ગોવિંદા નીલમ ને બનાવવા માંગતા હતા જીવન સંગીની, પરંતુ આ કારણે રહી ગઈ ઈચ્છા અધૂરી

  • ગોવિંદા એક એવો અભિનેતા છે જે કેવી રીતે પોતાનું પાત્ર સંપૂર્ણ ભજવવું તે જાણે છે. 90 ના દાયકાના તેજસ્વી અભિનેતા ગોવિંદાને તેમના યુગમાં અભિનય,કોમેડી અને નૃત્યનો કોમ્બો પેક માનવામાં આવતો હતો.એક સમય એવો હતો કે જ્યારે ઘણી અભિનેત્રીઓ ગોવિંદા સાથે કામ કરવા માટે ઉત્સુક હતી.ગોવિંદાએ તેમના સમયમાં લગભગ બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને પ્રેક્ષકોને ગોવિંદાની અભિનેત્રી નીલમ કોઠારી સાથેની જોડી ખૂબ પસંદ આવી હતી.
  • ફિલ્મ ઉદ્યોગમાં ગોવિંદા અને નીલમ કોઠારીની જોડી 80 અને 90 ના દાયકામાં ખૂબ ચર્ચામાં હતી.આ બંનેએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.1986 માં આવેલી ફિલ્મ "ઇલજામ" માં ગોવિંદા અને નીલમની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી.આ ફિલ્મને બોક્સ ઑફિસ પર ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને આ પછી ગોવિંદાએ તેની કારકિર્દીમાં ક્યારેય પાછું વળી જોયું નથી.
  • તમને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરી,1986 ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘ઇલજામ’ને 35 વર્ષ પૂરા થયા છે.આ ફિલ્મમાં ગોવિંદા અને નીલમ કોઠારી મુખ્ય ભૂમિકામાં હતા.આ સિવાય શત્રુઘ્ન સિંહા,શશી કપૂર,અનિતા રાજ,પ્રેમ ચોપરા પણ આ ફિલ્મમાં હતાં.ગોવિંદાએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ઇલઝામથી કરી હતી.ગોવિંદાએ તેની ફિલ્મી કરિયરમાં એક કરતા વધારે બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે.તે એક્શન ફિલ્મ હોય કે કોમેડી ફિલ્મ હોય કે લવ ટ્રાયેંગલ,તેણે તમામ પ્રકારની ફિલ્મોમાં શાનદાર કામગીરી કરી છે અને લોકો પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરે છે.
  • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર ગોવિંદા તેની ફિલ્મ્સ તેમજ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા છે.આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદાની પત્નીનું નામ સુનિતા છે અને તે ખુશીથી પોતાના બે બાળકો સાથે રહે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે ગોવિંદા નીલમ કોઠારી ને ખૂબ પ્રેમ કરતા હતા.
  • તમને જણાવી દઈએ કે ગોવિંદા અને નીલમની પહેલી મુલાકાત નિર્માતા પ્રાણલાલ મહેતાની ઑફિસમાં થઈ હતી.એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે નીલમે તે સમયે સફેદ શોર્ટ્સ પહેરી હતી અને તેના લાંબા વાળ જોતા તે દેવદૂત જેવી લાગતી હતી.તેણે વધુમાં કહ્યું કે હું સેટ પર તેને જોક્સ કહીને ખૂબ હસાવતો હતો.અમે બંને એક બીજાને મળવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે મને નીલમ ગમવા લાગી.
  • ગોવિંદા સંપૂર્ણપણે નીલમના પ્રેમમાં પડી ગયા.તેને નીલમ સાથે ખૂબ પ્રેમ હતો પણ નીલમ તરફથી આવું કશું નહોતું.તમને જણાવી દઈએ કે અભિનેતા ગોવિંદાએ ક્યારેય નીલમની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ન હતો પરંતુ તેમ છતાં તેઓ નીલમને ખૂબ પ્રેમ કરતા હતા.તે નીલમને તેના માટે સૌથી પરફેક્ટ માનતો હતો.
  • અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે અભિનેતા નીલમ કોઠારી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેની માતા ઇચ્છતી હતી કે તે ડિરેક્ટર આનંદસિંહની ભાભી સુનીતા (જે હાલમાં ગોવિંદાની પત્ની છે) સાથે લગ્ન કરે. ગોવિંદાએ નીલમ કોઠારીને તેની માતા માટે છોડી દીધી અને તેણે સુનીતા સાથે લગ્ન કરી લીધાં.
  • સમાચારો અનુસાર એવું પણ અહેવાલ છે કે ગોવિંદા જ્યારે નીલમના પ્રેમમાં પડી ગયો હતો તે સમય દરમિયાન તે સુનિતાને ડેટ કરી રહ્યો હતો અને બંનેની સગાઈ થઈ ગઈ હતી.એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે સુનિતાને ખબર પડી કે ગોવિંદાની નીલમ સાથેની નિકટતા વધી ગઈ છે ત્યારે સગાઈ પણ તોડી નાખી હતી. માતાની ખાતર ગોવિંદાએ વર્ષ 1987 માં સુનિતા સાથે લગ્ન કર્યા.
  • તમને જણાવી દઈએ કે ગોવિંદા અને નીલમે લવ 86,ખુદગર્જ,હત્યા,ઘરાના,સિંદૂર,દોસ્ત ગરીબો કા,ફરઝ કી જંગ,બિલ્લું બાદશાહ,તાકતવર,જોરદાર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બીજી બાજુ જો આપણે નીલમ કોઠારીની વાત કરીએ તો તેણીએ અભિનેતા સમીર સોની સાથે વર્ષ 2011 માં લગ્ન કર્યા.લગ્નના 2 વર્ષ બાદ બંનેએ એક પુત્રીને દત્તક લીધી હતી.

Post a Comment

0 Comments