વિશ્વની સૌથી મોંઘી વેનિટી વાન છે બોલિવૂડ સ્ટાર્સ પાસે, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

 • વેનિટી વેન ઘણીવાર તમે આ નામ ફિલ્મો, સમાચાર અથવા ઘણા શોમાં સાંભળ્યું હશે. આ વાન ઘણી વાર આપણા મોટા મોટા બોલિવૂડ સ્ટાર્સ પાસે હોય છે. આ વેનિટી વેનમાં વિશ્વભરની તમામ સુવિધાઓ છે. આવી સુવિધાઓ જે આપણા સામાન્ય લોકોના ઘરમાં પણ નથી. વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી વેનિટી વાનનું નામ એલિમમેન્ટ પલાઝો છે. તેને ઓસ્ટ્રેલિયાના માર્ચી મોબાઇલ દ્વારા તૈયાર કરાઈ છે. તે 40 ફૂટ લાંબી છે. તેની કિંમત આશરે 18 કરોડ રૂપિયા છે.
 • તમને જાણીને હેરાન થશોં કે બોલિવૂડ સ્ટારની પાસે દુનિયાની સૌથી મોંઘી વેનિટી વાન છે. ભારતના ઘણા મોટા સ્ટાર્સની પાસે પોતાની વેનિટી વાન છે. તેમની કિંમત અને સુવિધાઓ એટલી જબરદસ્ત છે કે જોનાર ફક્ત જોતાં જ રહી જાય. ભારતમાં શાહરૂખ, સલમાન, સંજય દત્ત, દીપિકા પાદુકોણ અને બીજા ઘણા સ્ટાર્સની પાસે અદભૂત વેનિટી વાન છે.
 • અલ્લુ અર્જુન
 • સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટાઇલ, એક્શન અને એક્ટિંગમાં બોલિવૂડના સુપરસ્ટારને પણ માત આપે છે. તેની વેનિટી વાન પણ કોઈથી ઓછી નથી. ભારતમાં સૌથી મોંઘી વેનિટી વાન તેની પાસે છે. તેની વેનિટીની કિંમત 7 કરોડ રૂપિયાની નજીક છે. તેને રેડ્ડી કસ્ટમ્સ કારવાં દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે એક સૌથી મોંઘી વેનિટી વાનમાંથી એક છે.
 • શાહરૂખ ખાન
 • બોલિવૂડનો કિંગ ખાન પણ આ મામલામાં કોઇથી પાછળ નાથી. શાહરૂખ પાસે 'વોલ્વો બીઆર 9' નામની વેનિટી વાન છે. તેની કિંમત આશરે 5 કરોડ રૂપિયા છે. 14 મીટર લાંબી આ વાનને દિલીપ છાબરીયા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે.
 • સલમાન ખાન
 • સલમાન ખાનની વેનિટી વેનની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. સલમાન ખાનની આ લક્ઝરી વેનિટી વેન વાનમાં બે રૂમ, હોલ, શૌચાલય અને વોશરૂમ છે. ભાઈજાનની વેનિટી વાન પણ દિલીપ છાબરીયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
 • સંજય દત્ત
 • સંજય દત્ત પણ આ યાદીમાં આવે છે, તેમની પાસે પણ બધી સુવિધાઓથી સજ્જ મોંઘી વેનિટી વાન છે. સંજય દત્તની 'વેન એએક્સલ' નામની વેનિટી વાન છે. આ વાનને રોઝ બોસ દ્વારા બનાવી છે. આ લગભગ 3.15 કરોડ રૂપિયા છે. આ વાન 'ધ એરફોર્સ 1' દ્વારા પ્રેરિત છે.
 • રિતિક રોશન
 • રિતિક રોશન પાસે લગભગ 3 કરોડ રૂપયાની વેનિટી વાન છે. તેનું નામ મર્સિડીઝ વી-ક્લાસ છે. 12 મીટર લાંબી આ વેનિટી વાન ઓફિસમાં રિતિકનો બેડરૂમ અને છેલ્લે શૌચાલય અને વોશરૂમ સાથે 3 ભાગમાં બનેલી છે.
 • અજય દેવગન
 • અજય દેવગન પણ ખૂબ મોંઘી ગાડીઓના શોખીન છે. અજય દેવગણ પાસે લગભગ 3 કરોડ રૂપયાની કિંમતની વેનિટી વાન છે. તે હંમેશા શૂટિંગ પર પોતાની વેનિટી વાન સાથે જાય છે.
 • રિતેશ દેશમુખ
 • બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ પાસે પણ પોતાની વેનિટી વાન છે. આ વાનમાં બેડરૂમ, શૌચાલય, વોશરૂમ અને તેમના બાળકો માટે એક બેબી રૂમ પણ છે. આની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે.
 • દીપિકા પાદુકોણ
 • દીપિકા પાદુકોણની વેનિટી વાનની કિંમત 2 કરોડ રૂપિયા જેટલી છે. તે પણ ત્રણ ભાગમાં બનાવવામાં આવી છે. તેમાં ખાનગી ઝોન, બેઠક એરિયા અને સ્ટાફ એરિયા તેમજ પેન્ટ્રી અને વોશરૂમ છે.
 • અક્ષય કુમાર
 • અક્ષય કુમારને ખેલાડીઓનો ખેલાડી કહેવામાં આવે છે. આ કિસ્સામાં પણ તે આગળ છે. અક્ષયની વેનિટીની કિંમત આશરે 2.9 કરોડ રૂપિયા છે. અક્ષયની આ વેનિટી વાન 14 મીટર લાંબી છે.
 • રણબીર કપૂર
 • રણબીર કપૂરની પાસે પણ પોતાની વેનિટી વાન છે. બેડરૂમ, શૌચાલય, વોશરૂમ અને ગેમિંગ ઝોનથી બનેલી રણબીરની આ વાનની કિંમત લગભગ 2.6 કરોડ રૂપિયા છે.

Post a Comment

0 Comments