ્યા સાંભળ્યા પછી ગણેશજીએ અનલાસુરને મારવાનો નિર્ણય કર્યો. ગણેશજી અનલાસુરને ગળી ગયા. જેના કારણે તેના પેટમાં જલન થવા માંડી. ગણેશજીના પેટની જલન ઓછી કરવા માટે દેવતાઓએ ઘણા ઉપાયો કર્યા પરંતુ તેમના પેટની જલન ઓછી થઈ નહીં. ત્યારે કશ્યપ ઋષિને એક ઉપાય યાદ આવ્યો અને તેણે દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રી ગણેશને ખાવા આપી. જ્યારે ગણેશજીએ દુર્વા ખાધી તો તેના પેટની સળગતી સંવેદના શાંત થઈ ગઈ. ત્યારથી ભગવાન શ્રીગણેશજીને દુર્વા અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ અને પૂજા કરતી વખતે તેને આ ઘાસ ચઢવાનું શરૂ થયું.
  • માનવામાં આવે છે કે ગણેશજીને જે લોકો તેમના ખરા હૃદયથી દૂર્વા અર્પણ કરે છે ગણેશજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ગણેશજીની પૂજા કરતી વખતે હંમેશા તેમને 21 દુર્વા ઘાસ અર્પણ કરો. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે આ ઘાસ ખૂબ જ શુદ્ધ હોવું જોઈએ અને શુષ્ક ન હોય.

Post a Comment

0 Comments