કાલસર્પ દોષથી તમને મુક્તિ અપાવશે મહાદેવ, શિવરાત્રી પર કરો ફક્ત આ સરળ ઉપાય

  • શાસ્ત્રો અને જ્યોતિષો મુજબ નાગપંચમી વગેરે વિશિષ્ટ પ્રસંગો પર જો આ ઉપાય કરવામાં આવે તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ વખતે 11 માર્ચ, ગુરુવારે મહા શિવરાત્રીનો તહેવાર છે. આ દિવસે તમે આ ઉપાય કરી શકો છો, જે નીચે મુજબ છે.
  • 1. મહા શિવરાત્રીના દિવસે કાચુ દૂધ, સફેદ ફૂલો, સફેદ કાપડ અને સફેદ મીઠાઈઓ નદીમાં વહાવવા. અને શેષનાગથી કાલસર્પ દોષની શાંતિ માટે પ્રાર્થના કરે છે.
  • 2. મહાશિવરાત્રી પર સવારે સ્નાન કર્યા પછી, ચાંદીના નાગ અને નાગીનની પૂજા કરો અને નદીમાં વહાવો.
  • 3. મહાશિવરાત્રીના દિવસે તમે લઘુરુદ્રનો જાપ જરૂર કરો. અથવા કોઈ યોગ્ય પંડિત દ્વારા કરાવો. આ પાઠ વિધી પૂર્વક થવો જોઈએ.
  • 4. મહાશિવરાત્રીના દિવસે સાંજે પીપળના વૃક્ષની પૂજા કરો અથવા તેની નીચે દીવો પ્રગટાવીને રાખી દો. આ સાથે જ નવનાગ સ્ત્રોતનો પાઠ પણ કરો.
  • 5. મહાશિવરાત્રી નિમિત્તે ઘરમાં કાલસર્પ દોષ નિવારણ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો.
  • 6. મહાશિવરાત્રી નિમિત્તે સવારે કોઈ પણ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર તાંબાનો સાપ ચઢાવો અને ત્યાં જ બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો.
  • મહાશિવરાત્રી હિન્દુઓનો સૌથી મોટા તહેવારમાંનો એક છે. શિવરાત્રી હંમેશા ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર ઉજવવામાં આવે છે. મંદિરોમાં અત્યારથી જ સુશોભન થઈ ચૂક્યું છે. આ સાથે શિવભક્તો પણ આ તહેવારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વખતે આ તહેવાર 11 માર્ચે આવી રહ્યો છે. શાસ્ત્રો અને ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન શિવ લિંગના રૂપમાં પ્રગટ થયા હતા.
  • શું હોય છે કાલસર્પ દોષ
  • કોઈપણ વ્યક્તિના જન્માંગ ચક્રમાં રાહુ અને કેતુની સ્થિતિ સામ સામે હોય છે. આ બંને ગ્રહો 180 ડિગ્રી પર રહે છે. જો બાકીના સાત ગ્રહો રાહુ કેતુની એક બાજુએ થઈ જાય અને બીજી બાજુ કોઈ ગ્રહો બાકી ના રહે તો આવી સ્થિતિમાં કાલસર્પ યોગ રચાય છે.
  • કાલસર્પ યોગનાં લક્ષણો
  • જાતકને સવારના સપનામાં સાપનું દેખાવું, સખત મહેનત છતાં પણ કાર્યમાં મન પ્રમાણે સફળતા ન મેળવી શકવી, સાચા સમયે યોગ્ય નિર્ણય ન લઈ શકવો, કલેશપૂર્ણ પારિવારિક જીવન થવું, માનસિક તણાવથી હંમેશા ગ્રસ્ત રહેવું. ગુપ્ત શત્રુઓનો થયેલો સાથ જ કામમાં અવરોધ.
  • પૂજા માટે શુભ સમય: મહાશિવરાત્રી ત્રયોદશી તિથિ - 11 માર્ચ 2021 (ગુરુવાર), ચતુર્દશી તિથિ પ્રારંભ- 11 માર્ચ, બપોરે 2 વાગ્યે અને 39 મિનિટે પ્રારંભ થશે, ચતુર્દશી તિથિ સમાપ્ત- 12 માર્ચ, બપોરે 12: 00 વાગ્યે 23 મિનિટે
  • મહાશિવરાત્રિ પર ભોલેનાથને પ્રસન્ન કરવા માટે-
  • ॐ શિવાય નમઃ ,ॐ મહાકાલય નમઃ , ॐ અંગારેશ્વરાય નમ:
  • મહાશિવરાત્રી પર મહામૃત્યુંજયનો જાપ કરવાથી શારીરિક, માનસિક અને તાંત્રિક સમસ્યાઓ અને કૌટુંબિક સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રો મુજબ જે ઘરમાં મહામૃત્યુંજય યંત્રની પૂજા રોજ કરવામાં આવે છે, ત્યાં કોઈ પણ મુશ્કેલી ક્યારેય નથી આવતી. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ ઉપર જો મહામૃત્યુંજય યંત્ર લઈને પૂજાસ્થાન પર સ્થાપિત કરો રોજ વિધિપૂર્વક તેની પૂજા કરો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ હમેશા બની રહે છે.
  • ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।।

Post a Comment

0 Comments